જેલ નંબર ૧૧ એ - ૧૬ અને ૧૭ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

જેલ નંબર ૧૧ એ - ૧૬ અને ૧૭

‘..પછી શું થયું?’

‘શેના પછી?’

‘તે એને બાંધી ને રાખ્યો પછી?’

‘ભાગી ગયો.’

‘પણ કઇ રીતે?’

‘વોટ ડુ યુ મીન કઇ રીતે? તે પણ માણસ જ હતો. પગ પર ચાલીને.’

‘પણ પછી તેની જોડે શું થયું, કેમ થયું કઇ ખબર નથી?’
‘ખબર છે ને - પાછળ કંઈક અવાજ આવે છે, કોઈ કશુંક બોલે છે - એ મને મળવા આવ્યો હતો. હું તને પછી કહીશ. વાત કરવાનો સમય સમાપ્ત -’ કહેતા શાંતિ પથરાઈ ગઈ.

અને વરસાદ પડવા લાગ્યો.

મૌર્વિ ઘરમાં ગઈ. દરવાજો બંધ કર્યો. બે વાર લોક કર્યો. અને એક નાની દિવાસળી (મૌર્વિના ખીચામાં હતી) કાઢી ચપ્પલના સ્ટેન્ડ બાજુ બેસ્યો દીવો પ્રગટાવ્યો. મૌર્વિના ઘરની છત ઉપર એક કાચનું ઝુંમર હતું. અને મૌર્વિ જેવા અનેક લોકોના ઘરમાં પણ આ ઝુંમર જોવા મળતું. આ ઝુંમરમાં છ મીણબત્તીઓ હતી. તેણે ઉજાગર કરતાં સામે રહેલા કાચ પર મીણબત્તીનો પ્રકાશ જળ હળી ઊઠતો. આ પડછાયાનો પણ પડછાયો પડે - આમ છ વાર (કુલ ૩૬ વાર રૂમમાં પ્રકાશ ફેલાય) અને જૂના જમાનાની લાઇટો જેટલું તેજ આપે. આજ કાલ બધુ બદલાઈ ગયું હતું.

ત્યારે મૌર્વિના ઘરનો બેલ વાગ્યો.

મૌર્વિ બેસી રહી. ૧.. ૨.. ફરી વાગ્યો. આ વખતે મૌર્વિ ઊભી થઈ. પણ તે હાળી નહીં. ત્રીસ સેકન્ડ બાદ પશ્ચાત બેલ વાગ્યો. મૌર્વિ દરવાજે ગઈ. ઊંડો શ્વાસ ભારત એક હાથ પાછળ રાખ્યો, મુઠ્ઠી દબાઈ. દરવાજાની સાંકળ ખોલતા બીજી ત્રીસ સેકન્ડ થઈ ગઈ હતી તેમ લાગ્યું. દરવાજે કોઈ સ્ત્રી હતી.

આ સ્ત્રી:

- ની ઉંમર ૬૦ વર્ષની હસે

- પલડેલી હતી

- ના વાળ ગ્રે રંગના હતા

- ના હોઠ લીલા રંગના હતા

- એ યુટીત્સ્યાનો કાળો પોષાક પહર્યો હતો.


‘કોણ?’

‘એડલવુલ્ફા ક્લાઇન.’

‘કોણ?’

‘યુટીત્સ્યોલ વેરફા?’

તે યુટીત્સ્યાની ભાષામાં વાત કરવા ઇચ્છતી હતી.

‘આઈવેલ.’

*હા.*

‘શ્રુરુ સેનતોલ એલવ. ક્વેર દાખ કવર્સ લીઓલા. વ્રાંત્રેતેઈક્ષ?’

*હું તમારી માંગ પૂર્ણ કરવા આવી છું. તેમની (યુટીત્સ્યા) સાથે કામ કરું છું. શરૂ કરીએ?*

‘આઈવેલ’

તે અંદર આવી, તેના હાથમાં ભીના કાગળ હતા. તેણે પગમાં કશુંજ પહર્યું ન હોવાથી મૌર્વિ અને તે સિધ્ધા અંદર ગયા. મૌર્વિ એ ઓઢવા એક નાનું કપડું આપ્યું. તેણે સ્વીકાર્યું નહીં, બસ મૂકી દીધુ. રૂમની અંદર રહેલા ટેબલ ને વચ્ચે ઘસેડતા તેણે કાગળ પાથર્યા. કાગળ ભીના હતા, છતાં તેણે મૌર્વિને ટેબલ પર મૂકતાં પહેલા ન પૂછયું, જે જોતાં મૌર્વિને લાગ્યું કે એડલવુલ્ફા જલ્દીમાં હતી.

‘સારીઆંટીસ?’

*દેખાય છે?*

‘આઈવેલ.’

‘તૃ કરીફેન દેલવી આર્ટી મારી ઉનુંફઓ. શ્રાઇસ ઇંડેસ ડારી કેવરે લીઓલા. આયારી ગીયુએરરાસા.’

*આ છે - કાગળ પર મૂકેલા એક ચિત્ર તરફ આંગળી કરતાં - તમારો પહેલો કેદી (મૈથિલીશરણ). તે હાલ વન વિભાગમાં રક્ષક છે. એનું નામ બદલાઈ ગયું છે. તે હાલ અમારી કેદમાં છે.*

‘વઋત ગ્લરીસ ઉનફે કયારેરીએશ. શં વેલ્સ કરવીર લો? ગહૃ કિશચિ વેન ઝ નનન્યા.’

*આ છે - કાગળ પર મૂકેલા એક પત્ર પર હાથ મૂકે છે - તમારા બીજા કેદી (મંથના). શું તમે જાણો છો કે તે મૃત્યુ પામી છે? હા, આ તેનો છેલ્લો પત્ર છે (પત્ર નવ વર્ષ જૂનો છે).*

‘એક મિનિટ! તે મૃત્યુ પામી છે?’

એડલવુલ્ફા અજ્ઞાનતા જણાવે છે. ‘કવેર કઇ વેલ્સ લીઓલા?’

‘નનન્યા. ગહૃ કિશિચી લીઓલા ડેંગ વેલ્સ. તુંતે નાર્યમીશ્ચલાઇ.’

*હા. તેની મૃત્યુ નવ મહિના પહેલા જ થઈ ગઈ હતી. તેનું શરીર એક રણમાં અળધુ ચવાયેલુ પડ્યું હતું.’

‘વેરફા ક્યોરરીએશ દેન લીસ વારસીના કવાળેટો કવાલે. ઇરવેન્ડો જતલેન્સપ્રિ જેશડયૂ કિરીયાસ આવિવેલ. તે શિંકત.’

*તમે જોવો છો વિશ્વાનલ ને, કેદી નંબર ત્રણ. તે તો હાલ જેલમાં જ છે. શાંતિપ્રિય વર્તન માંટે તેણે જલ્દી રજા મળશે આ સપ્તાહમાં, તે તમારા હાથમાં હશે.*

ત્યાં જોરથી વીજળી પળી. એડલવુલ્ફા બાહરીની બહાર જોવા લાગી. અચાનકથી તે દરવાજા બહાર ગઈ. તેણે દરવાજો બંધ કર્યો. મૌર્વિ દરવાજે જાય તે પહેલા તે પાછી પણ આવી ગઈ. તેના હાથમાં એક ફોન હતો. તેણે એક નંબર લગાડ્યો. ત્યાં સુધી તો મૌર્વિ જોતિજ રહી. પણ પછી એડલવુલ્ફા એ તે ફોન મૌર્વિના કાનએ ધાર દીધો. સામે થી અવાજ આવ્યો:

‘એડલવુલ્ફા?’

‘..’

‘મૌર્વિ?’

‘હા.’

‘તે મને ઓળખ્યો?’

‘ના.’

‘હું તારો પ્રેમી, મૌર્વિ.’

ગુલાબી કાગળ. ભવિષ્ય જાણનાર પેલો પત્ર લેખક.

‘મૌર્વિ?’

‘તું મને સાંભળે છે ને?’

મૌર્વિ આ પ્રશ્નનો જવાબ આપવામાં અસમર્થ હતી. તે કશુંજ ન બોલી.

‘મૌર્વિ, તું કેમ તારું ભવિષ્ય કૂવામાં નાખવા ઈચ્છે છે?’

‘શું?’

‘તારી જોડે બધ્ધુંજ છે. તારી જોલએ યુટીત્સ્યા સુધી છે. તારા થી વધુ આ પૃથ્વી પર કોણ યુટીત્સ્યાની મદદ લેવા સમર્થ થયું છે? -તું કેમ તે લોકો પાછળ જાય છે? તને ખબર છે ને, તને કેવી રીતે બાળી દીધી હતી. કેવી રીતે ઉત્સવી, તારી મિત્ર ઉત્સવી ના પેપર્સ મુજબ તું યુટીત્સ્યા પર હમલો કરનારી હતી -’

‘પણ ઉત્સવી તો પછી આવીજ ન હતી! તે ગાયબ થઈ ગઈ છે!’

‘બિલકુલ. સમય વીતી ગયો છે. હવે ભૂલી જા. નહીં તો..’

‘નહીં તો?’

‘તે પાછા આવશે.’

‘કોણ?’

‘તેઓ.’