એક શાંત સરોવર થી થોડેક દૂર વસેલા રહેણાક વિસ્તાર માં ઉનાળા ની ભરબપોરે જાણે પાણી માં વમળો ઉત્પન્ન થયા હોય તેમ ખૂબ જ શાંત વાતાવરણ માં એકા એક કોલાહલ છવાઈ ગયો, આ કોલાહલ થી આજુ બાજુ વસતા પાડોશીઓ પોતાની નિંદ્રા ને દુર ભગાડી પરિસ્થિતિ ને સમજવા માટે આંખું ચોળતા ચોળતા બહાર આવીને જુએ છે ત્યાં સૌથી છેલ્લે રહેલા અમન ભાઈ ના ઘર માં થી આ કોલાહલ નો રણકાર આવતો હોય તેવું મનોજભાઈ ને લાગ્યું, હજી આ અવાજ ની પાછળ જાય એ પહેલાં જ ત્યાંથી અમનભાઈ ના પત્ની રોતા રોતા બહાર આવી પોતાની વ્યથા મનોજભાઈ ના પત્ની સહિત ત્યાં એકઠા થયેલા સૌ સમક્ષ ઠાલવે છે, તેઓ પોતાની વ્યથા કંઇક આવા શબ્દો માં રજુ કરે છે..............." હે ભગવાન, શું કરું હવે હું, કંઇક રસ્તો બતાડ મને હવે આ પરિસ્થિતિ માંથી ઉગારવાનો, હવે તો આ રોજ નું થયું છે , આ મારો વર સાવ નવરો પોતે કઈ કામ ધંધો સરખો કરવો નહીને આવીને બધો પાવર મારી ઉપર ઉતારવાનો દરેક બાબતે કંઇક ને કંઇક વાંક કાઢીને મારઝૂડ કરવાની, હજી તો તે આવ્યો ને ત્યાંજ જમવા બેસતી વખતે મે તેને રાશન ની દુકાને જૂના બાકી દેવાના પૈસા બાબતે યાદ કરાવ્યું ત્યાંતો " નબળો ધણી બૈરી પર શૂરો" ની જેમ મને મન ફાવે તેમ બોલીને મને આડેધડ લાફા ઝીંકવા લાગ્યો , હાથ માં જે આવ્યું તે માર્યું આથી હું મારી જાત ને બચાવવા મારી બે વરસ ની દીકરી ને લઇ બહાર દોડી"
ત્યારે જ મનોજભાઈ અમન ને ઘરેથી બહાર નીકળીને બોલતા સાંભળે છે હજી પણ તેના મુખારવિંદ માંથી નામની વિરૂદ્ધજ
અપશબ્દો ની સુરાવલી નીકળી રહી હતી મનોજભાઈ સહિત બે ત્રણ લોકો ત્યાં સુધી ધસી જઈ તેને શાંત પાડે એ પહેલાંજ પોતે ઘરથી દૂર બાઈક લઈ રખડવા નીકળી પડ્યો.
અહી નવા રહેવા આવેલા વકીલ મીરાબેન અમનની પત્ની ને પતિ વિરૂદ્ધ શું કાર્યવાહી થઈ શકે તે પહેલા જ અમન ના ઘરે થી સાસુ નો અવાજ આવ્યો ' ચાલો વહુ બેટા, ઘર માં આવી જાવ આતો સાવ રખડુ અને નિક્કમો છે મારાજ સંસ્કારો માં કૈક ખોટ છે જેના લીધે આ બગડેલ આપણા સૌ નું જીવન રોજે રોજ વેરવિખેર કરે છે હવે આપણે થોડું એના જેવું થવાય ભાગ્ય માં આવી પડ્યું છે એટલે સહન કરવા સિવાય શું છૂટકો,,? .....આટલું સાંભળતા જ અમન ની પત્ની પોતાના પાલવ થી આંખમાંથી ઝરતા આંશુ ના ઝરણાં ને લૂછતી લૂછતી ઘર ની અંદર વઇ જાય છે.
મીરા બેન આ જોઈને આશ્ચર્યચકિત થઈ આ શું બન્યું એવી પ્રશ્નાર્થ નજરે મનોજભાઈ ના પત્ની સામે જોયું ને તરત જ રમીલા બહેન આંખની વાત સમજી ગયા હોય તેમ અમન ની પત્ની શાંતિ વિશે જણાવે છે ....બેન આનુજ નામ તો મજબૂરી!! શું કરે બિચારી, પતિ કઈ કમાતો ધમાતો નથી પોતે આખી સોસાયટી ના વાસણ માંઝી ઘરના નાના મોટા ખર્ચા પૂરા કરે ત્યાં આ નખોદ કસમયે આવી બિચારીને ખૂબ રંઝાડે.... આવું તો રોજ પરંતુ કોઈ વાર હાથ ઉપાડી શારીરિક અત્યાચાર કરે અને ઘડિયે પડીએ પિયર મોકલવાની ધમકી આપે અને આજ બિચારીની મજબૂરી પિયર માં પોતાનું નામ માત્ર ની વિધવા માં અને એનું ભાડે રાખેલું ઘર એટલે બિચારી ના છૂટકે પોતે આમને આમ હેરાન થઈ ઘર માં વ્યાપેલી અશાંતિ ને શાંત કરવાનો મજબૂરી માં નઠારો પ્રયત્ન કરે.!!!!!!
આ ઘટના બન્યા ને પચીસેક મિનિટમાં જ આખા મહોલ્લા માં જાણે કઈ બન્યું ન હોય તેમ સરોવર ના પાણી ની માફક નીરવ શાંતિ છવાઈ ગઈ પણ મનોજ ભાઈ આ ઘટના ને વિચારી દુઃખી થઈ પોતાના મન ને મારી સાથે રાતે ચોગાન માં રમતું મૂકી દઈ મને પણ વિચાર ન ચકડોળે ચડાવી ગયા ......કે મજબૂરી જીવન માં કેવા કેવા દિવસો દેખાડે;!!!!!!!!!!
( સત્ય ઘટના થી પ્રેરિત)