Jail Number 11 A - 14 books and stories free download online pdf in Gujarati

જેલ નંબર ૧૧ એ - ૧૪

સાઇકલ સવાર રચનાના હૉલ રૂમમાં બેસ્યો હતો. તેની ઉમર ખબર નહતી પડતી. ખૂબ જ પાતળો અને સફેદ હતો. રચના અને મૌર્વિ ખુરસી ઉપર બેસ્યા હતા. સાઇકલ સવારના હાથ અને પગ બાંધેલા હતા, તે જમીન પર બેસ્યો હતો.

મૌર્વિએ સાઇકલ સવારની આંખોમાં જોયું. તેની આંખો કાળી હતી. મૌર્વિના વાળ જેટલી કાળી.

‘શ્વએન વએરત?’ કોણ છે તું? તેમ પૂછ્યું.

એણે કોઈ જવાબ ન આપ્યો.

‘તું કોણ છે?’ રચનાએ પૂછ્યું.

તેણે કોઈ જવાબ ન આપ્યો.

‘આજથી ચાર મહિના પેહલા મારા ત્યાં કામ કરતા એક માણસે કોઈ ચોરને મારા ઘરે આવતા પકડી પાડ્યો હતો. મે એણે યુટીત્સ્યામાં આપતા પેહલા આજ પ્રશ્ન કર્યો હતો. તેણે જવાબ ન આપ્યો, તો મે એના માથા પર બુક પછાડી. લોહી વહેવા લાગ્યું. તેનું માથું તૂટી ગયું. યુટીત્સ્યામાં એણે કાઈજ સારવાર અપાઈ ન હતી.’ રચનાએ વિસ્તૃતમાં કહ્યું.

પેલો માણસ સમજતો હતો, પણ એણે કોઈ જવાબ ન આપ્યો. રચના ઊભી થઈ, દરવાજે પહોચતા પેહલા એણે રુદન સાંભળ્યું.

પાછળ ફરી જોયું તો સાઇકલ સવાર રડતો હતો.

આંખોમાં થી આંસુ પડતાં.. તે શાંત હતો. મૌર્વિ તેની આંખોમાં એક ધાર્યા જોઈ રહી હતી.

મૌર્વિ તેની નજીક આવી, કે તેણે વાંદરાની જેમ મૌર્વિના વાળ ખેંચી લીધા.

મૌર્વિએ ચીસ પાડી. સાઇકલ સવાર દરવાજે પોહોંચ્યોં કે રચનાએ પુસ્તકનો છુટ્ટો ઘા તેના માથા પર કર્યો. ‘આહ!’ કેહતા તે નીચે પડ્યો.

મૌર્વિએ તેના શરીરને લાત મારી. ફરી મારી. અને વાળ પાછળ ખસેડયા.

સાઇકલ સવારના હોઠો પર લાલ - લાલ લોહી હતું.

‘કોણ છે તું!’ રચનાએ જોરથી ચીસ પાડી.

‘જેમ તને અહી ઢસડીંએ લાવી છું, તેમ યુટીત્સ્યામાં લઈ જઈશ!’ મૌર્વિના આ શબ્દ સાંભળતા તે પોકે - પોકે રડવા લાગ્યો.

આ વખતે તેનું રુદન સ્પષ્ટ હતું.

તે બંનેઉ આવી બેસ્યા. આ વખતે સાઇકલ સવાર બેસી રહ્યો.

ઉંબરા પર હતો.. પણ તે બહાર નતો જવાનો, જે વાત તેના રુદન જેટલી સ્પષ્ટ હતી.

‘કોણ છે તું?’

‘મનીષ રાજપૂત.’

મૌર્વિને તે કોણ હતો, તે નહોતી ખબર.

‘તું મારો પીછો કેમ કરે છે?’

તે શાંત રહ્યો.

ઊભો થયો અને રૂમની એક બાજુ જઈ બેસી ગયો. રચનાએ દરવાજો બંધ કર્યો. સાઇકલ સવારે મૌર્વિ બાજુ આવી તેના ગેબેરડાઈન શર્ટના ખીચા માંથી એક કાગળ કાઢ્યું અને મૌર્વિના હાથમાં મૂક્યું.

તે પ્રેમીનો પ્રેમ કાગળ હતો. ગુલબી રંગનો.

ગુલાબી કાગળ.

મૌર્વિને જોતાં સાઇકલ સવારને તેના મનમાં ચાલતા ખોટા વિચારો દેખાઈ આવ્યા.

‘હું નહીં.. -મે આ કાગળ નથી લખ્યું.’

‘ચોરી કરી છે?’

‘મે નથી કરી-’

‘કોણે કરી?’

‘કીર્તિએ.’

‘કીર્તિ?

‘મારી પત્ની.’

કીર્તિ.. એ કોણ, મૌર્વિને તો આ નામનું કોઈ યાદ ન હતું.

‘એ કોણ?’

‘એ મને બ્લેક મેલ કરી રહી છે... મારી જોડે આ કરાવી રહી છે.’

મૌર્વિને લાગ્યું આ માણસ જુઠ્ઠું બોલે છે. બિલકુલ, આ જુઠ્ઠો છે.

‘રચના.. હું આને લઈ જઉ?’

‘ના. હું આર્કીએવી છું.. હું આને જવા નહીં દઉ.’

મૌર્વિને આજ સાંભળવું હતું.

તે વગર કશું કહે તેની સાઇકલ પર બેસી. અને ઘર તરફ નીકળી.

સખ્ખત ઊંઘ આવતી હતી.. ઉપરથી કોણ હતો આ મનીષ રાજપૂત? જુઠ્ઠું બોલતો હતો, કે તથ્ય?

આટલું વિચારતા મૌર્વિ તેના ઘરના ઝાંપે પોહંચી.

ફોન આવ્યો.

‘નમસ્તે.’

જેલના કેદી સાથે સંપર્ક બાંધતા માણસે, કે જેલના કેદીએ, તેમના મૂળભૂત કર્યો સાંભળવાના રહે છે. યુટીત્સ્યાના મૂળભૂત કર્યોની શરૂઆત ‘નમસ્તે’થી થાય છે.

મૂળભૂત કર્યો સાંભળતા મૌર્વિના મનમાં કંઈક થતું હતું.

શું કેહવાય આને? નર્વસનેસ. જૂની અંગ્રેજી ભાષાનો એક શબ્દ.

પછી માણસનો અવાજ આવ્યો.

‘મૌર્વિ?’

મૌર્વિની મમ્મી હતી.

‘હા.’

આજકાલ જેલની લાઇનો સડી ગઈ હતી. અવાજ સંભળાતોજ ન હતો.

કીર્તિની યાદ મૌર્વિને તેની માતા દેવડાવે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED