Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૯

કાવ્યા તો એક વિશ્વાસ થી કે આ રસ્તે મને જરૂર થી જીન મળશે એટલે તે અંધકારમય રસ્તે ચાલવા લાગી હતી. ત્યાં સામે તેને એક મોટો દરવાજો દેખાયો. જે દરવાજો બુક માં વર્ણન કર્યું હતું, તેઓ જ દરવાજો હતો. દરવાજો ઘણો મોટો હતો. અને તેની તિરાડ નથી એક સફેદ પ્રકાશ આવી રહ્યો હતો. જે પ્રકાશ થી કાવ્યા ને મનમાં એક મોટી રાહત અને ખુશી થઈ કે હું જીન ને મળવામાં કામયાબ થઈ છું. હવે મારું સપનું સાકાર થવા જઈ રહ્યું છે.

કાવ્યાએ તે દરવાજો ધીમે થી ખોલ્યો. ત્યાં સામે હતો એક મોટો રાજમહેલ. જે સોના, ચાંદી, હીરા, મોતી થી સુશોભિત હતો. કાવ્યા જ્યાં નજર કરે ત્યાં ધન, દોલત સિવાઈ કઈ દેખાઈ રહ્યું ન હતું. સામે રાજા નો સોના, ચાંદી થી જડિત સિહાસન, મોટા મોટા ત્રાસમાં ભરેલા હતા હીરા અને મોતી, જાણે જે કાવ્યા એક સોના ની નગરીમાં આવી પહોંચી હોય. કાવ્યા આ જોઈને ખુશી ની મારી પાગલ થઈ ગઈ. તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે અત્યાર સુધી અહી કોઈ પહોચ્યું નથી ત્યાં હું પહોશિશ.

કાવ્યા તે દરવાજે થી બધું નિહાળી રહી હતી. તેને જે ચિરાગ ની શોધ હતી તે કાવ્યા ને ક્યાંય નજર આવી રહ્યો ન હતો. કાવ્યા ધીરે ધીરે તે વસ્તુઓ ને બરિકી થી જોઈ તપાસ કરવા લાગી કે આખરે ચિરાગ ક્યાં છે અને મને કેમ દેખાઈ રહ્યો નથી. કાવ્યા આખો મહેલ જોઈ વળી પણ તેને તે ચિરાગ કઈ જોવા ન મળ્યો. ચિરાગ ન મળવાથી કાવ્યા નારાજ થઈ ગઈ. મનમાં એક માયુસી છવાઈ ગઈ કે મને ચિરાગ નહિ મળે તો જીન પણ નહિ મળે, અને જીન નહિ મળે તો હું પરી કેમ બની શકીશ. ત્યાં બેસીને વિચારવા લાગી કે હવે શું કરવું.

રાત્રિ નો સમય હતો તો પણ જીન અહી હાજર હતો નહિ. એક વિચાર આવ્યો કે જીન ને એક સાદ કરી જોવ કદાચ અહી હાજર હોય તો મારી સામે જીન પ્રગટ થાય.
કાવ્યા જીન ને બોલાવવા લાગી.
હે જીન....તમે જ્યાં હોય ત્યાંથી અહી ઉપસ્થિત થાવ. હું તમને મળવા અહી સુધી આવી છું. મારે તમને મળવું છે. જો આપ અહિ પ્રગટ નહિ થાવ તો હું અહી રહીને મારો પ્રાણ તાગીશ.

કાવ્યા એ ઘણા સાદ કર્યા પણ સામે થી કોઈ ઉતર મળી રહ્યું ન હતું. આખરે સાદ કર્યા પછી પણ જીન પ્રગટ ન થયો તે વાત થી કાવ્યા ઉદાસ થઈ ગઈ. અહી તો જીન નથી હું પરી કેવી રીતે બનીશ. સામે ધન દોલત ઘણી પડી છે પણ મારે તો પરી બનવું છે. પરી બનીશ એટલે મારી પાસે બધું જ આવી જશે.

કાવ્યા ને આગળ શું કરવું તે ખબર પડતી ન હતી. અહી બેસીને જીન ની રાહ જોવી કે થોડા સોના મહોર લઈને નીકળી જવું, પણ હવે હું બહાર કેવી રીતે નીકળીશ, રસ્તો તો બંધ છે. એક જગ્યાએ બેસીને કાવ્યા મન નું મનોમંથન કરી રહી હતી.

આવી મહેલ ની રોનક અને આટલો મહેલ નો પહેલા જેટલો જ તેજ, લાગે છે અહી કોઈક નો તો આ મહેલમાં વાસ હોવો જોઇએ. કાવ્યા ને આ વિચાર તેના મનમાં આવ્યો. એક કામ કરું ફરી અવાજ કરી જોવ, જો અહી જીન સિવાઈ કોઈનો વાસ હશે તો અવશ્ય મારી સામે પ્રગટ થાશે. આ વિચાર થી કાવ્યા એ અવાજ કર્યો.

હે આત્માં..હે શક્તિ...હે રાજા....
હું તમારું આહવાન કરું છું. આપ મારી સામે પ્રગટ થાવ. હું તમારા શરણે આવી છું. તમારી અત્યારે મને મદદ ની જરૂર છે.
હે...આત્માં પ્રગટ થાવ...

જાણે કે કાવ્યા નો કોઈ આત્માએ અવાજ સાંભળ્યો હોય તેમ. કાવ્યા ની સામે એક મોટી દિવ્ય જ્યોત પ્રગટ થઈ. આ દિવ્ય જ્યોત નાની દીવડા જેવડી નહિ પણ એક માણસ ના આકાર ના જેવડી મોટી હતી. જ્યોત ને જોઈને એવું જ લાગે કે આ જ્યોત નહિ પણ માણસ સળગી રહ્યો છે. કાવ્યા એ તે જ્યોત સામે નજર કરી. પહેલી નજરમાં કાવ્યા ડરી ગઈ અને થોડી પાછી પાછી ચાલવા લાગી. ત્યાં વિચાર આવ્યો કે મેં આ આત્માં નું આહવાન કર્યું છે એટલે મારી સામે આત્માં જ પ્રગટ થઈ હશે.!

કાવ્યા નીડરતા થી તે જ્યોત સામે આવી અને તેને પ્રણામ કરી ને કહ્યું આપ કોણ છો?

આ દિવ્ય જ્યોત કોણ હશે. આત્માં કે કોઈ બીજું.? જોઈશું આગળ ના ભાગમાં.

ક્રમશ...