" હેલ્લો સર ..." વિશ્વમ આગળ આવીને બોલ્યો...
" ગુડ મોર્નિંગ સર...." ક્રિશયે કહ્યું પણ એ ત્યાં જ ઊભો હતો...
"હું આવું કે તમે આવશો..." સામે ઊભેલા ડોક્ટર બોલ્યા..
"જેમ કરવું હોય એમ...." ક્રિશય બોલ્યો...એટલે વિશ્વમ થી હસાય ગયું...
એક નેણ ઉંચો કરીને હોઠ ભીડીને ડોક્ટરે વિશ્વમ તરફ નજર કરી...
"સોરી સર...." બોલીને વિશ્વમ ત્યાંથી મોટા મોટા પગલે ચાલીને છેલ્લી રૂમની અંદર ઘુસી ગયો...
' એકલો મૂકીને વયો ગયો...' ક્રિશય ધીમેથી બોલ્યો...
"હું છું ને અહીં ...." જાણે સર સાંભળી ગયા હોય એમ એણે કહ્યું...
રૂમની અંદર આવીને વિશ્વમ બેઠો ...અંદર બેઠેલા ચાર પાંચ એની જેવા છોકરા એ પૂછ્યું...
"શું થયું...."
"કેવી ચાલે છે ક્લાસ..."
"એનું તો રોજનું છે ...રોજે મોડો આવે અને પછી ખબર નહિ કેમ સર ને મનાવી લે...."
"ખબર જ છે કે લેટ આવે એ ડો.પટેલ ને નથી પસંદ તો શું કામ લેટ આવતો હશે...."
એકના એક સવાલ વિશ્વમ આ રીતે દરરોજ સાંભળતો...પરંતુ જવાબ આપવાનું ટાળતો...આજે પણ એણે એ જ કર્યું...
થોડી વારમાં ક્રિશય અને ડો.પટેલ અંદર આવ્યા... બંને ખૂબ ખુશ હતા...
વિશ્વમ ને વિશ્વાસ હતો કે ક્રિશય ડો.પટેલ ને મનાવી લેશે...
ડો. નીરજભાઈ પટેલ અને ક્રિશય બંને પાડોશી છે...એટલે કે એ અયાના ના પપ્પા છે... બંને વચ્ચે ખૂબ સગપણ રહે પરંતુ ક્રિશય ની મોડા આવાની આદત એને બિલકુલ પસંદ ન પડતી...
ક્રિશય પણ એના પિતા જેવા પાડોશી ને સારી રીતે ઓળખે એટલે એને મનાવી લેવામાં એનો પહેલો નંબર આવે ...
ગમે એટલો ગુસ્સો હોય તો પણ ક્રિશય એને મનાવી જ લે....પરંતુ ક્યારેક બે દિવસે માને તો ક્યારેક બે મિનિટ માં એનો કોઈ સમય નક્કી નહતો...
એ કંઈ રીતે મનાવે છે એની જાણકારી તો એ બંને સિવાય કોઈને ન હતી...
આજે ભગવાન ની કૃપા થી એ બે મિનિટ માં માની ગયા હતા...એટલે કોઈ વાંધો ન આવ્યો અને કામ સારી રીતે ચાલુ થઈ ગયું...
આવતીકાલથી અયાના ની ઇન્ટર્નશિપ શરૂ થવાની હતી...
એ પણ લીલાવતી ઇન્સ્ટિટ્યૂટ ની નજીક આવેલ ગ્લોબલ હોસ્પિટલ માં જ હતી જેથી હવે ચોવીસ કલાક ક્રિશય ને જોઈ શકશે એની ખુશી એને વધારે થઈ રહી હતી...
રીડિંગ ટેબલ ઉપર બે ત્રણ બુક ખોલીને બેઠેલી અયાના ક્રિશય ના ખ્યાલો માં ત્યાં જ ઢળી પડી અને આંખો મીંચી દીધી...
સવાર થઈ ચૂકી હતી ક્રિશય અને અયાના એક જ બાઈક ઉપર હોસ્પિટલ પહોંચ્યા...ગાડી બહાર જ પાર્ક કરીને બંને હોસ્પિટલ ની અંદર આવ્યા...અંદર આવીને પહેલી વાર આવેલા હોસ્પિટલ માં ક્રિશયે અયાના નું સ્વાગત કર્યું...
" વેલકમ મેમ..."
અયાના એ સ્માઇલ કરી અને હોસ્પિટલ ને નિહાળવા લાગી...
જાણે કોઈ વાદળો માં આવી ગઈ હોય એવી હોસ્પિટલ હતી...બધા માણસો હવામાં લહેરાઈ રહ્યા હતા...કોઈ રાજકુમાર ની જેમ ક્રિશય એની માટે કોફી લઈને આવી રહ્યો હતો... અયાના ઉભી થઈને એની નજીક આવી રહી હતી બંને વચ્ચે થોડું અંતર જ બાકી હતું...ત્યાં વચ્ચેથી દેવયાની એટલી જોરથી દોડીને ગઈ કે અયાના નું બેલેન્સ બગડી ગયું અને એ પડવા ની તૈયારી માં હતી ત્યાં ક્રિશયે એને કમરથી પકડી લીધી ...
અયાના એ એનો હાથ ક્રિશય ના ખભા ઉપર મૂકી દીધો... બંને એકબીજાને પ્રેમભરી નજર થી જોઈ રહ્યા હતા... અયાના ના ચહેરા ઉપર આવેલી એના વાળ ની લટો ક્રિશયે દૂર કરી ....
"હવે ઉઠી જા..." ક્રિશય ખૂબ પ્રેમ થી એને કહી રહ્યો હતો...
"શું..." અયાના જાણે સાંભળી જ ન હોય એમ ધીમેથી એને પુછી રહી હતી...
ક્રિશય ધીમે ધીમે એના કાન પાસે પોતાનું મોઢું લઈને આવ્યો...એના શ્વાસ અયાના ના ગાલ ઉપર અથડાઈ રહ્યા હતા...જે અયાના અનુભવી રહી હતી...
અયાના ની આંખો બંધ થઈ ગઈ હતી એની ધડકન ખૂબ વધારે ઝડપથી દોડવા લાગી...
ક્રિશય એના કાનમાં જોરથી બોલ્યો....
"એ હવે ઉઠી જા..આ...આ....."
અયાના ખુરશી ઉપર થી ઉભી થઇ ગઈ...
એના મમ્મી એની બાજુમાં ઊભા હતા...
"શું થયું...કેમ એમ હસતી હતી ..."
ત્યારે અયાના ને સમજાયું કે અત્યાર સુધી જે હતું એ એક સપનું હતું...
"શું હવે મમ્મી..." સ્માઇલ કરીને અયાના એના મમ્મી ને વળગી પડી..
અને ભગવાન ને એક જ પ્રાથના કરતી હતી કે ...' ક્રિશય સાથે નો આ સીન સાચો થઈ જાય...'
આપણે શું બોલ્યા છે એનો મતલબ આપણે જ જાણતા નથી હોતા પરંતુ ભગવાન તો જે બોલ્યા છે એ પૂરું કરી જ દેતા હોય છે આપણને સમજતા વાર લાગે છે...જ્યારે સમજાય છે ત્યારે આપણા બોલવા ઉપર આપણને જ પછતાવો થઈ આવે છે .... અયાના ના બોલેલા આ વાક્ય માં ' મારો ' શબ્દ ભૂલી ગઈ જેનાથી એનું આખુ જીવન પલટાઈ જશે જે એને અત્યારે નહિ સમજાય...
અયાના એ કરેલી ભગવાનને પ્રાથના સાચી થઈ જશે એ તો એણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય....
આ બાજુ હોસ્પિટલ માં આમ થી તેમ ભાગીને ક્રિશય કામ કરતો હતો ...મજાક જ્યાં સુધી સારો લાગે ત્યાં સુધી જ એ મજાક મસ્તી કરતો પરંતુ કામ ની બાબત માં એ ક્યારેય પાછળ ન રહેતો....
ક્રિશય ફરી એના શર્ટ ઉપર પડેલો દાગ જોઇને ગુસ્સામાં બબડવા લાગ્યો અને એના ઉપર હાથ ફેરવી રહ્યો હતો...પાણીથી ધોવાથી પણ એ દાગ નીકળ્યો નહિ અને વધારે પોતાનું રૂપ બતાવા લાગ્યો હતો જેથી ક્રિશય એની સાથે અથડાયેલી છોકરી ને ખરું ખોટું બોલીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યો હતો ...
લિફ્ટ થી બહાર આવેલ ક્રિશયનું ધ્યાન શર્ટ ઉપર પડેલા દાગ ઉપર જ હતું એટલે વચ્ચે આવેલી છોકરી નજરમાં ન આવતા એની સાથે એ અથડાયો....
પરંતુ આ વખતે એ છોકરી ની હાથ માં કોફી નહતી...
છોકરીનું બેલેન્સ બગડતા સંતુલન ગુમાવી બેઠી અને ક્રિશયે એને કમરમાંથી પકડી લીધી...છોકરી નો હાથ ક્રિશય ના ખભા ઉપર આવી ગયો....
ક્રિશય અને એ છોકરી ની નજર મળી...
(ક્રમશઃ)