હત્યા કે આત્મહત્યા ? PRANAV BHAVESHBHAI YAGNIK દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હત્યા કે આત્મહત્યા ?

તા. 12 ડિસેમ્બર ના રોજ મહેસાણા ગામ ના તળાવ માંથી એક આધેડ વયના પુરુષ ની લાશ મળે છે, આ બાબત ની પોલીસ દ્વારા તપાસ કરતા આ લાશ મહેસાણા ના વિદ્યાભવન ખાતે રહેતા રમેશભાઇ ની હોવાની માલૂમ પડે છે પોલીસ પોતાની જરૂરી સરકારી કાર્યવાહી કરી લાશ નો કબજો રમેશભાઈ ના પરિવારજનો ને સોંપી દે છે, રમેશ ભાઈ ની લૌકિક ક્રિયા બાદ પોલીસ ચોપડે આત્મહત્યા ના કેસ લખી ફાઈલ પૂર્ણ કરી દેવામાં આવે છે.

{ વાસ્તવ માં આ હત્યા છે કે પછી આત્મ હત્યા ???!}

આશરે 25 દિવસ પહેલા.....

વિદ્યાભવન ની તકતી લગાડેલા ઘર માંથી ઉગ્ર રૂપે થતી ચર્ચા નો કોલાહલ સંભળાઈ રહ્યો હોય છે, આ કોલાહલ નું કારણ .....ધોરણ 12 સાયન્સ માં અભ્યાસ કરતો વિનય અને કોલેજ ના અંતિમ વર્ષ માં અભ્યાસ કરતો વિકાસ આ બંને ભાઈઓ ઘરપરીવાર ના વિકાસ બાબતે પિતા રમેશભાઈ ને ઘણી બધી ખરા ખોટી એકદમ વિનય વગર સંભળાવી ઉગ્ર સ્વરૂપે બાખડી રહ્યા છે::

વાસ્તવ માં વિદ્યાભવન ખાતે રહેતા રમેશભાઇ પોતે પોતાના ઘરપરીવાર ના ભરણ પોષણ માટે સામાન્ય એક કુરિયર સર્વિસ માં વર્ષોથી નોકરી કરી સામાન્ય કમાણી માં જીવી રહ્યાં હતાં આમ ટૂંકી કમાણી હોવા છતાં પણ પોતાની જરૂરિયાત માં કાપ મૂકી પોતાના બંને દીકરા ના ઉચ્ચતમ અભ્યાસ માટે પોતે એક સિક્યોરિટી સર્વિસ માં નાઈટ વોચમેન તરીકે એક્સ્ટ્રા નોકરી કરી પોતાના દીકરા માટે ભણવાની વ્યવસ્થા કરીને જીવન જીવી રહ્યા હતા.

હવે વાત કરી વિકાસ અને વિનય ની તો બંને ના નામ એવા ગુણ એ ઘરની બહાર ની દુનિયા માટે બાકી તો પોતે પોતાના મિત્રો ની દેખાદેખી કરવામાં અને પશ્ચિમી સંસ્કૃતિ પાછળ ગાંડા ઘેલા બની લોક દેખાડ માં પોતાના પિતા પાસે હાથ ખર્ચ માટે વધારે રૂપિયા, પાર્ટી કરવામાટે એક્સ્ટ્રા રૂપિયા , બ્રાન્ડ ન્યૂ સ્માર્ટ ફોન, હરવા ફરવા માટે બાઈક અને મિત્રો ને ઘરે આમંત્રિત કરવા માટે એક મોટા ઘર ની માંગણી રોજ બરોજ કરી પિતા સાથે મગજમારી કરી રોજબરોજ પિતા ને આડકતરી કે પછી સિધિરિતે ઘણી બધી ખરાખોટી સંભળાવી પિતા ને ન કહેવાનું કહી પિતા ની રૂપિયા કમાવવાની આવડત વિશે ઘણું બધું બોલી પિતા નું અપમાન કરે છે..

હવે આપણે રમેશ ભાઈ ના ભૂતકાળ વિશે જરા જાણી લઈએ.....

રમેશભાઈ જ્યારે આશરે સત્તર વર્ષ ના હતા ત્યારે તેઓની માતા નું મૃત્યુ નીપજ્યું. ઘરની આર્થિક પરિસ્થિતિ તો પહેલેથીજ ડામાડોળ હતી, અધૂરામાં પૂરું તેમના પિતા તેમના માતા ના ગયા પછી દારૂ ની લતે ચડી ગયા. હવે રમેશભાઈ અને એ સિવાય એમના નાના ભાઈ તથા બહેન એમ ત્રણ જણા ના નાનો પરિવાર હવે કોઈ આધાર વિહોણો થઈ ગયો. આથી ઘર ની જવાબદારી પોતે જવાબદાર વ્યક્તિ તરીકે ઉપાડી બહેન તથા ભાઈ ના અભ્યાસ માટે પોતાનો અભ્યાસ મૂકી તે સમયથી જ પોતે કુરિયર બોય તરીકે એક સેફ નોકરી પસંદ કરી પોતાના બંને ભાઈ બહેન નો અભ્યાસ તથા લગ્ન ખર્ચ માટે ઉધાર લઈ સૌપ્રથમ ભાઈ તથા બહેન ની જીંદગી થાળે પાડી....ત્યાર બાદ હજી હવે પોતાના જિંદગી ના વિકાસ માટે નવી નોકરી ની શોધ કરવાનું વિચારતા હતા ત્યારે જ પિતા નું અકાળે અવસાન થવાથી તેઓ ની લોક્કિક વિધિ માટે ફરીથી ઉધાર પૈસા લઈ કામ પતાવ્યું.
હવે ટૂંકા પગાર માં ઉધાર લીધેલા પૈસા એમ કઈ તો ચૂકવાય ના જાઈ ????,,,,
અમુક વરસો બાદ પોતાનો સંસાર આગળ ધપાવવા મીતા સાથે લગ્ન કરી પોતાનું સાંસારિક જીવન સાદાઈ થી શરૂ કર્યું.ઘર સંસાર આગળ વધતા વિકાસ અને વિનય નો જન્મ થયો. હવે ઘર વખરી માટે જેમ તેમ કરી ટૂંકા પગાર માં પોતે બે પાંદડા ભેગા કરી ઘરસંસાર નું પૈડું ગબડાવતા. આમ ને આમ તેઓ પોતે પોતાના શોખ ત્યજી આર્થિક સંકડામણ માં રહી પોતાના બેઉ દીકરા ના ઉચ્ચતમ અભ્યાસ માટે નાણાં ની વ્યવસ્થા કરતા રહેતા.

જેમ સમય બદલાયો તેમ વિકાસ અને વિનય મોટા થયા હવે બને ની મિત્રતા ની સોબત ખોટી થવાથી તથા પોતાના મિત્રો ની દેખાદેખી માં તથા હીરો જેવી જીવન જીવવાની ઝંખના માં ઘણા સમય થી પોતાના પિતાને ટોના મહેણા મારી ખરું ખોટું સંભળાવી માનસિક આઘાત પોહચડતા હતા.

ઘણા દિવસ આવું ચાલ્યું રાખ્યું.પરંતુ એક દિવસ રમેશભાઈ આ માનસિક આઘાત સહન ન કરી શક્યા અને પોતાના બેઉ દીકરા સાવ પોતાની પરિસ્થિતિ સમજી ન શક્યા તેના આઘાત માં તેઓએ પોતાના જીવન નો અંત લાવી દીધો.

આમ આ આત્મ હત્યા સાચા માં આત્મહત્યા નહિ પરંતુ દીકરા દ્વારા માનસિક હત્યા, માનસિક વિચારો ની હત્યા, હતી......
.....
..
..
.

આ ઉપરની વાર્તા એ હાલ ની પરિસ્થિતિ નું નિરૂપણ સ્પસ્ટ રીતે કરે છે આજ ના સમય માં યુવાનો પોતાના શોખ તથા લાઈફ સ્ટાઈલ ઊંચી લાવવા તથા મિત્રો ની દેખા દેખી માં સાચા ખોટા નું ભાન રાખ્યા વગર માં બાપ ને ઘણું બધું કહે છે પરંતુ સચામાં માં બાપ તમારું જીવન બહેતર બનવાના પ્રયાસો માં રાત દિવસ મહેનત કરી પોતાના સર્વસ્વ નો ત્યાગ કરી ફક્ત ને ફક્ત તમારા માટે જીવી રહ્યા છે માટે તેઓની ભાવના તથા વિચારો ને માન આપી તેઓ ને ઠેસ ન પહોંચે એવું વર્તન કરી માં બાપ નું ઋણ તો તમે ચૂકવી નઈ સકો પરંતુ ઋણ ના એક ભાગ તરીકે તેઓને તમારા કારણે સમાજ માં કે ક્યાંય પણ નીચું ન જોવું પડે તેવું તો તમે કરી જ શકો છો....



જય હિન્દ
જય જય ગરવી ગુજરાત