આશરે બપોર ના બરોબર મધ્યાહને સૂરજ માથે હોય એ સમય પણ જાણે કુદરતને ભાદરવો ભરપૂર કરવો હોય તેમ બપોર ના બાર વાગે પાણી ભરેલા કાળા ઘનઘોર વાદળોથી વાતાવરણ સમીસાંજ નું ભાસી રહ્યું હતું આ સમયે અમરેલી જિલ્લા ના રાજપર ગામના પોલીસ ચોકી માં સાહેબ ધીમી ધાર ના વરસાદની મજા ગરમા ગરમ ભજીયા અને ચા નો લુફ્ટત ઉઠાવી રહ્યા હતા એ સમયે ચોકી ની બાર બેસેલો હવાલદાર એક સફેદ કાગળ સાથેનો વરસાદના પાણી થી થોડોક ભીંજાયેલો એક નાનામો પત્ર આપી ગયો, આ પત્ર વાંચી સાહેબ ચોકી ગયા કેમ કે મિત્તલ સાહેબ પોતે હજી આ ગામ માં છેલ્લા પંદર દિવસ થી જ આવેલા અને સ્વભાવે ખૂબ જ ઈમાનદાર માટે જ આ પત્ર વાંચતાની સાથેજ આગળની કાર્યવાહી ની રૂપરેખા પોતાના મન માં નક્કી કરી નાખી.
હવે એવું તો શું હતું આ નાનામાં પત્ર માં કે સાહેબ ગરમા ગરમ ભજીયા પણ સાહેબ ની રાહ જોતા જોતા વાતાવરણની માફક ટાઢા બોળ થઈ નરમ બની ગયા!!!!!
આ નનામા પત્ર માં આગળના સાહેબ તેમજ તાલુકા ના રાજકીય અગ્રણી ની રહેમ નજર નીચે ચાલતો કાળા ઝેર સમાન દારૂ નો ધંધો કેવી રીતે ખૂબ જ ફલ્યો ફાલ્યો હતો અને આ વ્યસન ના ઝપટમાં ગામના નવયુવાનો આવી ગયા હતા અને બેએક મહિના પહેલા ના દેશીદારૂ ના કાંડ માં ગામના પાંચેક વ્યક્તિ એ જીવ થી પણ હાથ ધોવા પડ્યા હતા આમ ગાંધી ના ગુજરાત માં દારૂબંધી નો કાયદો ફક્ત કાગળ પર જ હોવાની વાત ની વિગત દર્શાવી હતી.
આ પત્રની અસરના લીધે બે દિવસ માં જ ગામ માં સોપો પડી ગયો કેમ કે મિત્તલ સાહેબ ની કાર્યવાહીને કારણે જાણે ગુનેગાર ને સજા મળી હોય તેમ બૂટલેગરો જેલ ના સળિયા ની પાછળ હતા આ કાર્યવાહી ન કરવા માટે સાહેબ ને ઉપરથી ઘણું પ્રેશર આવ્યું પણ સાહેબ એક ના બે ન થયા અને ગુનેગાર ને સજા અપાવવા તત્પરતાથી કડક કાર્યવાહી કરી.
પણ આશરે પંદર દિવસમાં જ મિત્તલ સાહેબ ની બદલી રાજસ્થાન સરહદ નજીક છેવાડાના ગામ માં ફરજ પર મુકાયા અને ગામના દારૂ નો વેપલો કરતા બુટલેગર ને આઝાદી મળી ગઈ હોય તેમ જેલ માંથી બહાર આવી ફરીથી પાછા પોતાના મૂળ ધંધે વળગ્યા.
આ બધી ઘટના ને હજી થોડોક સમયજ વીત્યો હતો ત્યાં ગામના જ્ઞાન થી પ્રબુધ્ધ એવા શાળાના ભૂતપૂર્વ આચાર્ય રમેશભાઈ ની અકસ્માત દ્વારા હત્યા કરાઈ કેમ કે રમેશભાઈ દ્વારા લખાયેલ નાનામાં પત્ર ની જાણકારી હસ્તાક્ષર સાથે મેળવી ચોકી ના જ હવાલદારે રાજકીય અગ્રણી ને આપી હતી. આમ હવે ફરીથી ગામ ના યુવાનો વ્યસન ની લતે વળગી અને બૂટલેગરો પોતાના ધંધા ને નવા આવેલા સાહેબની મીઠી નજર હેઠળ વિસ્તારી રહ્યા છે.
આ રીતે ઈનામ ના હકદાર લોકો ને અત્યંત કારમી સજા પ્રાચાર્ય ને મોત સ્વરૂપે જ્યારે મિત્તલ સાહેબ ને કરિયરના ખરાબ સમય રૂપે મળી જ્યારે સજા ના સાચા હકદાર એવા બુટલેગર ને ધંધા ની બરકત રૂપે જ્યારે રાજકીય અગ્રણી ને આવનારી ચૂંટણી માં ગામ ના સરપંચના પદ ની તાજપોશી રૂપે મળી. આ સાથે જ ગામ ના યુવાનો ખરાબ આદત વડે ગામ ને દુર્ગતિ ના પંથે અત્યંત ઝડપથી આગળ ધપાવી રહ્યા છે.
આમ હજી હાલ પણ ભૂતપૂર્વ આચાર્ય ના મોત નિપજાવી નાખનાર આરોપીને સજા અપાવવા આચાર્ય ની વકીલ પુત્ર હાઈ કોર્ટ માં કેસ લડી રહ્યો છે જ્યારે ગુનેગાર ને પકડનાર મિત્તલ સાહેબ આરોપી વિરૂદ્ધ બધા સબૂત આપી દીધા છતાં કોર્ટ માં હાજરી પુરાવવા દર મહિને લાંબા પ્રવાસ ખેડી રહ્યા છે.
શું ફરીથી આ જ ઇતિહાસ નું પુનરાવર્તન થશે કે પછી સાચા ગુનેગાર ને તેમને કરેલા ગુના ની સજા મળશે એ તો આ કોર્ટ ની કાર્યવાહી નો લાંબો સમય ઉપર જ નિર્ભર છે!!!