પરિવર્તન PRANAV BHAVESHBHAI YAGNIK દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિવર્તન

હાલ ના સમય માં આખું વિશ્વ એક મહામારી ના સકંજા માં સપડાયેલું છે ત્યારે આખું વિશ્વ વસુદ્યેવ કુટુમ્બકમ ની ભાવના સાથે સાથે મળી ને આ મહામારી નો સામનો કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ સમય માં ભારત દેશ પણ આ મહામારી ની અસર થી બાકાત નથી તેથી આ મહામારી ની અસર ઓછો માં ઓછી થાય તે હેતું થી સંપૂર્ણ દેશ માં લોકડાઉન કરવામાં આવ્યું.
પરંતુ આપણા લોકો કોઈ પણ વાત એક વાર માં તો સમજતા જ નથી તેથી સરકાર દ્વારા ભારત ના પોલીસ જવાનો ને આ લોકડાઉન્ન નું કડક માં કડક પાલન કરવા માટે સૂચના પણ આપવામાં આવી.

હવે વાત કરી એ આપણે વિસ્મય ની વિસ્મય પોતે આ વખતે કોલેજ ના છેલ્લા વર્ષ ની પરીક્ષા આપી વેકેશન માં એને ફરવા જવાનો પ્લાન કરેલો પરંતુ આ મહામારી ના કારણે તેની આ ફરવા જવાની ઈચ્છા ઉપર પાણી ફરી વળ્યુ તેથી તેને હવે પોતાના ઘર માં જ આ સમય પસાર કરવાનો વારો આવવાનો હતો. પરંતુ વિસ્મય પોતે કોઈ દિવસ ઘર માં દિવસે 2 થી 3 કલાક પણ રહી શકે તેમ નહોતો કારણકે તેને તેનો પોતાના ચંચળ સ્વભાવ ના કારણે તેથી તે પોતે રોજ ઘરની બહાર જ આટા ફેરા મારી પોતાનું વેકેશન ગાળી લોકો ની મજાક મસ્તી કરતો. જ્યારે કોઈ પણ પોલીસ જવાન રોકે તો તેને ખોટું મેડિકલ ની બહાનું કે કોઈ પણ એન કેન પ્રકારે બહાના બનાવી છૂટી જાય પોતે જાણે કેટલુંય મોટું પરાક્રમ કરેલ હોય તેમ મોટી મોટી વાતું કરીને તેના મિત્રો પર પોતાનો પ્રભાવ ફેલાવી તેઓ ને પણ ઉસકેરતો.
જ્યારે હવે પોલીસ દ્વારા ચુસ્ત રીતે નિયમ નું પાલન કરવામાં આવ્યું ત્યારે વિસ્મય ને પણ થોડોક મેથી પાક નો પ્રસાદ નો લાભ મળ્યો તેથી હવે પોતાના શરીર ને વધારે પીડા ના આપવાના ઇરાદે થી ફક્ત શેરી ના નાકે મિત્રો સાથે આખો દિવસ પસાર કરતો જ્યારે પોલીસ પેટ્રોલિંગ માં આવે ત્યારે નાની ખાંચા ગલી માં છૂપાઈ ને ફરી થી મિત્રો સાથે એક્ઠા થતો.

વિસ્મય આવું બધું એટલે કરતો કે તેને એમ હતું કે હજી પોતે તો યુવાન છે તેથી કદાચ તે વાઇરસ ના સંક્રમણ નો શિકાર બને તો પણ તેને કઈ અસર થવાની નથી અને આમ પણ પોતે કોઈ બહાર થી આવેલા લોકો ના સીધા સંપર્ક માં તો આવવનો ના હતો જેથી ખોટું ઘર માં બેસી રહેવા કરતાં પોતે પોતાના મિત્રો સાથે સમય પસાર કરે.
આમ તેને પોતે પોતાની આ પ્રવૃત્તિ ચાલુ રાખી.

હજી તો બે દિવસ થયા હસે કે ત્યાજ વિસ્મય ને થોડીક શરદી ઉધરસ સાથે તાવ આવ્યો જેથી વિસ્મય ને એમ કે રોજ ઠંડા પીણા પીવાની આદત હોવાથી કદાચ શરદી થઈ ગઈ હસે પરંતુ તે પણ પોતે શિક્ષિત હતો તેથી તેને લાગ્યું કે હું પોતે દાક્તર પાસે જઈને આ માટે ની તપાસ કરાઇ લવ ત્યાર બાદ પોતે દવા લયાવ્યો. હવે હજી બે દિવસ બાદ પણ તેને સહેલાઈથી શરદી ન મટતા તેને શંકા ગઈ કે કદાચ પોતે આ સંક્રમણ નો શિકાર નથી બની ગયો ને તે ફટાફટ પોતે સરકારી દાક્તર ને જાણ કરી પોતાની તપાસ કરી પોતે સારવાર માટે આઇશો લેટ થઈ ગયો. અને રિપોર્ટ આવતા તેની શંકા સાચી પડી તેને પોતાને આ વાઇરસ નો ચેપ લાગી ગયો તેથી તેને બીજા દર્દીઓ ની સાથે સારવાર માટે દાખલ કરાયો.

અહી વિસ્મય પોતે અચરજ પામી બીજા દર્દી ઓ ની કણસતી પરિસ્થિતિ ને જોઈ ને ખુબ જ દુઃખ સાથે પસ્તાવો કરવા માંડ્ય. હવે તેને ખબર પડી કે શા કારણ થી સરકાર અને પોલીસ ના લોકો આટલી બધી સજાગતા રાખતા હતા અહી તેના મન માં એક ખૂબ જ મોટું પરિવર્તન આવવાની શરૂઆત થઈ. હવે એ પોતે પોતાની રોગપ્રતિારકશક્તિ વધારે હોવાથી તેને આ રોગ ઉપર જીત મેળવી 15 દિવસ ની સારવાર લઈ સજો થઈ વધારે તકેદારી રાખવા માટે પોતે પોતાના ઘર પર એક રૂમ માં પુરાઈ રહેતો હવે તેને વિચાર્યું કે પોતે તો કંઈ બહાર થી આવેલ વ્યક્તિ ના સંપર્ક માં તો આવ્યો ન હતો જેથી તેને આ મહામારી નો વ્યાપકતા સમજાઈ હવે પોતાની જેમ કોઈ બીજું આવી લાપરવાહી ના કરે તે હેતુ થી પોતે એક નવા અભિયાન ની શરૂઆત કરી.

અદ્યતન ટેકનોલોજી નો ઉપયોગ કરી લોકો ને દિવસ રાત આ બીમારી થી સજાગ કરવાનું બીડું ઝડપ્યું અને લોકો ને સતત વાકેફ કરી પોતાની જેમ આવી મસમોટી ભૂલ ન કરી સરકાર શ્રી ના આદેશ નું પાલન કરવા માટે સમજાવતો. આમ તેને પોતાની આપવીતી કઈ સૌથી વધારે તો તેને પોતાના જેવા યુવા મિત્રો ને ખાસ સમજાવટ કરી કે આ મહામારી કોઈ ની ઉંમર જાત પાત કે ધર્મ જોઈ ને નથી આવતી તેથી પોતે ખોટા વહેમ માં ન રહી હમેશા સરકાર દ્વારા આવતા આદેશ નું પાલન કરે કેમ કે પોતે તો બચી ગયો પરંતુ બીજા કોઈ ના પણ બચી શકે જીવ છે તો જહાન છે એમ ભગવાન ના કરે ને પરંતુ જો કદાચ જીવ થી હાથ ખોઈ બેસવાનો વારો આવે તો બધી ઈચ્છા અધૂરી રહેશે એના કરતાં અત્યાર હાલ આ મહામારી પૂરતું હાલ ના સમય ને માન આપી પોતાના શોખ તથા જીજીવિષા ને દબાવી સરકાર તથા પોલીસ જવાનો ના દરેક આદેશ નું પાલન કરી પોતે પણ બચી અને દુનિયા ને બચાવો આ હેતુ થી ઘર માં રહી બધા ને સુરક્ષીત રાખો.

આમ આવી રીતે વિસ્મય ના જીવન માં પરિવર્તન આવ્યું આપને સૌ આ વિસ્મય ના પરિવર્તન થી શીખ મેળવી સૌ બધા નિયમો નું પાલન કરી અધિકારી ઓ ને સાથ સહકાર આપી દેશ ના લોકો ને આ મહામારી થી બચાવવા પોતાનું યોગદાન એક નાગરિક ની ફરજ ના ભાગરૂપે આપી પોતાનો અમૂલ્ય ફાળો આપી દેશ ની સેવા કરીએ.🙏


જય હિન્દ
ભારત માતા કી જય
વંદે માતરમ્