વિઠ્ઠલ તિડી PRANAV BHAVESHBHAI YAGNIK દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિઠ્ઠલ તિડી

હાલ ના આ મહામારી ના સમય માં જ્યારે લોકો ના માનસ પટ પર જ્યારે ઘણી બધી નિરાશા વ્યાપી રહી છે ત્યારે આ નવી ગુજરાતી વેબ સિરીઝ લોકો ના મન ને જાણે સંબંધો ની સાચી વ્યાખ્યા ની સમજ આપી અને ખૂબ સુંદર રીતે મનોરંજન આપનારી સુંદર રચના છે.
આ સિરીઝ માં મુખ્ય પાત્ર vithhal ત્રિપાઠી ઉર્ફે "વિઠ્ઠલ તિડી" નો રોલ હિન્દી સિરીઝ સ્કેમ ૧૯૯૨ ના મુખ્ય કલાકાર એટલે કે પ્રતીક ગાંધી એ ખૂબ જ સુંદર રીતે કરીને પોતાનું એક અલગ જ પ્રભુત્વ જમાવ્યું છે અને આ પ્રભુત્વ તેઓની કાયમ માટે એક નવી સોનેરી તકો આપવા માટે પૂરતું છે.

આ સિરીઝ માં જ્યારે મુખ્ય પાત્ર જ્યારે માં વિહોણું થઈ જ્યારે ત્યારે તેની ખોટ કેવી રીતે આખા પરિવાર ને પડે છે તેના સંતાનો પર શું અસર થાય છે અને મુખ્ય તો તેના પિતા ઉપર કે જે આ સંસાર ની મધ્ય માં રથ ના બે પૈડાં માંથી એક પૈડું ખોઈ નાખે ત્યારે શું થાય એ આદર્શ રીતે નિરૂપિત થયેલું છે.

ત્યાર બાદ જ્યારે આપણા પ્રતીક ભાઈ ભણતર મૂકી ને જુગાર ના રવાડે ચડી જાય છે તે વખતે આખી પરિસ્થિતિ કઈક અલગ જ બને છે આ પરિસ્થિતિ માંથી ઘણું બધું શીખવા મળે છે જેમ કે ,
૧. શિક્ષક કે બાળક ની સંપૂર્ણ પરિસ્થિતિ જાણી સમજી પછી નિર્ણય કર્યો હોત તો એક બાળક શિક્ષણ થી વિહોણું ના રહેત
૨. બાળક જ્યારે જેને સૌથી પ્રેમ કરે છે ત્યારે તે તેના માટે કોઈ પણ ખરાબ સાંભળવું જરા પણ ગમતું નથી.
૩. જુગાર ના સંપર્ક માં આવાનું કારણ કે બાળક પોતાના આજુબાજુ અને મુખ્યત્વે તો પોતાના માતા પિતાના જીવન માંથી ઘણું બધું સાચું કે ખોટું બધું જ જાણી તેની નકલ કરવા પ્રેરાય છે.

આમ જ આ આખી સિરીઝ ખૂબ જ મસ્ત રીતે આગળ વધે છે આગળ જતાજ નવા નવા દ્ર્શ્યો ખૂબ જ ભાવનાત્મક બની જાય છે અને એક તબ્બકે આપણને દરેક સંબંધ ઉપર વિચારતા કરી મૂકી લાગણી માં વહાવી દે છે.એક આદર્શ વ્યક્તિ નો પોતાના બાપ, ભાઈ , અને બહેન સાથે નો લાગણી થી લથબથ પ્રેમ વ્યક્ત થાય ત્યારે વ્યક્તિ પોતાના સ્વ ને ભૂલી તેઓ ના સારા માટે પોતાનું સર્વસ્વ આપી દે છે તે જોવા લાયક છે.


એક વચન ની શું અહેમિયત છે સાચા સંબંધો મા તે દર્શાવતું પાત્ર ખુબ. જ અદભુત.


જેમ કોઈ અઠંગ જુગારી પોતાના નસીબ પર ગાંડો ભરોસો કરે તેનાથી અલગ જ આપણા તિડી ભાઈ પોતાની આવડત અને મગજ ના જોરે જ અને પોતાની વિહંગાવલોકન ની આવડત ને કારણે ખૂબ જ નામ કમાઈ લે છે પાછું છેલ્લે જ્યારે પોતાના સ્વમાન ખાતર નસીબ ના સહારે રમત રમી ખૂબ જ સુંદર રીતે જીતી જાય છે.

આ સુંદર સિરીઝ સમાજ ના દરેક વ્યક્તિ એ જોવા જેવી છે અને દરેક વ્યક્તિ આ જોતાં જોતાં જાણે પાત્ર માં એવો ખોવાય જશે અને હૃદય માં રહેલી ઉર્મિઓ જાણે ખીલ ખીલી ઉઠશે અને દરેક ને એક અદ્ભુત આનંદ આપશે
અને
હા હજી આની નવી સિઝન ની રાહ જોવા અત્યાર થી જ મન તલપાપડ બની ઉઠશે.

આખી સિરીઝ સંબધો ની આજુબાજુ વ્યક્ત થવાની સાથો સાથ વચ્ચે વચ્ચે દર્શકો ને હાસ્ય રસ ની નાની નાની ટીકડી આપવાનુ કામ ચાલુ જ રાખશે અને છેલ્લે છેલ્લે તો સંબધો એવા રસપ્રદ બતાવશે કે જ્યારે કોઈ વ્યક્તિ ની જીવન બચાવવા વચન તોડવું ખૂબ જ જરૂરી છે તે પણ બતાવશે.


દરેક વ્યક્તિ એ આ જોવા પાછળ સમય ગુમવવાનો અફસોસ તો જરા પણ નહિ જ થાય માટે દરેક એક વાર પોતાનો સમય ફાળવી આ સિરીઝ જોવા નમ્ર વિનંતી.