રૂપિયા નું વ્યાજ PRANAV BHAVESHBHAI YAGNIK દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂપિયા નું વ્યાજ

અમદાવાદ શહેર ના વટવા વિસ્તાર માં એક ખુશ ખુશાલ મધ્યમ વર્ગીય પરિવાર રહે. આખા પરિવાર માં કુલ મળી 5 સભ્યો. ઘર ના વડીલ એવા કાનજી ભાઈ કે જેઓ કારકુન ની નોકરી કરી વયમર્યાદા ના કારણે પોતાનું નિવૃત જીવન પસાર કરી રહ્યા હતા. તેઓ ની પત્ની શ્રી કંચન બેન કે જેઓ સ્વાભાવે ખૂબ જ ધાર્મિક આખો દિવસ ભગવાન ની સેવા તથા પૂજા પાઠ માં વ્યતીત કરે. કાનજી ભાઈ તથા કંચન બેન નો આદર્શ સાથો સાથ એક નો એક દીકરો નામ એનું સંજય. સંજય પોતે કોમર્સ સ્નાતક તે એક શેઠ ની પેઢી માં સામન્ય પગાર વાળી નોકરી કરતો. સંજય ને એક આદર્શ તથા ગુણીયલ પત્ની નામ એનું સવિતા સ્વભાવ ખૂબ માલતાવડો અને ઘર ની પરિસ્થિતિ સમજી પોતે સીવણ કામ કરી ઘર ની ગાડી ચલાવવામાં થોડો ઘણો ફાળો આપતી. આ સંજય અને સવિતા ને એક 6 વરસ નો ખૂબ જ હસમુખો સાથો સાથ દાદા દાદી નો ખૂબ જ વ્હાલો વિજય નામ નો દીકરો. કે જે આખા પરિવાર નો હૃદય સમોવડો હતો.
સંજય તથા સવિતા ના પરિવાર ની જિંદગી ચાલે રાખતી હતી આવા સમય માં રવીવાર ની સવારે સંજય ના ફોન ની ઘંટડી રણકી આ ફોન સંજય જે પેઢી માં નોકરી કરતો હતો ત્યાં ના શેઠ નો હતો.ફોન માં કહેવડાવવા માં આવ્યું કે સંજય ને તેમની પેઢી માંથી છૂટો કરવામાં આવે છે. આ પરિસ્થિતિ બવ ખરાબ અંજામ લાવવાની હતી .
આ બાજુ વિજય કે જેને હવે નિશાળ માં બેસાડવાનો સમય આવી ગયો હતો. શાળા માં પ્રવેશ માટે ફી ની જરૂર હતી. સંજય ની નોકરી છૂટી જવાથી તે ખૂબ જ મૂંઝવણ માં હતો કે હવે વિજય ની ફી તથા ઘરવખરી કેવી રીતે ચાલશે? ..... નવી નોકરી મળતાં પણ થોડા ઘણા દિવસ તો જતા રહેશે. ......
... બીજી બાજુ કાનજી ભાઈ એ પોતાની બચત તથા બેંક ની fd તોડાવી નાખી તેમ છતાં પણ વિજય ને સ્કૂલ માં પ્રવેશ માટે પૈસા ખૂટતા હતા.તેથી તેઓએ પોતાના વિસ્તાર ના નામચીન શેઠ પાસે થી વ્યાજે રૂપિયા લઇ ને વિજય ને શાળા માં પ્રવેશ આપાવ્યો.આખો પરિવાર પરિસ્થિતિ ફરી થી થાળે પાડવા માટે પ્રયત્ન શીલ હતા .
પૈસા ની અછત ના કારણે વ્યાજે લાવેલ પૈસા ના હપ્તા ચૂકવવાના રઇ ગયા જેથી શેઠ રોષે ભરાયા. તેઓ એ પૈસા ની વસુલાત માટે તેમનાજ વિસ્તાર ના નામચીન ગુંડા મવાલી ની છાપ ધરાવતા વિકી બાબા ને પૈસા વસુલ કરવાનું કામ સોંપ્યું. વિકી એ પૈસા વસુલ કરવા માટે શાળા એ જતા વિજય નું અપહરણ કરી ને તેને ગોંધી રાખ્યો.ત્યાર બાદ વિજય ના દાદા કાનજી ભાઈ ને ફોન જોડી ધમકી આપી ""જો વિજય ને પાછો જોતો હોઈ તો શેઠ ના બાકી નીકાળતા નાણાં ની સાથો સાથ એક લાખ પુરા લઈને વિજય ને છોડાવી જાય ...............""""""""

આવો ફોન આવતાની સાથે જ કાનજી ભાઈ ખૂબ જ ચિંતાતુર બની ગયા .પૈસા ટાઇમસર નો પહોંચવાના કારણે વિકી ઘાંઘો થયો . દારૂ ના નસા માં તેને ભાન ભૂલી ને વિજય નું કાસળ કાઢી નાખ્યું .અહીં એક જ ઘા માં બિચારા વિજય નું પ્રાણ પંખેરું ઉડી ગયું. થોડા દિવસ પછી વિજય ના મૃત્યુ ના સમાચાર સાંભળી આખો પરિવાર આઘાત માં સરી પડ્યો . નાનો પણ સોંઉ ના દિલ નો રાજા દરેક ને હસાવનાર વિજય ના જવાથી બધાજ સદમાં માં ગરકાવ થઈ ગયા.


સૌથી વધારે દુઃખ કાનજી ભાઈ ને થયું કેમ કે તેઓ એ વિજય ને ભણાવવા માટે જે રૂપિયા ની જરૂર હતી તેજ રૂપિયા ના કારણે તે રૂપિયા ના વ્યાજ ના કારણે પોતાનો અમૂલ્ય વહાલ સોયો રૂપિયા ( મુદ્દલ ) ના વ્યાજ સમાન પોતાનો વિજય ગુમાવ્યો ..............

" રૂપિયા ના વ્યાજ ના કારણે
મુદ્દલ નું વ્યાજ ગુમાવ્યું "
.............


વ્યાજ ખોરી સમાજ નું દુષણ છે અને તેનું દમન કરવા હંમેશા સમજે પ્રયત્ન શીલ રહેવું પડશે ......
જય ગરવી ગુજરાત
ભારત માતા ની જય
જય હિન્દ ........