જેલ નંબર ૧૧ એ - ૪ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જેલ નંબર ૧૧ એ - ૪

મિથુનને જોતાં એનો વિચાર આવે છે. છેલ્લી પંદર મિનિટ થી હું એનાજ વિચારોમાં ખોવાયેલી છું, અને મે તો એને જોયો પણ નથી! મિથુન નાના બાળક જેવુ ખાય છે. મને લાગ્યુંજ હતું કે એ લોકો એ મિથુનને નહીં જમાડયો હોય. પણ આટલી ભૂખ? ઓહ ગોડ.

પુલાવ એકદમ મારી મમ્મી જેવો બન્યો છે. મૈથિલીને મારી મમ્મી એજ પુલાવ બનાવતા શીખવાડીયો હશે. મારી મમ્મી ને તો ઓલરેડી કોઈકને ને કોઈકને ફૂડ લેશન્સ આપવાજ હોય છે, અને મૈથિલી તો છેજ મમ્મી નો ભગત!

મૈથિલીશરણનું નામ મને સહેજ પણ નથી ગમતું. એનું નામ કઈક વધારેજ લાંબુ છે. મૈથિલીના પપ્પા મૈથિલીશરણ ગુપ્ત ના ફેન હતા, તો દીકરાનુ નામ એની પાછળ રાખવાનું?

મિથુન મારા તરફ જોવે છે, એ સ્માઇલ કરે છે, પછી મૈથિલી તરફ જોવે છે. ઘણી વાર મને એ શું વિચારે છે તે ખબર જ નથી પડતી. એકદમ રહસ્યમય, જાણે તેનું મુખ એનું રહેતુજ નથી.

‘વિદ્યુત નું શું થશે?’ તે મૈથિલીને પૂછે છે.

‘વિદ્યુત.. વિદ્યુતને તો બારગેન માં આપ્યો હતો ને. એક ૧૧ - એ માટે બીજો ૧૧ - એ?’

‘વિદ્યુત ૧૧ - એ માં નહીં જાય.’

‘શું? તું ગાંડો થઈ ગયો છે મિથુન, તને ભૂખ લાગી છે, જમીને સરખી રીતે વિચાર.. વિદ્યુત ઇસ નોટ ઇમ્પોર્ટેંટ. તારી આઝાદી વધુ મહત્વની છે.’ આ મિથુન શું બોલે છે?

‘મૌર્વિ સાચુંજ કહે છે. આમ પણ વિદ્યુત ઘણી વાર જૂઠું બોલ્યો છે, એક વાર તો આપણને એક્સપોસ કરીજ દીધા હતા. ૧૧ - એ ના લાયક જ છે એ.’

‘પણ વિદ્યુત મંથનાનો ભાઈ છે.’

‘તો શું - હું બોલી - મંથના વિદ્યુત ના જવા થી દુખી નથી. મંથના તો ઉપર થી ખુશ હતી. વિદ્યુત તો -’

‘૧૧ - એ નો નકશો જાણે છે.’

હા! વિદ્યુતજ તો ૧૧ - એ નો નકશો અમારા માટે લાવ્યો હતો. એની જોળે તો ૧૧ - એ થી બચવાના ઘણા ઉપાયો હશે. ભાગી ગયો તો? એ તો વિશ્વાનલ ને પણ ઓળખે છે..

‘સાચ્ચીજ વાત છે! વિદ્યુત ૧૧ - એ માં નહીં જાય.’

‘મૌર્વિ તુ પણ?’

‘હું શું મૈથિલ? ૧૧ - એ માંથી વિદ્યુત જો ભાગી જશે તો તે આપણને એક્સપોસ કરીનેજ રહશે. વી કેનનોટ ટેક ધ રિસ્ક.’

‘એ લોકો ભાગવા દેશે તો ને.’

પણ મૈથિલને કેવી રીતે સમજાવવું કે વિદ્યુત વિશ્વાનલને ઓળખે છે. જો એ લોકો ને આ ખબર પડી તો ઓફ કોર્સ એને છોડી દેશે.

‘કેમ નહીં ભાગવા દે? વિદ્યુત પાસે નિલક્ષ છે.’ મિથુન બોલ્યો.

બિલકુલ! નિલક્ષ પામવા તો વિશ્વાનલ કઇ પણ કરી શકે છે.

‘પણ હવે શું કરીએ? એ લોકો તો ત્યાં પોહંચી પણ ગયા હશે.’

‘એક રસ્તો છે.’

રસ્તો?

________________________________________________________________________________________________________________________

મંથના ના મુખ પર એક ટોર્ચ બંધ થઈ. પછી બધ્ધીજ ટોર્ચ બંધ થઈ. વિદ્યુતે ફરી થી ચીસ પાડી. એ પેહલા કે મંથન જોવે, તે લાઇટ ફરી ચાલુ થાય છે. હાંશ! આજ લોકો છે, એક સેકંડ માટે તો મંથના ડરી ગઈ હતી.

તે સામેજ ઊભા છે.

‘૧૧ - એ નો નવો કેપ્ટિવ?’ એક લાંબો ભરાવદાર બાંધાનો માણસ પૂછે છે.

‘હા.’

‘વૉટ!’ વિદ્યુત તે માણસ પર જોઈજ રહે છે.

‘આ શું બોલે છે મંથના?’

‘બે સુપડા જેવા કાન છે, તો પણ સંભડાતું નથી. એ કે છે, કે તો ૧૧ - એ નો નવો કેપ્ટિવ છો, હવે કેપ્ટિવ એટલે -’

‘મને ખબર છે કેપ્ટિવ એટલે કેદી પણ– આહ!’

મંથનાના કાન પર પડઘો પડે છે, અને આહ! આ શું?