આજે પંદર તારીખ હતી. કદાચ આજે પંદર તારીખ હતી. ના, કાલે પંદર તારીખ હતી. કાલે પંદર તારીખ હતી? કેમ યાદ નથી આવતું? આજે સોળ તારીખ થઈ? કે આજે પંદર તારીખ થઈ?
કોઈ તહેવાર આવ્યો હતો? ના, યાદ નથી.
કોઈ મળવાનું હોય? શ્રેય તો આઉટ ઓફ સ્ટેટ છે, રીયા છેલ્લી વાર ક્યારે મળવા આવી હતી?
જો આજે પંદર તારીખ હોય તો તે ત્રણ તારીખે આવી હતી. રીયાને ખબર હશે? કદાચ. રીયાને ફોન કરું? ના. લેન્ડલાઇન બંધ છે. લેન્ડલાઇન રીપેર કરાવવાનો છે. કોણ કરશે? મનેતો આવડતું પણ નથી.
એમને કહું?
ના. એના કરતાં હું એમને પૂછી લઉં. એવી રીતે પૂછાય? ના, એ જવાબ નથી આપતા.
એમને જોકે મેં જોયા નથી હોં.
અહી એક કેલેન્ડર હોવું જોઈએ.
અહી દીવાલો પણ રંગવી જોઈએ. અહીં એક સારાં પલંગની પણ જરૂર છે. અને એક કાર્પેટ.
આ ઘરતો નથી. આ ઘર કહેવાશે પણ નહીં.
અંહી એક કિચન હોવું જોઈએ.
જમવાનું પણ સારું નથી બનાવતા.
એમને મારે પૂછવું જોઈએ. મને જમવાનું સારું બનાવતા આવડે હો. એમના કરતાંતો લાખ ગણું સારું.
દીવાલને જોઈને ચીત્રિ ચડે છે.
દરવાજો ખખડ્યો. કોઈક આવે છે.
કોઈક આવે છે.
મને ભૂખ લાગી છે. જમવાનું હોવું જોઈએ.
એ લોકો નહીં.
એ લોકો ના હોવા જોઈએ.
જમવાનું આપો.
મને ભૂખ લાગી છે. એ લોકો અત્યારે ના આવવા જોઈએ. મને છેને એ લોકોથી ઘણી બીક લાગે હોં. પ્લીઝ, પ્લીઝ એ લોકો ના હોવા જોઈએ.
કોઈ એમને કઇ કહેતું પણ નથી. એ લોકો જોડે ચાવી છે. એ લોકો બહુ ડરાવના છે હો.
ચાવી નાખી. લોક ખૂલ્યું. લોકનો અવાજ આવે છે.
દરવાજો.. ધીમે.. ધીમે ખોલે છે.
એ લોકો ના હોવા જોઈએ.
એ લોકો ના હોવા જોઈએ.
એ લોકો ના હોવા જોઈએ.
પ્લીઝ, પ્લીઝ, એ લોકો ના હોવા જોઈએ.
મને અહીં નથી રહેવું. પણ મારાથી હલાતુંજ નથી.
રડું પણ નથી આવતું.
કઇ થતુજ નથી, એક્ચ્યુલી.
મૌર્વિ.
મૌર્વિ?
મૌર્વિજ છે? હા, મૌર્વિજ છે.
મૌર્વિના વાળ લાંબા છે, મૌર્વિએ માસ્ક પેહર્યું છે...
.૧.
મૌર્વિને એની યાદ આવે છે.
મને કેમ એની યાદ આવે છે? અને એ છેજ કોણ? હું એને કેમ યાદ કરું છું?
મિથુનતો કેટલાય દિવસોથી અંહી પુરાયલો છે. મિથુનને યાદ કરી કરી નેતે છેલ્લા છો દિવસથી ગાંડી થઈ ગઈ હતી. મિથુનને કઈક કરતાં કઈક બચાવવાનો હતો. અને હવે.. જ્યારે મિથુન એની સામે હતો ત્યારે હું એને યાદ કરું છું?
મને તો ખબર પણ નથી.. શું તે જીવે છે, કે જીવંત પ્રાણી છે. તો પણ!
સાચીજ વાત છે, મારે મિથુન વિષે વિચારવું જોઈએ. મિથુન. મારો મિથુન. મિથુન મારો પ્રેમ, મારો શ્વાસ. એ નહીં. એતો કદાચ કોઈક છેજ નહીં.
મિથુન પૂરાયલો છે. મિથુનની જોડે ખબર નહીં એ લોકોએ શું શું કર્યું હશે. ટોર્ચર. મિથુન. મિથુન!
મિથુન મને જોવે છે. જોઇજ રહે છે. મને જોઈને એને વિશ્વાસજ નહીં આવતો હોય. હા, એ તો મને દેવીની જેમ જોવે છે. તે બંધાયલો છે.
એ લોકોએ એને ખુરસી જોડે બાંધી રાખ્યો છે. મારે એને છોડાવો પડશે. હુંજ એને બચાઈ શકીશ.
એનું દોરડું પકડું છું, તે મને જોવે છે. અને જોતોજ રહે છે.
એક… પછી બે.. પછી ત્રણ.. આમ જાણે કેટલાય દોરડા હશે. એટલો સમય નથી મારી જોડે. મારે જલ્દી કરવું પડશે. મારે કઈક કરતાં કઈક એને છોડાવવોજ પડશે. આવાં ગોલ્ડન ચાન્સ રોજજે નથી મળતા. હું નહીં બચાઈ શકુંતો તે છૂટશે નહીં.. મારો મિથુન બચી નહીં શકે.
એ લોકોએ તો એને માર્યો છે. કપડાં લોહી લુહાણ છે, સાવ ફાટી ગયા છે. એના શરીર પર લાલ ડાઘ છે. મોઢા પર પણ. એના ચેહરા ઉપરતો સ્મિત છે. એના ચેહરા પર હમેંશા સ્મિતજ હોય છે. એની આંખો બદામી છે. એના લિપ્સ સફેદ છે. અને બિડાયલા હોય ત્યારે ગુલાબી લાગે છે. મિથુનને શેવિંગ કરવાની જરૂર છે. અને નાહવાની પણ. લોહી અને પરસેવાની વાસ તો દિવસો જૂની છે.
તો પણ મિથુન હસે છે.
હસે છે!
મારો મિથુન.. મારો મિથુન.