Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૮

જીનલ વિચારી રહી હતી ત્યાં તેને કોઈ કાનમાં આવી ને કહી ગયું. કે જે રસ્તે અંધારું છે તે રસ્તે તું જા અને જીન તને ત્યાં મળશે.

જીનલ ઉભી થઇ અને ઘનઘોર અંધારા વાળા રસ્તે ચાલવા લાગી. તેને કઈજ દેખાતું ન હતું પણ મહાદેવે કહ્યું હતું કે ઉબડ ગુફામાં જીન સિવાઈ કોઈ રહેતું નથી એટલે જીનલ ગુફા ની એક બાજુની દિવાલ પકડતી પકડતી ડર્યા વગર ચાલવા લાગી. હજુ થોડું ચાલી હશે ત્યાં એક દરવાજો આવ્યો તે દરવાજા ને ખોલી ને જુએ છે તો કોઈ રાજમહેલ હોય તેવું લાગ્યું. ઉપર ના મુખ્ય સ્ટેજ પર એક મોટું સુશોભિત સિહાસન હતું. નીચે મત્રીઓ ની બેઠકો હતી. અને મહેલ ના મુખ્ય પિલોરો પાસે મોટા મોટા ત્રાસ રાખેલા હતા અને તે ત્રાસ માં હીરા મોતી અને જવેરાત થી ભરેલા હતા. આ હીરા અને મોતી ના કારણે આખો મહેલ સુંદર પ્રકાશ થી સુંદર લાગી રહ્યો હતો. પણ જીનલ ને આ રાજમહેલ કે હીરા મોતી ની કોઈ જરૂર ન હતી. તે તો એક રાજકુમારી હતી એટલે તેના માટે હીરા મોતી નું કોઈ જ મહત્વ ન હતું તેને તો જીન ને મળવું હતું પણ જીન તો તેને ક્યાંય દેખાઈ રહ્યો ન હતો.

શું કરવું તે જીનલ ને ખબર પડતી ન હતી. ત્યાં તેની નજર સિહાસન પાસે પડેલ એક ચિરાગ પર નજર પડે તે ચિરાગ આંખો સોના નો હતો અને તેની ફરતે મોટા મોટા હીરા ના ચમક થી તે ચિરાગ વધુ તેજસ્વી લાગી રહ્યો હતો. મનમાં વિચાર આવ્યો કે આ ચિરાગ માં જ જીન રહેતો હશે. લાવ તે ચિરાગ ને હાથમાં લઈને તેને ઘસી જોવ.

જીનલ તે ચિરાગ પાસે પહોંચે છે અને તેને હાથમાં લેવા જાય છે ત્યાં એક અવાજ સંભળાયો.
થોભી જા કન્યા...પહેલા મારા ત્રણ સવાલો ના જવાબ આપ.
જીનલે આજુ બાજુ નજર કરી પણ તેને કોઈ દેખાયું નહિ. ત્યાં તેને મહાદેવે કહેલી બીજી વાત યાદ આવી. કે જીન નું દિલ તારે જીતવું પડશે. જીનલ ને લાગ્યું કે જીન ને જો આ ત્રણ સવાલ ના સાચા જવાબ આપીશ તો હું તેનું દિલ ચોક્કસ જીતી શકીશ. એટલે જે દિશા તરફ થી અવાજ આવી રહ્યો હતો તે દિશામાં જીનલ બોલી.
બોલો પૂજનીય...હું તમારા ત્રણેય સવાલ ના જવાબ આપવા તૈયાર છું. કહો આપના ત્રણ સવાલ ક્યાં ક્યાં છે.

આ ત્રણ સવાલ કહેતા પેલા મારી વાત સાંભળ કન્યા. જો સાચા અને વાર્તા સાથેના જવાબ આપીશ તો તારું સપનું સાકાર કરીશ અને એક પણ ખોટો જવાબ આપીશ તો તારે આખી જિંદગી મારી સેવા કરવી પડશે. બોલ મારી આ સરત તને મંજૂર છે. જે દિશામાં થી અવાજ આવી રહ્યો હતો તે દિશામાંથી ફરી કોઈ બોલ્યું. તે બીજું કોઈ નહિ પણ જીન હતો.

હા મને તમારી સરત મંજૂર છે. હું તમારા ત્રણેય સવાલો ના જવાબો વાર્તા સાથે આપીશ. વિશ્વાસ સાથે જીનલ બોલી.

તો સાંભળ મારો પહેલો સવાલ.
કર્મ માટે માણસ સ્વતંત્ર છે.?

જીનલ જવાબ આપતા કહે છે. કર્મ ને આધીન જ માણસ જીવતો હોય છે. જેવું કર્મ કરે તેવું ફળ મળતું હોય છે. કર્મ માટે માણસ સ્વતંત્ર હોય છે.

એક માણસે એક સાધુ ને પૂછ્યું કે ‘ સાધુ ! કર્મ કરવામાં મારી સ્વતંત્રતા કેટલી ?’
સાધુએ કહ્યું : ‘એક પગ ઊંચો રાખીને એક પગે ઊભો રહી જા.

પેલો માણસ જમણો પગ ઊંચો કરીને એક પગે એટલે કે ડાબા પગે ઊભો રહી ગયો. તો સાધુએ કહ્યું કે હવે બીજો પગ ઊંચો કર.

પેલા માણસે કહ્યું, ‘શું સાધુ મહારાજ ! તમે પણ મારી મશ્કરી કરો છો ! જમણો પગ ઉઠાવ્યા પછી ડાબો પગ કેવી રીતે ઉઠાવાય ? અને તેમ કરું તો હું નીચે જ પડું. હું તો જમણો પગ ઉઠાવી લીધો છે. હવે ડાબો પગ ઉઠાવાય નહિ.’

પરંતુ પહેલેથી જ ડાબો પગ ઉઠાવ્યો હોત તો તું ડાબો ઉઠાવી શકત કે નહીં ?’ સાધુએ તે માણસ ને સવાલ કરતા કહ્યું.

પેલા માણસે કહ્યું : બિલકુલ ઉઠાવી શકત. પહેલેથી જ મેં ડાબો પગ ઉઠાવ્યો હોત તેમ કરવાને હું સ્વતંત્ર હતો, કારણ કે ત્યાં સુધી હું બંને પગે ઉભો હતો. ત્યાં સુધીમાં બેમાંથી કોઈ પણ પગ ઉઠાવવાનું કર્મ કર્યું ન હતું. ડાબો પગ પહેલો ઉઠાવ્યો હોત તોપણ જમણો પગ ના ઉઠાવી શકત.

સાધુએ કહ્યું, બસ એ જ પ્રમાણે કોઈ પણ કર્મ કરવામાં તું સ્વતંત્ર છું. પરંતુ પ્રત્યેક કર્મ કરતાંની સાથે જ તે બંધનમાં જકડી દે છે.’

આપણે જ્યારે કોઈ પણ કર્મ કરીએ છીએ ત્યારે તેના કોઈક ચોક્કસ પરિણામને નજરમાં રાખીને જ કરીએ છીએ. આપણા ધાર્યા મુજબનું પરિણામ આવે ત્યારે આપણે તે કર્મ સફળ થયું ગણીએ છીએ અને આપણા ધાર્યા મુજબનું ફળ ના આવે ત્યારે આપણે તે કર્મને નિષ્ફળ થયું ગણીએ છીએ.

શું જીનલ નો જવાબ સાચો હશે કે ખોટો. જો સાચો હોય તો આગળ ના બે સવાલો કેવા હશે.? જોઈશું આગળ ના ભાગમાં..

ક્રમશ...