Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧

દિવસભર ઘરનું કામ કરીને કાવ્યા આજે થાકી ગઈ હતી. આમ તો મમ્મી રમીલાબેન ઘરનું બધું કામ સાથે કરતા પણ આજે તે ભજન માં ગયા હતા એટલે ઘર ના બધા કામ ની જવાબદારી કાવ્યા પર આવી ગઈ હતી. એટલે બધું કામ કાવ્યા ના હાથમાં આવ્યું હતું. સાંજે રમીલાબેન આવી ગયા હતા પણ તેઓ આવીને તરત પૂજા અને તેમના પતિ વિકાસભાઈ ને સેવામાં લાગી ગયા. તેમને ગ્લાસ ભરી ને પાણી આપ્યું. અને તરત કિચન માં જઈને તેમાં માટે ચા બનાવી આપી. હા..સાંજ ના ભોજન માં કાવ્યા ની રમીલાબેને મદદ કરી પણ કાવ્યા ને કોઈ ફર્ક પડ્યો ન હતો. કેમ કે બે વ્યક્તિ નું કામ આજે તેણે એકલા હાથે કર્યું હતું.

સાંજ પડતાં પથારી માં કાવ્યા સૂતી, એ ભેગી જ કાવ્યા ને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. રોજ ની જેમ આજે પણ કાવ્યા ને એક સપનું આવવાનું હતું. તે સપનું હતું પરી બનીને આકાશ માં ઉડવાનું અને પરી ની જેમ સુંદર જીવન જીવવાનું.

મોડી રાત્રી થઈ એટલે કાવ્યા સપનામાં ખોવાઈ ગઈ. એટલે કે કાવ્યા ને પરી નું સપનું આવ્યું. સપના માં તેની સામે એક સુંદર પરી આવીને ઊભી રહી ગઈ. દિવ્ય સફેદ પ્રકાશ માં તે તેજસ્વી પરી લાગી રહી હતી. સફેદ ડ્રેસ અને હાથમાં છડી હતી. જાણે કે કોઈ અપ્સરા તેની આગળ જાંખી પડે તેવી તે સુંદર અને કોમળ હતી. આકાશના તારાઓ તેની ફરતે પ્રદક્ષિણા કરી રહ્યા હતાં. આ જોઈને કાવ્યા બોલી.
હે પરી રાણી મને પણ તારા આકાશમાં લઈ જા.!!?
રોજ ની જેમ આજે પણ કાવ્યા નો પરી સામે આ એક જ સવાલ રહેતો. કે પરી મારે પણ પરી થઈને તારી સાથે રહેવું છું. મારે પણ આકાશમાં ઉડવું છે.

પરી વધુ કાવ્યા ની નજીક આવી અને હાથ લંબાવતા બોલી ચાલ...
આવ મારી સાથે.. આવ...
મારો હાથ પકડી લે.
જેવો કાવ્યા પરીનો હાથ પકડવા ગઈ ત્યાં તેણે બાજુમાં સૂતેલી મમ્મી રમીલાબેન નો હાથ પકડી લીધો.

રમીલાબેન નો હાથ કાવ્યા એ પકડ્યો તરત તેઓ જાગી ગયા.
શું છે કાવ્યા....!
આમ અડધી રાત્રે મને કેમ જગાડે છે.??
શું આજે પણ તારી પરી તને લેવા આવી હતી. હસીને રમીલાબેન બોલ્યા.

હાથ છોડતા કાવ્યા બોલી. હા..મમ્મી મને પરી લેવા જ આવી હતી પણ જોજે મમ્મી એક દિવસ તારી આ કાવ્યા પરી બની ને જ રહેશે.

સારું...સારું...કાવ્યા.
અત્યારે મને સુવા દે અને તું પણ વગર સપના જોવે સૂઈ જા. પડખું ફેરવતા રમીલાબેન બોલ્યા.

મમ્મી ના આ જવાબ થી કાવ્યા નું મૂડ ઓફ થઈ ગયું. તેણે સૂવાની ઘણી ટ્રાય કરી પણ તેને ઊંઘ આવી નહિ. સપના ને બદલે તેની સામે પરી દેખાઈ રહી હતી. પરી ને જોઈ જોઈને તેણે સવાર પાડ્યું.

સવાર પડતાં ફરી કાવ્યા ઘરના કામમાં લાગી ગઈ અને કામ પૂરું કરી તે કોલેજ જવા રવાના થઇ. કાવ્યા કોલેજ ના ત્રીજા વર્ષમાં આવી હતી. આમ તો તે બહુ હોશિયાર હતી એટલે ટોપ પર નહિ પણ સારા માર્ક થી તે ઉતીર્ણ થઈ જતી. કોલેજ માં બધા તેની કાવ્યા ના નામ થી બોલાવતા પણ તે બધાને કહેતી મને કાવ્યા નહિ 'પરી' કહીને બોલાવવાની. હું એક દિવસ જરૂર થી પરી બનીશ. કાવ્યા ની આ વાત સાંભળીને તેની બધી બહેનપણીઓ તેની હાસી ઉડાવતા. અને કહેતા "માણસ ક્યારેય પરી બની ન શકે." પરી બનવા માટે પરી ને ત્યાં જન્મ લેવો પડે..

કાવ્યા તેની બધી બહેનપણી ની કોઈ વાત માનતી નહિ અને હંમેશા કહેતી. જોજો એક દિવસ પરી બની ને જ રહીશ. તમે બધા જોતા રહી જશો..
કોલેજ માં મોબાઇલ લઈ જવાની પરમિશન હતી નહિ એટલે કાવ્યા તેનો ફોન ઘરે મૂકી ને આવતી. કોલેજ માં સમય મળે તો લાઇબ્રેરી માં જઈને પરી ની વાર્તાઓ વાંચતી અને ઘરે આવે તો યુ ટ્યુબ પર પરીઓ ની વાર્તાઓ જોતી. એમ કહીએ તો પરી બનવાનું કાવ્યા પર ભૂત સવાર થઈ ગયું હતું.

એક દિવસ કોલેજ માં વહેલી રજા પડી ગઈ હતી. કાવ્યા ને એક વિચાર આવ્યો કે ઘરે જવા કરતાં અહી લાઇબ્રેરી જઈને પરી ની વાર્તાઓ વાંચું. ત્યાં તેને યાદ આવ્યું. અહી તો હું રોજ આવવાની, ચાલ આજે સિટી ની પ્રખ્યાત સરસ્વતી લાઇબ્રેરી માં જઈને થોડી વાર માટે પરીઓ ની વાર્તાઓ વાંચું.

કાવ્યા પોતાની સ્કુટી લઈને કોલેજ થી નીકળી ને સરસ્વતી લાઇબ્રેરી માં પહોચી. સ્કુટી પાર્ક કરી તે અંદર દાખલ થઈ. સરસ્વતી લાઇબ્રેરી બહુ જ વિશાળ હતી એટલે વિશ્વના પ્રખ્યાત પુસ્તકો પણ અહી ઉપલબ્ધ હતા. તે પુસ્તકોના કબાટ તરફ આગળ વધી ત્યાં તેની નજર એક તેની જ ઉંમરની એક છોકરી પરી ની બુક વાંચી રહી હતી. બુક ના મુખ્ય પૃષ્ઠ પર નજર કરી તો ટાઇટલ હતું. "હું એક પરી છું."

કાવ્યા તે વાંચી રહેલી છોકરી પાસે બેસીને તેની સામે નજર કરતા બોલી.
મિસ...મને આ બુક વાંચવા દેશો..?

તે છોકરી એ હસીને કહ્યું.
શું તારે પરી બનવું છે..!!!

શું કાવ્યા ને પેલી છોકરી પરી ની બુક વાંચવા દેશે.? તે વાંચનાર છોકરી આવું કેમ બોલી કે તારે પરી થવું છે..? આ બધું જોઈશું આગળ ના ભાગમાં.....

ક્રમશ.....