જેલ નંબર ૧૧ એ - ૧૫ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

જેલ નંબર ૧૧ એ - ૧૫

‘આજે મને એ લોકોએ એક ચોકઠું આપ્યું.. મોટું છે. મારા દાંત નાના છે- આ ચોકઠું મોટું છે. મને ચવતા નથી ફાવતું. એ લોકો પથ્થર જેવા ફળો ખાવા આપે છે.. છાલ નથી કાઢતા. દાંત તૂટી ગયા. હું શું કરું? મને ખાતા નથી ફાવતું. ચોકઠું ના આપે ત્યારે ચાવું કઇ રીતે? મોઢામાં દુખે છે. ફાવે કઇ રીતે? કેટલા પણ લોકોએ ચોકઠાને લઈ ખબર નહીં શુંય ચાવ્યા હશે... -’

‘મમ્મી તું કોઈ કીર્તિ રાજપૂતને ઓળખે છે?’

‘કીર્તિ.. કોણ કીર્તિ રાજપૂત?’

‘તેનો પતિ મારો કેટલાય દિવસથી પીછો કરે છે, કહે છે કીર્તિ એ કહ્યું હતું.’

‘કીર્તિ રાજપૂત? ના. આ નામની કોઈ સત્રીંને હું નથી ઓળખતી -’

‘શું થયું?’

‘..’

‘મમ્મી?’

‘..’

‘તારો અવાજ નથી આવતો -’

‘સવારે ચાર વાગ્યા હતા. તું ૧૬ વર્ષની હતી. આપણે સિહોરની જૂની હવેલીમાં રહવા આવ્યા હતા. તને દોડવાનો ચસ્કો લાગ્યો હતો. રોજ સવારે ચારથી છ ઘર આજુ બાજુ દોડવાનું. ત્યારે એક માણસ હતો.. યક્ષ. એ યક્ષ એની દૂરબીન સાથે તારો પીછો કરતો હતો. આ વાત મને નિષ્ઠાએ કીધી હતી. હું તારી એકલી રક્ષક હતી. પછી થી ઘણા દિવસો સુધી હું તારો પીછો કરતી. મારુ વજન ઘટવા લાગ્યું પણ મને યક્ષ નતો મળતો. આજુ બાજુ ઘનઘોર જંગલ હતું. ચાલતા થાક લાગતો હતો. ઢાળ વાળા રસ્તા હતા. ઉપરથી યક્ષને ખબર પડી ગઈ તો તે તારી સાથે શું કરશે તેનો ડર રહેતો. હું રોજ સવારે સાડા ચાર વાગ્યે તારી પાછળ આવું. રસ્તામાં કોઈ ઓળખી ના જાય એટલે મોઢા પર સાડી રાખું. ઘણા અવડા રસ્તે ધીમે ચાલુ. પણ એ વખતે તો કોઈ ન આવ્યું સામે.

પછી એમ થયું કે નિષ્ઠાનો ભ્રમ હશે.ભ્રમ ન હતો. હકીકત હતી. દસ દિવસ પછી તારી સાથે દોડવાનું બંધ કરી દીધું. ખબર નહીં કેમ એક ચિંતા રહેતી. મને નતી ખબર કે નિષ્ઠાને ચિંતા વધારે હશે. એણે તારી પાછળ દોડવાનું ચાલુ રાખ્યું.’

‘પછી શું થયું?’

‘લગ્ન.’

‘શું?’

‘નિષ્ઠાના લગ્ન વખતે તેના વરઘોડામાં એક માણસ હતો. તૃપ્તિ યાદ છે? તૃપ્તિ દેસાઇ? પેલી શિવજીના મંદિરે રોજ સંધ્યા આરતી પછી ભજન ગાતી? એણે એક અઢાર વર્ષના છોકરાને મંદિરની ભેટપેટી માંથી પૈસા ચોરતા જોયો હતો. અઝહરની દરગાહે આ છોકરાએ એક યુવતીની છેડતી કરી હતી. તે નિષ્ઠાના લગ્નમાં આવ્યો હતો. જમીંને જતો રહ્યો. મારી આંખો તેની પર કાયમ રહી. તે મારી આંખો વિષે જાણતો હતો. જમવાનું ચાલતું હતું ત્યારે એક કોળીઓ હાથમાં હતો. તે પાછળ ફરેલો હતો પણ તેના શ્વાસની ઉથ્થલ - પૂથ્થલથી મને ડર લાગતો હતો. તે માણસ ન હતો. એણે જોતાંજ મને તેનાથી ડર લાગતો. એ યક્ષ હતો. એ વખતે મને આવી ન હતી ખબર. પછી વરસાદ પડવા લાગ્યો. એણે

છત્રી લીધી અને તેના ઘર તરફ ગયો. રાધિકાના લગ્ન નિષ્ઠાના કોઈ ભાઈ સાથે થયા હતા. એમની સગાઈમાં હું તેણે મળી.. નિષ્ઠાને ખબર હતી. યક્ષ એણે બિવડાવવા ત્યાં આવ્યો હતો. તે પછી એટલી ગભરાઈ હતી કે કેટલાય દિવસ સુધીતે બહાર ન હતી ગઈ -’

‘પણ આ યક્ષ કોણ હતો?’ હવે મૌર્વિનું તાપમાન વધી રહ્યું હતું.

‘આ લોકોને ચોકઠાથી શું વેર છે કાઈજ નથી સમજાતું. હું શું કરું.. બોલાતું પણ નથી. જે દિવસે અમે મળ્યા તેના બીજા દિવસથી જ હું તારી પાછળ ફરી દોડવા લાગી. આંઠમાં દિવસે મે એને પકડ્યો. એ યક્ષ હતો. એના હાથમાં એક દૂરબીન હતી. અને એણે એક કાળા રંગનું શર્ટ પહર્યુ હતું. બાકી કશું યાદ નથી. મે યક્ષને તારા પપ્પાના જૂના કારખાનામાં ચાર દિવસ બાંધી રાખ્યો. એણે એક ટાઈમ જમવાનું આપ્યું. એ વખતે ફ્રિજ ન હતા. એના પગ મેં એક આઈસ બોક્સમાં રાખ્યા. હાથ છત પર બાંધી રાખ્યા. મોઢામાં તાર હતા અને ચામડી પર લોહી. ચોથા દિવસની રાતે મે એણે ખોલ્યો અને જવા દીધો. તે ભાગી ગયો. સિહોરથી નાસી ગયો.’

‘પણ આ યક્ષ હતો કોણ -’

‘મનીષ રાજપૂત. એ યુટીત્સ્યાનો સીક્રેટ સિક્યોરિટી ઓફીષ્યલ છે.’

‘તને મનીષ રાજપૂત વિષે કઇ રીતે ખબર?’

‘જો હું એને ચાર દિવસ નર્કમાં રાખી શકું તો એની હરકતોથી ઓળખી ન શકું?’