jail number 11 A - 3 books and stories free download online pdf in Gujarati

જેલ નંબર ૧૧ એ - ૩

મિથુન હવે આઝાદ છે. મિથુન કેદની બહાર છે. મૌર્વિનો વિશ્વાસ કાયમ છે. મૈથિલી પાસે આશા છે. તે જે ઈચ્છે, તે કદાચ કાયમ થશે. પણ પૃથ્વીના બીજા ખૂણે ક્યાંક આ કહાણીના બીજા અંશો ફસાયેલા છે. આમાંથી એક અંશ છે મંથનાનું.

સામે દરવાજો છે. દરવાજા પર તાળું છે. તાળું ખૂલતું નથી. પાછળ વિદ્યુત ઊભો છે.

‘મંથના.. એ લોકો આવતાજ હશે,’ પણ વિદ્યુત હું ટ્રાય કરું છું, દરવાજો નથી ખૂલતો.

‘મંથના.. પ્લીઝ, પ્લીઝ જલ્દી દરવાજો ખોલ.’

દરવાજો લીલા રંગનો છે, કાટ ખવાય ગયો છે. પણ લોક નવું છે. લોક નથી ખૂલતું. ચાવી ચાર વાર લાગી જોઈ. લોક નાથી ખૂલતું.

‘મંથના! સાંભળ, એ લોકો આવે છે.’ પણ દરવાજો નથી ખૂલતો વિદ્યુત હું શું કરું?

‘પ્લીઝ, ફોર ગોડસ સેક દરવાજો ખોલ.’

વિદ્યુતના મોઢેતો નૈ કેહવાય, બોલી બોલીતે મંથનાનું માથું દુખાડે છે. બંધજ નથી થતો.

પછી મંથના દરવાજો ખોલે છે, એકદમ ધીમે થી, અને પછી આગળ વધે છે. રૂમ કાળો છે. રૂમ ખાલીતો હશેજ. વિદ્યુત જોરથી બારણું બંધ કરે છે. મંથના એને આંખ દેખાડે છે અને એના પાકીટ માંથી એક ટોર્ચ કાઢે છે.

રૂમનો રંગ પીળો છે. એની પર લોહીના ડાઘ છે. આ જોઈનેતો પોતે મંથના પણ હેરાન છે. મંથનાને લાગતું રૂમ તો થોડોક સેનસીબલ આપ્યો હશે.

વિદ્યુતતો લોહી જોઈ ડરે છે. ઓલરેડી એના ખભા પર ગોળી વાગી છે, અને એમ પાછું આ લોહી એટલે સત્યાનાશ!

‘આ સુ છે?’ વિદ્યુત ઝોરથી પૂછે છે.

‘શાંતિ રાખ. અવાજ સાંભડયોતો એ લોક આવી જશે. ફરી ગોળી ખાવી છે?’

‘ના. પણ હવે શું કરીશું?’

‘રાતતો રોકાવાનુજ છે, ઊંઘીસુ બીજું શું?’

‘અને એ લોકો રાતે આવ્યા તો?’

‘ખબર નઇ, આવે પણ ખરા.’

‘એ લોકો મને લઈ જશે મંથના.. અને કદાચ તને પણ.’

‘તો તું જે.સી. બી. ના અવાજથી જાગી નહીં જાય?’

‘જે. સી. બી. નો અવાજ? કેમ?’

‘જે પ્રમાણે તારું વજન છે.. એ પ્રમાણે કોઈ દસ અગીયાર જણતો તને ઉપાડી નહીં શકે. પછી તો જે. સી. બીજ માંગવુ પડશેને.’

‘સીરીયસલી? આવાં સમયે પણ?’

‘આવો સમય એટલે કેવો સમય, તને શું લાગે છે, એ લોકો કોઈના પણ ઘરે ઘૂસી જસે? એ લોકો માણસ છે, ભગવાન ન’ઇ.’

‘પણ જો ખબર પડી ગઈ તો?’

‘ગાંડા કહેવાય. એક મામૂલી છોકરી અને એક પાડા જેવા માણસ પાછળ આવડો મોટો જે.સી.બીનો ખર્ચો કરવો એટલે?’

‘મંથના! જે.સી.બી આમાં ક્યાંથી વચ્ચે આવ્યું?’

‘મને શું ખબર, તુ કે છે કે એ લોકો તને ઉપાડી જશે, હું નૈ.’

‘પણ હું એટલો જાડો પણ નથી.’

‘તારો અરીસો બહુ મોંઘો હશે હો, બાકી સામાન્ય અરીસો તો તને આવો વિશ્વાસ અપાવડાવેજ નહીં.’

‘ઓહ ગોડ! શું થશે મારુ?’

‘વજન ઘટાડો, પછી જે થશે તે સારું થશે.’

‘મંથના, મે ભગવાનને પૂછ્યું.’

‘અને મે એમના વતી જવાબ આપ્યો.’

પછી કઈક હલે છે. કઈક અવાજ આવે છે. જાણે કોઈ વસ્તુ હલવાનો. મંથના દરરેક બાજુ એની ટોર્ચ ફેરવે છે. વિદ્યુત જમીન સાથે ચીપકી જાય છે. કઈક ફરીથી હલે છે. અને પછી શાંતિ છે. અઘોર શાંતિ.

૧..

૨..

૩..

૪..

૫..

પછી મંથના બોલે છે, ‘લાગે છે આ ઘરમાં કઇ છે.’

‘કોઈક માણસ?’ વિદ્યુતનો અવાજ માંડ સંભળાય છે.

‘કદાચ.’

‘જોવું છે?’ પણ વિદ્યુતતો હલતોજ નથી.

‘અફ કોર્સ.’

અને પછી લાઇટ થાય છે. લાઇટ નહીં, ટોર્ચ, પણ પાંચ ટોર્ચ એક સાથે, અને એ પણ તેમના મુખ પર.

વિદ્યુત જોરથી ચીસ પાડે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED