Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૬

જીનલ ના નજર સામે એક સુંદર પરી નજરે આવી હતી અને હવે તો રોજ તેની સામે પરી દેખાઈ રહી હતી. એ જીનલ નો આભાસ હતો પણ તેનું મન હવે પરી તરફ વળી રહ્યું હતી. તેં હવે સામાન્ય છોકરી બનવાને બદલે તેના મનમાં પરી થવાના વિચારો જાગવા લાગ્યા. પણ મારા આ રૂપ ને પરી કઈ રીતે બનાવી શકું તે તેની મોટી મૂંઝવણ હતી.

થોડા દિવસ તો એ વિચારતી રહી કે હું પરી કેવી રીતે બની શકું પણ તેને પરી બનવાનો કોઈ રસ્તો સૂઝતો ન હતો. ત્યારે તેને યાદ આવ્યું કે ભક્તિ કે તપસ્યા કરીને બધું મેળવી શકાય છે એટલે જીનલે મહાદેવ ની મોટી તપસ્યા કરીને પરી બનવાનું વરદાન માંગી લેવું તેને યોગ્ય લાગ્યું.

તે દિવસ થી જીનલ મહાદેવ ના ધ્યાન માં બેસીને તેના જાપ કરવા લાગી.
ૐ નમઃ શિવાય
ૐ નમઃ શિવાય.....

પહેલા દિવસે જીનલ ને આ રીતે તપસ્યા કરતી જોઈને તો રાજા વિધ્વંત અને રાણી ને એમ લાગ્યું કે રોજ ની જેમ જીનલ મહાદેવ નું ધ્યાન કરે છે પણ દિવસ પછી દિવસ વીતવા લાગ્યા છતાં જીનલ બસ મહાદેવ ના ધ્યાન માં લીન જોઈને રાજા અને રાણી સમજી ગયા કે જીનલ હવે મહાદેવ પાસેથી કઈક માંગવા માંગે છે એટલે જ્યાં સુધી તેની તપસ્યા પૂરી ન થઈ જાય ત્યાં સુધી તેના ઓરડામાં બંને માંથી કોઈ જશે નહિ તેવો એક નિર્ણય લીધો.

જીનલ ને મહાદેવ ની તપસ્યા નું એક વર્ષ થઈ ગયું હતું પણ જીનલ હજુ મહાદેવ નું ધ્યાન ધરીને તેના જાપ કરતી રહી હતી. જીનલ ને એક વિશ્વાસ હતો કે મહાદેવ મારી વાત જરૂર થી સાંભળ છે. આખરે એક દિવસ જીનલ સામે કૈલાસપતિ મહાદેવ પ્રગટ થયા અને જીનલ ને વરદાન માંગવા કહ્યું.
પહેલા તો જીનલે મહાદેવ ને પ્રણામ કરી તેના આશીર્વાદ મેળવ્યા અને પછી વરદાન માંગતા પહેલા મહાદેવ ને એક પ્રશ્ન કરી દીધો.
હે પ્રભુ...આપ તો અંતર્યામી છો. સૃષ્ટિ ના કરતા હરતાં છો. તમારા વિના તો એક તણખલું પણ ખસી ન શકે.

પ્રભુ મારા મે એવા ક્યાં પાપ કર્યા હતા કે મને એક રાજા ને ત્યાં આવું રૂપ લઈ જન્મ લેવો પડ્યો.? રડતી આંખોએ મહાદેવ સામે તેનો ગંભીર અને અતિ મહત્વ નો સવાલ કરી દીધો.

મહાદેવે જીનલ ના માથે હાથ મૂકતા કહ્યું. દીકરી જે કઈ થતું હોય તે કર્મ ને આધીન જ થતું હોય છે. તારા પૂર્વ જન્મના કર્મ ના કારણે તને આ જન્મ માં આવું રૂપ મળ્યું છે અને રાજા વિધ્વંત અને રાણી વિભા ને પણ પૂર્વ જન્મના કારણે તેને ત્યાં તારે આવા રૂપ માં જન્મ લેવો પડ્યો.

મહાદેવ હું માનું છું કે પૂર્વ જન્મના ના કર્મ ના કારણે મારે આ જન્મ માં આવો દેહ મળ્યો છે. પણ હે પ્રભુ મારે મારા પૂર્વ જન્મ વિશે જાણવું છે. આપ મને જણાવો.

મહાદેવ થોડી વાર વિચારતા રહ્યા પછી બોલ્યા. દીકરી તારો પૂર્વ જન્મ બહુ ભયંકર હતો. તારા ગણી ન શકાય તેવા પાપ તે કર્યા હતા. તે જન્મ ની કહાની કહીશ તો ઘણા દિવસો લાગી જશે.
દીકરી મારી વાત માનીશ..
જે જાણવા થી આપણ ને કઈ મળતું નથી અને હંમેશા દુઃખ આપતું હોય તે ક્યારેય જાણવું ન જોઈએ. પણ હવે શું કરવું તેના વિશે જાણવું જરૂરી છે. ખાસ જે દુઃખ આપનારું હોય તેવું ક્યારેય જાણવું નહિ.

હે મહાદેવ હું જન્મ થી તમારી તપસ્યા કરું છું. તો શું મારું આ જન્મ માં આવું રૂપ કાયમ માટે રહેશે કે હું સામાન્ય કન્યા થઈશ.? એક મહત્વ નો સવાલ જીનલે મહાદેવ સામે કરી દીધો. એ સવાલ ના જવાબ માં છૂપાયેલું હતું જીનલ નું આવનાર ભવિષ્ય.

જીનલ ના જીવન નો અતિ મહત્વ નો સવાલ નો જવાબ આપતા મહાદેવ બોલ્યા.
જેવું કર્મ કરો તેવું ફળ મળે છે. એટલે તારા જન્મ પછી તારા કોઈ ખરાબ કર્મ થયા નથી. હંમેશા તે મારી ભક્તિ કરી છે.
હું તને વરદાન આપુ છું કે તારી ઈરછા પૂરી થશે.

મહાદેવ ના વરદાન થી જીનલ ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ પણ તે પરી કેવી રીતે બનશે તે જીનલ જાણતી ન હતી એટલે ફરી મહાદેવ સામે હાથ જોડી ને બોલી.
હે પ્રભુ.. હું પરી કેવી રીતે બનીશ..?

પરી બનવા માટે મહાદેવ જીનલ ને કયો રસ્તો બતાવશે. ? કે મહાદેવ જ વરદાન આપી જીનલ ને પરી બનાવી દેશે.? જોઈશું આગળ ના ભાગમાં....

ક્રમશ.....