Featured Books
શ્રેણી
શેયર કરો

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૭

કંકણ નીચે આવતા જોઈને કાવ્યા નું મન થોડું ડગ્યું હતું પણ પરી બનવાની ઈચ્છા તેને હિમ્મત આપવા લાગી. એક નિર્ણય કરી લીધો કે હું આખી રાત મહેનત કરીશ અને જો સુરંગ થોડી પણ નહિ ગાળી શકુ તો હું એમ માનીશ મારા ભાગ્યમાં પરી બનવાનું નથી. ફરી હાથમાં ખોદકામ ના હથિયાર કાવ્યાએ ઉપાડ્યા ને શરૂ કર્યું ખોદકામ. મોડી રાત સુધી કાવ્યા ખોદકામ કરતી રહી પણ તે જેટલી સુરંગ કરતી તેટલી ઉપર થી કંકણ નીચે પડીને બુરાઈ જતી.

મધ્ય રાત્રિ થઈ તો પણ કાવ્યા એ ખોદકામ ચાલુ રાખ્યું. હવે કાવ્યા થાકી ચૂકી હતી એટલે થોડો આરામ કરવાનું વિચાર્યું. તે ત્યાં થોડીવાર બેસી રહી અને વિચારવા લાગી કે સુરંગ હું કેવી રીતે બનાવીશ અને ઉપરથી પડતાં કંકણ ને હું કેવી રીતે રોકી શકુ.?

તેના મનમાં એક વિચાર આવ્યો પણ તે વિચાર તેને મોતના મુખમાં લઈ જશે તેઓ હતો. તે વિચાર હતો. ખોદકામ કરતી વખતે નીકળતા કંકણ તેની પાછળ ના ભાગમાં રાખતા જવાના અને અંદર ને અંદર ખોદકામ કરતું રહેવાનું. પણ જો ખોદકામ કરતી વખતે ઉપરથી કંકણ નીચે પડતાં રહ્યા તો તે દબાઈ ને તેનું મૃત્યુ પણ થઇ શકે તેમ હતું. તો પણ આ રિસ્ક લેવા કાવ્યા તૈયાર થઈ અને ફરી ખોદકામ શરૂ કરવા લાગી. આગળ આગળ કંકણ ને ભેગા કરીને પાછળ પાછળ નાખતી રહી.

ટેકરી ની થોડે અંદર સુધી તેને નાની ગુફા જેવી બખોલ બનાવી લીધી ત્યાં સુધી તો ઉપરથી કંકણ થોડા થોડા પડી રહ્યા હતા પણ જેવી કાવ્યા વધુ અંદર જવા ખોદકામ કરવા લાગી ત્યાં ઉપર થી એક સામટા કંકણ નીચે પડ્યા અને કાવ્યા નો પાછળ નો ભાગ કંકણ થી ઢંકાઈ ગયો. હવે કાવ્યા તેણે બનાવેલી નાની ગુફા ની અંદર ફસાઈ ગઈ. તે હવે બહાર નીકળી શકે તેમ ન હતી.

ફસાઈ જવાથી કાવ્યા ફરી એક મુસીબતમાં આવી ગઈ. ખોદકામ કરતી રહું કે બહાર નીકળવાની કોશિશ કરું..! પણ હવે અહી સુધી ખોદકામ કરી ચૂકી છું તો થોડું હજુ વધારે કરું તે વિચાર થી કાવ્યા ફરી ખોદકામ કરવા લાગી.

કાવ્યા તો અંદર સુરંગ માં ફસાઈ ગઈ હતી પણ તેની પાસે રહેલો મોબાઈલ તેને સમય બતાવી રહ્યો હતો. સમય જોઈને કાવ્યા ને સવાર જલ્દી થઇ જશે તે ડર લાગવાથી તેણે ખોદકામ પુરજોશમાં કરવા લાગી. થાકી ગઈ હતી તો પણ એક વિશ્વાસ હતો કે હું જરૂર થી ગુફા ની અંદર પહોંચીશ. તેનો વિશ્વાસ મજબૂત કરી રહ્યો હતો મહાદેવ નું નામ. ખોદકામ કરતી વખતે કાવ્યા મનમાં મહાદેવ નું રટણ કરતી હતી.

હવે સવાર થવાનો સમય થઈ ગયો હતો. કાવ્યા એ આખી રાત ખોદકામ કરવાથી થાકી ગઈ હતી. તેનાથી હવે વધુ ખોદકામ થઈ શકે તેમ ન હતું. ઉપર થી હજુ સુધી તેં ગુફા સુધી પહોંચી ન હતી. એટલે સ્વાભાવિક થોડો ગુસ્સો તો આવે. એટલે હાથમાં રહેલો ત્રિકમ નો જોરથી સામે ઘા કર્યો. ત્યાં એક નાનું કાણું પડ્યું અને તેમાંથી એક સફેદ પ્રકાશ આવવા લાગ્યો.

આખી રાત અંધારામાં ખોદકામ કરીને કાવ્યા ની આંખો ઉજાસ વગરની થઈ ગઈ હતી ત્યાં આ અચાનક સફેદ પ્રકાશ જોઈને કાવ્યા અંજાઈ ગઈ. તેને કઈ દેખાઈ રહ્યું ન હતું. પણ દિલ ને એક શુકુન મળ્યું કે મે આખરે સુરંગ ગાળવામાં સફળતા મેળવી છે. તેને દેખાતું ન હતું છતાં પણ તેણે ગાળેલી સુરંગ માં ખુશ થઈ ને નાચવા લાગી. સુરંગ માં બહુ જગ્યા ન હતી તો પણ કાવ્યા નાચી રહી હતી.

કાવ્યા નો થાક ઉતરી ગયો હતો ને સવાર પણ થઈ ગયું હતું. એટલે કાવ્યા એ થોડી મહેનત કરી એટલે ગુફા ની અંદર પ્રવેશ થઈ શકે તેટલું ખોદકામ કરીને કાવ્યા ગુફા ની અંદર પ્રવેશ કર્યો.

જેવી રીતે જીનલે ગુફા માં પ્રવેશ કર્યો હતો ત્યારે તેની સામે ગુફામાં ત્રણ રસ્તા જોવા મળ્યા હતા. અને બે રસ્તામાં સફેદ પ્રકાશ આવી રહ્યો હતો. તેમ કાવ્યાને ગુફાની અંદર ત્રણ રસ્તા જોયા પણ નવાઈ ની વાત એ હતી કે એક રસ્તા માંથી સફેદ પ્રકાશ આવી રહ્યો હતો જ્યારે બે રસ્તા અંધકારમય હતા.

થાક ને કારણે કાવ્યા હવે આગળ બિલકુલ ચાલી શકે તેમ હતી નહિ ઉપર થી આ એક મોટી પહેલી કે ક્યાં રસ્તે થી અંદર પ્રવેશ કરવો. તેને કોઈ સમજ પડી નહિ ને તે ત્યાં જ સૂઈ ગઈ. એ વિચાર થી કે દિવસે તો જીન આ ગુફામાં મળશે નહિ એટલે દિવસે હું આરામ કરી લવ ને રાત્રે આ ત્રણ માંથી કોઈ એક રસ્તા તરફ જઈશ. આમ વિચારતી વિચારતી કાવ્યા ને ઊંઘ આવી ગઈ.

કાવ્યા ગુફાની અંદર તો દાખલ થઈ ગઈ પણ મહેલ અને જીન પાસે જઈ શકશે કે હજુ કોઈ અડચણ આવશે.? જોઈશું આગળ ના ભાગમાં.

ક્રમશ...