Rest books and stories free download online pdf in Gujarati

વિશ્રામ

સત્ય લોક માં ભગવાન શ્રી વિષ્ણુ જ્યારે વિશ્રામ અવસ્થા માં આરામ માં સમય વ્યતીત કરતા હતા ત્યારે ભૂલોક માંથી સત્ય લોક માં વિચરનાર મુનિ શ્રી નારદ ભગવાનની આરામ અવસ્થા માં ખલેલ પાડી જણાવે છે કે ' હે પ્રભુ આપતો આખા જગત નું પાલન પોષણ કરનારા છો ત્યારે આપ આ પૃથ્વીવાસીઓ ના મન ની ઈચ્છા કેમ પૂરી નથી કરી રહ્યાં ' અહી ભગવાન નારદ મુનિ ને જણાવે છે કે મને આપશ્રી જણાવશો કે લોકો ને સૌથી વધુ મારા તરફ થી અપેક્ષા છે??
ત્યારે મુનિ શ્રી નારદ જણાવે છે કે હે સર્વ જ્ઞાતા ઇશ્વર ભૂલોક માં દ્વાપર યુગ અંતિમ ક્ષણો માં છે અને તેઓના સમય ગાળા મુજબ વર્ષ ૨૦૧૯ ચાલી રહ્યું છે અને મોટા ભાગ ના લોકો ની ઈચ્છા એવી છે કે જે વસ્તુ કઈ ચાલી રહી છે તેઓ માં બધા ને વિશ્રામ ની ખુબજ. આવશ્યકતા છે જેમ કે વિદ્યાર્થી મિત્રો ને ભણતર માંથી આરામ જોઈએ છે, પુરુષ વર્ગ ના ને થોડોક સમય ધંધા કે પછી નોકરી માંથી વિશ્રામ જોઈએ છે, મહિલા વર્ગ ને પોતાના કામ માંથી વિશ્રામ જોઈએ છે, આમ મોટા ભાગ ના લોકો પોતાની વર્તમાન પરિસ્થિતિ માંથી છુટકારો ચાહે છે માટે આપ અમુક અંશે તો આપ તેઓ ની ઈચ્છા પૂર્ણ કરી શકો જ છો જો આવું કરશો તો તેઓનું જીવન આનંદમય બનશે અને સૌથી વધુ તો માનવ સિવાય ના જે પણ જીવો પૃથ્વી પર વ્યાપ્ત છે તેઓ આ ક્રૂર માનવી થી પોતાની જાત ને બચાવવા વિશ્રામ ની માંગણી કરી રહ્યા છે માટે પ્રભુ આપ તેઓ ની લાગણી ને માન આપી તેઓ ની ઈચ્છા સુપેરે પૂરી કરો.
આ સાંભળી પરમાત્મા કહે છે હે દેવર્ષિ નારદ માણસ જાત ને આપણે પૃથ્વી પર જ્ઞાન નો ફેલાવો કરવા માટે મોકલી હતી પરંતુ તેઓ તો જ્ઞાન થી અવળા માર્ગે ચડી પોતાના કાર્ય થી વિમુખ થવા પ્રેરાય છે તો પણ વાંધો નહિ તેઓ ની આ ઈચ્છા નાહક ની ખોટી જ છે પરંતુ ચલો લોક ચાહના ને માન આપી તેઓની અંહક ની માંગણી આવતા વર્ષે સ્વીકારી તેઓ ના માનસ માં ફરીથી પોતાના મૂળ ઉદ્દેશ તરફ પહોંચે તેઓ પ્રયત્ન કરી જોઈએ અને આનાથી કદાચ તેઓ પોતાને સર્વ શકિતમાન માનવા લાગ્યા છે તેઓ નો અહંકાર પણ તોડી દઈએ.
હવે પોતાની લીલા દ્વારા વર્ષ ના અંત માં કોરોના રૂપી દાનવ ને જનમવવાનું કહે છે ત્યારબાદ આ દાનવ દ્વારા શરૂઆત માં તો દરેક ને પોતાની અયોગ્ય માંગણી સંતોષાતી લાગે છે ત્યારે ટૂંક સમય માટે તો આનંદ પામે છે પણ જ્યારે આ વધુ સમય માં દાનવ નો ત્રાસ વધવાથી તેઓ સંપૂર્ણ પૃથ્વી ને વેરવિખેર થતા જુવે છે અને પોતાના સ્વજન ને કારમી વિદાય આપે છે ત્યારે પોતાનો અહમ ભાંગતા જુએ છે ત્યારે તેઓ ફરીથી પોતાની શક્તિ નું ભાન થતાં જ પરમ શક્તિમાન ઈશ્ર્વર ના પોતે શરણાગત છે અને આ વખતે તો લોકો ની દ્રવિત પ્રાથના થી બ્રહ્મલોક પણ દ્રૂજી ઉઠે છે ત્યારે ફરીથી પરમ સતાધિશ લીલા કરી આ કોરોના રૂપી દૈત્ય નું હરણ કરવા ના યત્ન ચાલુ કરે છે ત્યારે તેઓ જુએ છે આતો માનવ નું થોડા સમય નું જ શાણપણ છે ને પાછા ઘણા ખરા લોકો આસુરી વૃતી ને આધીન લોકકલ્યાણ ના કાર્યો ને બદલે પોતાના જ હિત કરનાર ન કરવાનું કૃત્ય કરે છે ત્યારે તેઓ જેમ સૂકા ભેગું લીલું બળે એમ ફરીથી એક બીજી લહેર રૂપી કારમી થપાટ મારે છે ત્યારે પણ અમુક લોકો તો નથી જ સુધરતાં.
પરંતુ ફરીવાર લોકો ની માંગણી અનુસાર આ કોરોના રૂપી દૈત્ય ને શાંત પડવાનું ફરમાન બહાર પાડે છે.

હવે પરિસ્થિતિ થાળે પડતાં જ વર્ષ ૨૦૨૨ માં જ ભગવાન નારદ શ્રી સાથે પોતે પેટ છૂટી વાત કરે છે કે માણસ ને મે પ્રાથના રૂપી અનોખી શક્તિ આપી છે પરંતુ તેઓ તેનો અવિવેકી ઉપયોગ કરી ફક્ત પોતાના ઉપભોગ માટે બીજાનું ધનોત પનોત કરી નાંખે છે માટે મારે યોગ્ય સમય અનુસાર તેઓને સત્ય ના માર્ગે લાવવાજ પડશે અને હવે અમસ્તોય દ્વાપર યુગ પોતાના અંત સમય નજીક જઈ રહ્યો છે અને કલી નો પ્રારંભ થશે ત્યારે તો મારે નિર્દયી થાય આનાથી વિનાશક પગલાં ભરવા પડશે પરંતુ હજી આના નિવારણ નો ઉપાય છે સૌ ફરીથી પોતાની મતી અનુસાર પોતાના ભાગે આવતું કાર્ય કરી પોતાના આત્મા ને જાણવા પ્રયત્ન કરે આમ કરવાથી તેઓ ખરાબ સમય ને ટાળી તો નહિ શકે પરંતુ તેઓ સમય ને ઘણો ખરો પાછો ઠાલવી શકસે.
ચલો મુનિ શ્રી નારદ આપ આપનું. કાર્ય કરતા રહેજો અને મને લોકો ના મનોભાવ ની પરિસ્થિતિ નું વિવરણ આપતા રહેજો હાલ તો હવે મારા વિશ્રામ નો સમય થઈ ગયો છે.


નોંધ:::: આ રચના ફક્ત મારી અંગત વિચારધારા નું પરિણામ છે માટે આને સૌ એ પોતાની વિચારધારા અનુસાર માફક ના આવે તો લાગણી દુભાવી નહિ અને જો કદાચ દુભાય હોય તો એ બદલ હું માફી ચાહીશ આ ફકત મારા દ્વારા રચેલ કાલ્પનિક વાર્તા છે.


હવે પછી...........

ભારત માં કોરોના માતા ના મંદિર વિશે ની વાર્તા ટુંક જ સમય માં...........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED