લવ બાઇટ્સ - પ્રકરણ-75 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-75

લવ બાઇટ્સ
પ્રકરણ-75
બધાંએ રેસ્ટોરેન્ટમાં જમી લીધું પછી પાછા જવા નીકળ્યાં બધુંજ બીલ સ્તવને ચૂકવી દીધું અને સો ની નોટ કાઢી બેરાને આપી બેરો ખુશ થતો ગયો.
આશાએ કહ્યું ઘરે જઇએ છીએ પણ તમે કીધું હતું ને કે તમારે બે બોટલ લેવી છે તો આ બીયરશોપમાંથી લઇ લો આમ મૂડ ના બગાડશો. તમે ઘરની વાત કાઢીને ઉદાસ થઇ ગયાં પહેલાં બોટલ લઇ આવો પછી ઘરે જઇએ છીએ.
સ્તવન લીકર શોપમાં ગયો અને બે વ્હીસ્કીની બોટલ ખરીદી લીધી અને કાર્ડ સ્વાઇપ કરાવી બીલ ચૂકવી દીધું. મયુરે કહ્યું હું આપું છું પૈસા સ્તવને ના પાડી તમારે વિવેક પણ નહીં કરવાનો હું મોટો છું હુંજ ચૂકવીશ... મેં ચૂકવી દીધા છે.
બધાં કારમાં ગોઠવાયાં સ્તવને બોટલની બેગ પાછળ મૂકવા આશાને આપી દીધી અને કહ્યું સાચવીને પાછળ મૂકી દે. આશાએ મૂકી દીધી. વાતો કરતાં કરતાં બધાં જયમલકાકાનાં ઘરે આવ્યાં ત્યારે જયમલકાકા અને લલિતાકાકીજ હતાં. એમણે કહ્યું એ ચારે જણાં હોટલમાં જમીને આવે છે અમારે કોઇને મળવા જવાનું હતું ત્યાંજ જમીને આવ્યાં છીએ અમે લોકો હમણાંજ આવ્યાં છીએ કિમતી સામાન તમારી ગીફ્ટ બધુ અમારી કારમાં લઇ આવેલાં બધુજ અંદર રૂમમાં મૂક્યું છે બાકીનો સામાન હોલ પરથી ટેમ્પામાં આશાને ઘરે મોકલી દીધો છે એટલે બધુ કામ નીપટી ગયું.
સ્તવને કહ્યું ઓહ સોરી અમને કહેવુ હતું અને બધુ લઇ આવત. તમારે બધું કરવું પડ્યું. જયમલકાકા કહે એમાં શું કહેવાનું ? ત્યાં માણસો હતાં એમની મદદથી બધું પેક કરાવ્યું ગાડીમાં મૂકાવ્યું બાકી બધું તો યુવરાજસિંહેજ વહીવટ કર્યો છે હોલ પરથી બધું કામ પુરુ થયુ પછી અમે લોકો નીકળ્યા એ લોકો મંદિર ગયાં અમે અમારાં એક મિત્રને ત્યાં ગયાં. આશાએ પૂછ્યું તમે મંદિર ના ગયાં. સાથે ? લલિતાકાકીએ કહ્યું ના અમારે હોલ પરથી સીધુ તારાં માસાનાં મિત્રને ઘરે જવાનું હતું અમે નથી ગયાં. અગત્યનું કામ હતું જવુંજ પડે એવું હતું.. પછી ચૂપ થઇ ગયાં.
સ્તવનને મનમાં વિચાર આવ્યો એવું શું કામ હશે કે બધુ સાથે કરવા ના રોકાયા અને ત્યાં ગયાં ? કંઇ નહીં જે હશે એ... પછી ખબર પડશે.
થોડીવારમાં યુવરાજસિંહ, વીણાબહેન-ભંવરીદેવી અને માણેકસિંહ પણ આવી ગયાં. અંદર આવતાં યુવરાજસિંહે કહ્યું ઓહો.. બધાં આવી ગયાં ? અમેજ લેટ પડ્યાં જ્યાં જમવા ગયાં હતાં ત્યાં ભીડ વધુ હતી પછી રાજમલકાકાને પૂછ્યું તમારું કામ થઇ ગયું ? જઇ આવ્યા તમારાં મિત્રને ત્યાં ?
રાજમલકાકાએ કહ્યું હાં જઇ આવ્યાં થોડીવાર પહેલાંજ અમે લોકો આવ્યા પાછલને પાછળ આ છોકરાઓ પણ આવી ગયાં.
બધાં ડ્રોઇગરૂમમાં બેઠાં સ્તવને કહ્યું હું ફ્રેશ થઇ કપડાં બદલીને આવું છું. આશા કહે હું પણ બદલી લઊં પછી બેસીએ શાંતિથી.
લલિતામાસીએ કહ્યું મયુર મીહીકા તમે લોકો પણ ચેઇન્જ કરી લો અમે લોકો બેઠાં છીએ સૂતી વખતે અમે બદલીશું.
યુવરાજસિંહે કહ્યું ભંવરસિહ અને મીનાદેવી દર્શન કરીને સીધા એમનાં ઘરે ગયાં એમનો સામાન અને કિંમતી ચીજવસ્તુઓ ઘરે લઇ જવાની હતી એમણે ઘરે રસોઇ બનાવવા કહી દીધેલું એટલે ગયાં પણ પરવારીને પાછા આવવાનાં હતાં કહ્યું થોડીવાર બેસીસુ વાતો કરીશું કાલથી છોકરાઓ કામે ચડી જવાનાં આવો સમય ક્યાં મળવાનો ? એ લોકો પણ આવતાંજ હશે.
ભંવરીદેવીએ કહ્યું લલિતાબેન તમારાં ઘરે બધાં ભેગા થવાનાં તમે પણ થાક્યા હશો. લલિતાબેને કહ્યું આ તો મારાં માટે આનંદનો પ્રસંગ છે મને ખૂબ ગમે છે. મારું ઘર વર્ષો સુધી સૂનૂ રહ્યું હવે સ્તવનનાં આવ્યાં પછી ભર્યું ભર્યું થઇ ગયું છે. આતો અમારાં માટે લ્હાવો છે એમાં થાક શું લાગવાનો ?
મયુર અને મીહીકા પણ ચેઇન્જ કરવાં જતાં રહ્યાં અને ત્યાં ભંવરસિહ અને મીતાદેવી પણ આવી ગયાં. ભંવરીદેવીએ કહ્યું આવો આવો તમારીજ વાત ચાલતી હતી અને રાહ જોવાતી હતી બધાંજ વડીલો ડ્રોઇંગરૂમમાં બેઠાં.
ઉપર રૂમમાં ગયાં પછી આશાએ સ્તવને કહ્યું તમને એકદમ ઘરનો વિચાર કેમ આવ્યો ? અને એમાં ઉદાસ થઇ ગયાં ? તમારો ઉતરેલો ચહેરો જોઇ મારાં હૈયામાં ફાળ પડે છે તમારે હસતાંજ રહેવાનું હસતો ચહેરો કેવો સારો લાગે છે.
સ્તવને કહ્યું આપણાં લગ્ન પછી તને અહીં તેડાવશે આ મારું ઘર નથી કાકા કાકીનું છે મારે મારું ઘર કરવું જોઇએ એવો વિચાર આવી ગયેલો.
આશાએ કહ્યું અરે મારું ઘર પણ તમારુંજ ઘર છેને આપણે ત્યાં પણ રહી શકીએ.
સ્તવને કહ્યું ના ભલે એ મારુંજ ઘરે છે પણ મને મારાં પોતાનાં ઘરમાં રહેવું છે તને રાણીની જેમ રાખવી છે એમ કહી આશાને ચૂમી લીધી પછી કહ્યું ચાલ ફ્રેશ થઇ ચેઇન્જ કરીને નીચે જઇએ બધાં રાહ જોઇ રહ્યાં હશે અને બંન્ને જણાં સાથેજ બાથરૂમમાં ઘૂસ્યાં.
મીહીકા અને મયુર પણ રૂમમાં આવ્યાં મયુરે કહ્યું હું ફ્રેશ થઇ કપડાં બદલી લઊં ત્યાં સુધી તુ પણ મારાં કપડાં કાઢી રાખ પછી તું ફ્રેશ થઇ જા મીહીકાએ કહ્યું ભલે જાવ તમે ફ્રેશ થઇ આવો.
મયુર ફ્રેશ થઇને આવ્યો અને બોલ્યો મીહીકા સ્તવનભાઇ એકદમ ઘર કરવાનો કેમ વિચાર આવ્યો મીહીકાએ કહ્યું લગ્ન પછી દરેક છોકરાને મન હોય કે એની પરણોતર એનાં ઘરમાં આવે એજ હશે.
હું ભાઇને ઓળખું છું ને ભલે લલીતાકાકી છોકરાની જેમ રાખે છે પણ સ્વાવલંબી સ્વભાવના મોટાભાઇનાં મનમાં આજ વાત હશે.
મયુરે કહ્યું એમની વાતતો સાચી છે હું સંમંત છું પણ ટેન્શન શું કામ કરે ? આશાનું ઘર છેજ ને એ એકલીજ છે ના ભાઇ બહેન છે ત્યાં રહે તો પણ શું વાંધો ? ઉપરથી વીણા ફોઇ ખુશ થઇ જશે.
મીહીકાએ કહ્યું ભાઇ એ માટે પણ તૈયાર નહીં થાય સ્વાવલંબી સાથે સ્વાભીમાની છે મને ખબર છે એ ઘર કરીજ દેશે. એકવાર નક્કી કર્યા પછી એ પુરુ કરીનેજ જંમ્પશે. તમે તૈયાર થઇ જાવ હું ફ્રેશ થઇને ચેઇન્જ કરી લઊં નીચે રાહ જોતાં હશે અને મને લાગે છે પાપા-મંમી પણ આવી ગયાં છે.
સ્તવન-આશા-મયુર -મીહીકા બધાંજ નીચે આવી ગયાં. બધાં વડીલો સોફામાં બેઠાં હતાં એ ચારે જણાં ભોંય પર કાર્પેટ પર બેસી ગયાં.
લલિતામાસીએ કહ્યું છોકરાઓ થાક લાગ્યો છે શાંતિથી ઊંઘજો આરામ કરજો. કાલથી પાછી જોબ ચાલુ. રાજમલકાકા કહે કાલનોજ દિવસ પછી શનિ-રવિની રજા આવશે.
સ્તવને કહ્યું મંમી-પપ્પા અમે લોકો શનિ-રવિ કુંભલગઢ જવાનાં છીએ પહેલાં રસ્તામાં રાણકપુર મંદિર દર્શન કરીશું પછી કુંભલગઢ એક નાઇટ રોકાઇશું પછી બીજા દિવસે સાંજે પાછા આવીશું.
ભંવરીદેવીએ કહ્યું ભલે મહાદેવનાં દર્શન કરીને આવો પછી અમારે પણ રાણકપુર જવાનું છે પાછા. ત્યાં ઘર ખોલીને સાફસૂફી કરાવવી પડશે.
લલિતામાસીએ કહ્યું જવાશે શાંતિથી રહોને થોડાં દિવસ છોકરાઓ સાથે શું ઉતાવળ છે ? આ તમારુજ ઘરે છે.
સ્તવને કહ્યું કાકી આ તમારું ઘર અમારુંજ છે એવું તમે રાખોજ છો પણ મારે જ્યપુરમાં મારું....
વધુ આવતા અંકે - પ્રકરણ -76