Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૮

કાવ્યા સાંજ સુધી સૂતી રહી. સાંજ થતાં કાવ્યા જાગી ગઈ. કાવ્યા ને થાક ને કારણે ખબર ન પડી કે હું આખો દિવસ સુતી રહી હતી. કાવ્યા ઉભી થઇ પણ ફરી તેની સામે એક મૂંઝવણ ઉભી હતી. કે એક રસ્તો પ્રકાસમય તો બીજા બે રસ્તા અંધકારમય. તો કરવું છું ક્યાં રસ્તે પહેલા જવું. કેમ કે જીનલ જ્યારે આ ગુફામાં પ્રવેશી હતી ત્યારે તેની સામે અંધકારમય રસ્તો એક જ હતો અને તે રસ્તે તે ચાલી હતી. પણ અહી તો બે છે. શું કરવું.?

કાવ્યા ને વિચાર આવ્યો આવી રીતે વિચારી ને સમય વેડફવા કરતા હું એક રસ્તા ની અંદર પ્રવેશી ચાલતી થાવ જો તે રસ્તે મને કઈ નહિ મળે તો તે પાછી ફરીને બીજા રસ્તા ની અંદર પ્રવેશ કરીશ.

કાવ્યા એ બે માંથી એક રસ્તો પસંદ કરીને તે રસ્તે ચાલવા લાગી. એટલું ઘનઘોર અંધારું હતું કે તેને કઈજ દેખાતું ન હતું. કાવ્યા તેની પાસે રહેલ મોબાઈલ ની ફ્લેશ લાઈટ કરવા ગઈ પણ ફોન ની બેટરી ખતમ થઈ ગઈ હતી. કાવ્યા થોડી નિરાશ થઈ પણ તેની પાસે રહેલી હિમ્મત થી તે આગળ ચાલતી રહી.

હજુ તો કાવ્યા થોડું ચાલી ત્યાં તે અચાનક નીચે પડી ગઈ. તે ગુફાની અંદર મોટી ખાઈ હતી. તે એટલી જોર થી પડી કે તેને હાથમાં અને પગના થોડી ઇજા થઇ ગઇ. તે ખાઈ બહુ ઊંડી હતી. જે અંધારામાં કઈ ખબર પડે તેમ ન હતી. અચાનક ખાઈ માં નીચે પડવાથી તેણે મોટો અવાજ કર્યો. હે...મમ્મી મને બચાવો...

હાથ પગમાં કાવ્યા ને ઇજા થઇ ગઈ. હવે તેનાથી ઉભુ થવાય તેમ ન હતું. તેને હાથ પગ ના ઘાવ માંથી લોહી નીકળી રહ્યું હતું. જે તેને અસહ્ય પીડા આપી રહ્યું હતું. કાવ્યા ત્યાં બેઠી બેઠી રડવા લાગી. ત્યારે મનમાં અફસોસ થયો કે કદાચ હું બીજા રસ્તે ગઈ હોત તો, મને જીન તે રસ્તે મળી ગયો હોત. આ રસ્તે ચાલી ને તો હું બીજી મુશ્કેલી માં પડી ગઈ. હવે મને અહીંથી કોણ બહાર કાઢશે.?

પીડા માંથી થોડી રાહત મળતા કાવ્યા ખાઈ માંથી બહાર નીકળવાની કોશિશ કરવા લાગી. તે ઉપર ચડવા લાગી પણ તેનાથી ઉપર ચડી શકાય તેમ ન હતું. કાવ્યા તે કંકણ ને પકડી ને ચડવાની કોશિશ કરતી કે તે કંકણ તરત નીચે પડતા. અને કાવ્યા ફરી ત્યાં ને ત્યાં રહેતી. ઘણા પ્રયાસો કર્યા પણ તે નિષ્ફળ રહી. થાકી ને ફરી નીચે બેસી ગઈ.

ફરી થાક ઉતર્યો એટલે કાવ્યા ઉભી થઇ. અને તે ખાઈ ની દીવાલે દીવાલે ચાલવા લાગી. ખાઈ એક કૂવા સમાન ગોળ હતી. એટલે કાવ્યા તે દિવાલ પકડી ને ગોળ ફરવા લાગી. ત્યાં અચાનક તેના હાથમાં કઈક પકડાઈ ગયું ખબર નહિ શું હતું. પણ તેને એક દોરડું લાગ્યું. તે દોરડાને પકડીને કાવ્યા ઉપર ચડવાની કોશિશ કરવા લાગી. ઘણી મહેનત પછી કાવ્યા તે કૂવા જેવી ખાઈ ને ચડવામાં કામયાબ થઈ. બહાર નીકળી ને કાવ્યા એ તે દોરડું સાથે લઈ જવા દોરડા ને વિટળાવવા લાગી. પણ કાવ્યા ને કયા ખબર હતી કે જે દોરડા થી તે ઉપર આવી તે દોરડું નહિ પણ મોટો સાપ હતો.

હાથમાં લેતાં જ સાપ તેના હાથ માંથી સરકવા લાગ્યો. આ જોઈને કાવ્યા સમજી ગઈ કે હું જેને દોરડું માની રહી હતી તે એક સાપ હતો. તેણે તે આપ ને નીચે મૂકી ને જ્યાંથી તે અહી સુધી આવી હતી તે દિશા તરફ દોટ મૂકી. અને મનમાં મહાદેવ મહાદેવ નું નામ લેતી રહી.

કાવ્યા ફરી તે ત્રણ રસ્તે આવી પહોંચી. હવે તેના માટે બે રસ્તા રહ્યા હતા. જેમાંથી તેને એક પસંદ કરીને તે રસ્તે જવાનું હતું. પેલા અંધકારમય રસ્તે જવાથી જે મુશ્કેલી આવી હતી તે ખયાલ થી કાવ્યા બીજા અંધકારમય રસ્તે જવાની તેનામાં હિમ્મત થઈ નહિ. પણ બુક વાંચી હતી તેમાં તો જીન અંધકારમય વાળા રસ્તે જ જીનલ ને મળ્યો હતો. એટલે ફરી કોઈ વિચાર કર્યા વગર કાવ્યા તે બીજો અંધકારમય રસ્તે ચાલવા લાગી. એ વિશ્વાસ થી કે આ રસ્તે તો જીન મને જરૂર થી મળશે.

આ વખતે કાવ્યા તે રસ્તે ધીરે ધીરે ચાલી રહી હતી. તેને ડર હતો કે આગળ કદાચ મોટી ખાઈ કે બીજી કોઈ મુશ્કેલી ન હોય. એટલે તે ધ્યાન રાખીને ચાલી રહી હતી. પહેલા જેવો કાવ્યા ને ડર લાગી રહ્યો ન હતો. તો પણ કાવ્યા મહાદેવ નું રટણ ચાલુ રાખ્યું હતું.

શું કાવ્યા જે બીજે અંધકારમય રસ્તે જઈ રહી છે ત્યાં કોઈ મુશ્કેલી તો નહિ આવે ને.? શું તે રસ્તે કાવ્યા ને જીન મળશે.? જોઈશું આગળ ના ભાગમાં.

ક્રમશ....