મારી નજરે ગાંધી PRANAV BHAVESHBHAI YAGNIK દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી નજરે ગાંધી

ગાંધી એટલે ભારત દેશના પનોતા પુત્ર અને ગરવી ગુજરાત નો મોહન્યો. પૂરું નામ મોહનદાસ કરચંદ ગાંધી, સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠે પોરબંદર માં જન્મ ત્યાર બાદ અભ્યાસરથે રાજકોટ...ભાવનગર જેવા વિવિધ સ્થળે વિચરણ.
બાળપણ માં દરેક બાળક થી થતી ભૂલ પણ કરેલી જેવીકે સિગારેટ પીવી, ચોરી કરવી, જૂઠું બોલવું.. પણ આ આખી સફર જ તે સામન્ય બાળક માંથી મહા માનવ બનવા સુધીની રહી. આજીવિકા માટે વકીલાત નું ક્ષેત્ર પસંદ કરવાથી ઇંગ્લેન્ડ ખાતે બેરસ્ટર નો અભ્યાસ કર્યો ત્યાં સુધી અંગ્રજો ની રહેણી થી ચકાચોંધ અને તેમના જેવા બનવા માટે સતત પ્રયત્નશીલ પણ રહેતા. અભ્યાસ પૂર્ણ કરી સ્વદેશ આગમન કર્યા બાદ પણ પોતાની કેરિયર સેટ કરવા બવ મથામણ કરી પણ સફળતા હાથ ન લાગી ત્યાર બાદ ભાગ્ય જાણે વિદેશ ની ધરતી પર આવકારવા તૈયાર હોય તેમ દક્ષિણ આફ્રિકા તરફ પ્રયાણ કર્યું અહીંયા જાણે જીવન નું લક્ષ્ય સાવ અલગ જ દિશામાં માંડયું આનું કારણ હતું વિદેશ ની ધરતી પર સ્થાનિક અને બહારની પ્રજા વચ્ચેનો ભેદભાવ.. આ ભેદભાવ ના પોતે ઘણી વખત શિકાર બન્યા ત્યાર બાદ સત્યાગ્રહ ના નામ ના શાસ્ત્ર ( શસ્ત્ર) વડે યુદ્ધ આરંભ્યું અને ઘણા ખરા અંશે લોકો ને પોતાના હક મેળવવામાં સફળ રહ્યા, આ હક ની સાથે જ્યારે દેશ પ્રત્યે પોતાની ફરજ યાદ આવી હોય તેમ ત્યાંનો કેસ આટોપી સ્વદેશ પરત ફર્યા, અહી આવીને જ્યારે પોતે જેના જેવા બનવા જાય છે તેઓ ના આપણા લોકો પર થતો અત્યાચાર જોઈને આઘાત પામ્યા ત્યાર બાદ તો જાણે ઘણા બધા સંકલ્પો લઈને સિધ્ધ કરવા તત્પર બન્યા. સામાન્ય લોકો ને થતા અન્યાય ની સામે શસ્ત્ર થી સજ્જ એવા અંગ્રેજો સામે મૌન સમુ અહિંસામય સત્યાગ્રહ ના સુદર્શન ચક્ર ની જેમ વારા ફરતી નાના મોટા નિર્ણયો સામન્ય જનતા તરફ લેવડાવવામાં સફળ રહ્યા ...
જેમ માનવ માત્ર ભૂલને પાત્ર હોય એમ આ મહામાનવ એ સમયે કદાચ નાની પણ ઇતિહાસ માં ઘણી બધી ભૂલો કરી કદાચ આ ભૂલો તે સમયે યોગ્ય હતી પણ પાછળ થી જોઈએ તો એક સુંદર શોર્યમય ચહેરા માં ખીલરૂપી ડાઘ સમાન લાગે આમાં વિશ્ર્વયુદ્ધ સમયે અંગ્રેજો વિરૂદ્ધ કોઈ પણ પ્રકાર ની કવાયત ના કરતા તેઓને સંપૂર્ણપણે સાથ આપ્યો.... અંગ્રેજો વિરુદ્ધ એકસંપ થયેલ કોંગ્રેસ જ્યારે તૂટવાની અણી ઉપર હતો ત્યારે પોતાના સાથીઓને મનાવવામાં નિષ્ફળ( બે ભાગલા જહાલવાદ મવાળવાદ).....જો ધારેત તો ક્રાંતિકારીઓ ને ફાંસી અટકાવી શક્યા હોત અને સૌથી છેલ્લે આમ તો આ ગાંધી ની ભૂલ તો ના કહી સકાય પણ એક માંથી બે દીકરા ને છુટા કર્યા( ભારત - પાકિસ્તાન)....ત્યાર બાદ અખંડ ભારત ના સ્વપ્ન ના પડતી ની શરૂઆત...

આ બધું હોવા છતાં પણ પોતે એક સામન્ય જિંદગી ગુજારી પોતે પ્રખર રાજકારણી ના હોવા છતાં સંતો માના રાજકારણી ની જેમ જીવન ના અંત સુધી પક્ષ ને જરૂરી સલાહ સૂચન આપતા ગયા, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પોતે ગુમનામ થઈ છેવાડા ના વિસ્તારો માં જરૂરિયાત મંદો ની સેવામાં લાગી ગયા આ દરમિયાન દેશ આઝાદ થયો એની કરતા દેશ ના ભાગલા પડ્યા એનું દુઃખ વધારે હતું..
આ સિવાય પોતાના જીવન ના ઘણા દિવસ જેલ માં ગુજારી પોતાના જીવન નું આત્મા અનુભવ ના નિચોડ સમાન સત્ય ના પ્રયોગો નામની પુસ્તકરૂપી ભેટ આપી.
આ સિવાય પણ એમના સિધ્ધાંતો જેવા કે સત્ય, અહિંસા, અપરિગ્રહ,.પ્રાર્થના વિશે ની સમજ અને મહત્વ, સ્ત્રી શિક્ષણ ઉપર ની ગહન સોચ, કેળવણી બાબતે ના અતિઉત્તમ વિચારો વગેરે થકી હાલ ના સમયમાં પણ વૈચારિક હાજરી પુરાવતા બાપુ લોક હર્દય ના રાષ્ટ્ર પિતા બન્યા.

આમ જો આજના માનવ સમાજ માં લોકોનો હૃદય માં થોડેક અંશે પણ સાચો ગાંધી વસશે ત્યાં સુધી લોકશાહી નામ ના વટવૃક્ષ ની શાખા લહેરાતી રહેશે....

( આ લેખ માં લખેલ વિચાર મારા અંગત છે આનાથી કોઈને દુઃખ થયું હોય તો શબ્દ રૂપી માફીનો સ્વીકાર કરવા નમ્ર વિનંતી)