Tha Kavya - 5 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૫

જીનલ મહેલના ઓરડામાં ધીરે ધીરે મોટી થવા લાગી. જીનલ તેનો ઓરડો હંમેશા બંધ રાખતી. જ્યારે રાજા કે રાણી આવતા ત્યારે તે દરવાજો ખોલતી. બંધ ઓરડામાં જીનલ શું કરતી તે કોઈને ખબર ન હતી. રાજા વિધ્વંત અને રાણી વિભા એ ક્યારેય જીનલ ને સવાલ કર્યો નહિ કે તું તારો ઓરડો કેમ બંધ રાખે છે અને ઓરડામાં તું શું કરતી હોય છે. રાજા વિધ્વંત અને રાણી એમ જ માની રહ્યા હતા કે કોઈને ખબર ન પડે તે હેતુથી જીનલ તેનો ઓરડો બંધ રાખતી હશે. અસલ માં જીનલ ઓરડો બંધ કરીને મહાદેવ નું ધ્યાન કરતી હતી. અને પ્રાથના કરતી કે હું આ રૂપ માંથી ક્યારે મુક્ત થઈશ.

મોડી રાત સુધી કાવ્યા આ બુક વાંચી રહી હતી. તેને જીજ્ઞાશા જાગી હતી કે જીનલ આખરે તેના આ રૂપ માંથી ક્યારે મુક્ત થશે, પણ અચાનક તેની આંખ માં ઊંઘ છવાઈ ગઈ અને તેણે બુક બજુનમાં મૂકીને સૂઈ ગઈ.

સવાર થયું એટલે કાવ્યા એ હાથમાં બુક તો લીધી પણ ઘડિયાળ સામે નજર કરી તો સાત વાગી ચૂક્યા હતા અને તેને આઠ વાગ્યે તો કોલેજ પહોંચવાનું હતું એટલે તે બુક તેના કબાટ ના મૂકીને કોલેજ જવા માટે તૈયાર થવા લાગી.

કાવ્યા કોલેજ તો પહોચી પણ તેનું મન બુક પર મૂકીને આવી હોય તેમ ચૂપચાપ અને શાંત રહીને કોલેજ ના લેક્ચર લઈ રહી હતી. ચાલુ લેકચરમાં તે વિચારી રહી હતી કે હું ક્યારે ઘરે જાવ અને ફરી બુક વાંચવા બેસી જાવ. ક્લાસમાં કાવ્યા નું બીજે ધ્યાન જોઈને પ્રોફેસરે ચાલુ ક્લાસમાં તેને ઉભી કરીને તે ભણાવી રહ્યા હતા તેના પર એક સવાલ કર્યો.
પણ કાવ્યા નું ધ્યાન ક્લાસમાં હતું નહિ. તે ક્લાસમાં ઉભી તો થઈ પણ તેને યાદ ન હતું કે પ્રોફેસર ક્લાસમાં શું ભણાવી રહ્યા છે. કાવ્યા એકદમ ચૂપ ઉભી રહી. ફરી પ્રોફેસરે સવાલ કર્યો. પણ કાવ્યા તો ચૂપ જ રહી. ત્યાં આગળની બેન્ચ પર બેઠેલી એક સ્ટુડન્ટ હસતી હસતી બોલી.
સર...તેતો પરી બનવા જઈ રહી છે તેને શું અભ્યાસ ની જરૂર...!!!

ક્લાસમાં કાવ્યા સામે આખું ક્લાસ જોઈ રહ્યું હતું. કાવ્યા તો પણ ચૂપ રહી અને મનમાં બોલી. "હું એક દિવસ જરૂર થી પરી બનીને બધાને બતાવીશ."

કોલેજ થી કાવ્યા જલ્દી ઘરે આવી જાય છે અને ફટાફટ જમીને તેના રૂમમાં જઈને બુક વાંચવા બેસી જાય છે.

જીનલ ધીરે ધીરે મોટી થઈ રહી હતી તેમ તેમ નગરજનો અવાર નવાર મહેલ માં આવી જતા અને રાજા વિધ્વંત ને કહેતા.
મહારાજ અમારે અમારી રાજકુમારી જીનલ ના દર્શન કરવા છે. આપ તેને બહાર લાવો અને અમને દર્શન કરવાનો લ્હાવો આપો.

રાજા વિધ્વંત નગરજનો ને એક જ જવાબ આપતા કે રાજકુમારી જીનલ જન્મી ત્યાર થી તે મહાદેવ નું ધ્યાન કરે છે. આખો દિવસ તપસ્યા કરે છે અને રાજકુમારી જીનલ નો સંદેશો છે કે હું મોટી થઈ જઈશ ત્યારે નગરજનો સમક્ષ ઉપસ્થિત થઈશ.

નગરજનો અવાર નવાર મહેલમા રાજકુમારી જીનલ ને જોવા દાખલ થતાં અને રાજા વિધ્વંત એજ કહેતા. કે રાજકુમારી તપસ્યા કરી રહી છે. તે તમને મળી નહિ શકે. આમ દિવસો પછી દિવસો પસાર થતા ગયા અને જીનલ હવે યુવાન થઈ ગઈ હતી.

પહેલા કરતા જીનલ વધુ ભયંકર લાગી રહી હતી. માથે શિંગડા અને દાંત બહુ મોટા થઈ ગયાં હતા. માથે રેશમી વાળ ને બદલે ગુથેલી ઝટા હતી. ચહેરો જોઈને ડરી જવાય તેઓ થઈ શુકયો હતો. તો પણ રાજા વિધ્વંત અને રાણી વિભા તેની પૂરેપૂરી કાળજી લઈ રહ્યા હતા. જીનલ ને યુવાન અવસ્થમાં જોઈને થોડો તો વિચાર આવી ગયો હતો કે આ જીનલ નું આપણે શું કરીશું. તેની સાથે લગ્ન કોણ કરશે. ? અને આપણે નહિ હોય ત્યારે તેની કાળજી કોણ લેશે.? પણ જાણે બધું મહાદેવ પર છોડી દીધું હોત તેમ એ વિચાર થોડા સમયમાં ભૂલી જતા.

રાજકુમાર જીનલ પણ એજ વિચારી રહી હતી કે હું મારો આવો ભયંકર ચહેરો લઇને કેવી રીતે જિંદગી પસાર કરીશ. પણ ત્યાં તેની નજર સામે એક એવું ચિત્ર દેખાયું કે તેનો વિચાર એક બીજી જ દિશા તરફ લઈ ગયો. તેનો માયુસ ચહેરા ખીલતા ગુલાબ ની જેમ ખીલી ઉઠ્યો. તે પોતાના ચહેરા પર હાથ ફેરવતી ઉભી થઈને નાચવા લાગી.

જીનલ ને ક્યું ચિત્ર દેખાયું કે તે આંમ ખુશખુશાલ થઈ નાચવા લાગી. રાજા વિધ્વંત આખરે ક્યાં સુધી નગરજનો ને કહેતા રહેશે કે જીનલ તપસ્યા માં લીન રહે છે. તે જોઈશું આગળ ના ભાગમાં...

ક્રમશ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED