jail number 11 A - 2 books and stories free download online pdf in Gujarati

જેલ નંબર ૧૧ એ - ૨

મૈથિલીશરણની બાયોગ્રાફિ માંથી લેવામાં આવ્યો એક કિસ્સો:

મૌર્વિ તો પાક્કું મિથુનને પછી લઈ ને આવવાની છે. બિલકુલ, મને વિશ્વાસ છેકે મૌર્વિ મિથુનને પાછી લાવશે.

બંનેઉના ટેસ્ટ એકદમ સરખા જેવાં છે. બંનેઉને પુલાવ બહુ ભાવે છે. એમની માટે પુલાવ બનાવીશ. આજે એ બંનેઉ પાછા આવવાના. બંનેઉને જે ભાવતું હોય તેજ બનાવાય.

એમા મિથુન તો વનવાસથી પાછો આવ્યો કેહવાય.

ડિનરની પ્લેટ લાગી ગઈ છે. ડિનર પણ તૈયાર છે. ડિનર ટેબલ ઉપર મુકાઇ ગયા છે. સાથે ગુલાબના ફૂલ પણ મૂક્યા છે.

યલ્લો શર્ટ પહર્યો છે. વાળમાં તેલ પણ નાખ્યું છે. રોજજે નાખું છે. તેલ વાળ માટે સારુ કેહવાય. લગાવવુંજ જોઈએ. પણ મૌર્વિ તો જેલ નાખે છે.

ઘણી વાર થઈ ગઈ છે. હજી તો તેઓએ આવી જવું હતું. પણ આ ટ્રાફીક છેજ એવો. જામમાં ફસાય ગયા હશે. બિલકુલ, એવુજ હશે.

વેઇટ કરવી જોઈએ. આવતાજ હશે.

જમવાનું ઠરી રહ્યું છે. છાશતો ઠંડીજ ભાવે. પણ પુલાવને હીટ કરવો પડશે. આવે પછી કરીશ. વોચ જોઈ. ઇટ્સ ૧:૩૦.

મૌર્વિ આવતીજ હશે. મીથુનને બહુ વાગ્યુંના હોવું જોઈએ. મિથુન માટે સ્ટીમ બાથ તેયર કરું.. પણ બાથરુંમ તો..

બાથરુંમ ધોવું છું. એ લોકોને કદાચ આવતા વાર લાગી જાય. કદાચએ લોકો મિથુનના ઘરે કઇ લેવા મૂકવા ગયા હશે. હા, એવુજ હશે.

એવુજ હોવું જોઈએ.

મૌર્વિ ડ્રાઇવિંગની બાબતમાં તો બિલકુલ બેધ્યાન છે. પણ મિથુન જે હાલતમાં પાછો આવે છે, એ હાલતમાં તે ધૈર્ય રાખશે. મૌર્વિ ગાંડી છે, પણ એટલી પણ નહીં કે તે સિચુએશન ના સમજે. આમ તો તે સમજુ છે.

બાથરૂમ એકદમ ચકાચક છે. બાથમાં સ્ટીમનું પાણી છે. ટુવાલ બદલી દીધા છે. પુલાવ માઇક્રોવેવમાં છે. ગરમ થાય છે. હાંશ!

આ લોકો ખબર નહીં ક્યારે આવશે. ના, ના આવશેતો ખરાજ. હા, પણ કેટલા વાગ્યા છે? ઓહ, ૨: ૪૫.

ઊંઘ આવવા લાગી છે. ઊંઘી જવું જોઈએ. ના, બેલ મારશેતો સંભળાશે નહીં. કપડાંતો ગંદા લાગે છે. કપડાં બદલતા આવી ગયા તો ઊભા રાખવા પડશે. ખાલી શર્ટ બદલી લઇશ.

પુલાવ ગરમ થઈ ગયો, ડિનર ટેબલ પર મૂકી દીધો છે. પણ મારી જોડે બીજો પીળો શર્ટ નથી. લાલ શર્ટતો વેલેન્ટાઇન માટે રાખ્યો છે. વ્હાઇટ શર્ટ પર ડાઘ લાગવાની ચિંતા રહશે. બ્લેક પર બ્લેક પહરુંતો કેવું વાહિયાત લાગે. બ્લૂ શર્ટ સૂટ નથી થતો. ગ્રીન વાળો શર્ટ એકદમ વરિયાળી છે. અને થોડોક લાઇટ પણ છે. એજ સૂટ થશે.

ચશ્માને સાફ કરી ઝોકું આવી ગયું. પછી ડિનર ટેબલ પર જઇ બેસ્યો. હજી એ લોકો નથી આવ્યા.

આવતા વાર લાગશે.. કદાચ ઘણી વાર લાગે.. (*બગાસું આવ્યું*)

આહ! પડદામાંથી સુર્ય પ્રકાશ કેમ આવે છે. ડિનર ટેબલ પર બેસ્યો છું. ડિનર ટેબલ પર ઊંઘી ગયો હતો? ડિનર ટેબલ ઉપર! શરમ આવી જોઈએ મને. પણ આહ! બેલ વાગે છે. દૂધવાળોતો રાતે આવે, અને ન્યૂસપેપર વાળો વહલી સવારે.. હાય હાય, મીથુનને મૌર્વિ.

દરવાજો મોટો છે. ધીમેથી ખોલ્યો.

સુર્ય પ્રકાશની આગળ ઊભા હતા, મીથુન અને મૌર્વિ.

થેન્ક ગોડ.

'મૈથિલ, મને ભૂગ લાગી છે.' મીથુન મને અંદર આવતા વેત કહે છે.

'ઓહ માય ગોડ મીથુન, ભૂખ્ખડ ના થા-'

'ઓફ કોર્સ નોટ મૌર્વિ, પણ મને બહુ ભૂખ લાગી છે,'

'પણ -'

'રિલેક્સ મૌર્વિ, પેહલા બેસો પાણી પીવો, પછી જમો અને પછી વાત કરો.'

'વાત કરવાનો ટાઇમ નથી આપણી પાશે, ત્યાં -'

'યા, યા વી નો ધેટ, પણ જો -- ઘડિયાળ જોવે છે -- હજી આપણી જોડે ટાઇમ છે.'

'પણ એ તો કે તે જમવામાં શું બનાવ્યું છે.' મીથુન બોલ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED