લવ બાઇટ્સ
પ્રકરણ-74
મૂવી જોયાં પછી બધાં બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગયાં. બધાંનાં મગજ પર હજી મૂવીની અસર હતી. કારમાં બેઠાં અને પછી આશાએ કહ્યું આ મૂવીએ મગજ પર અસર કરી દીધી. સ્તવન કહે હવે રેસ્ટોરાંમાં જઇએ છીએ બધી અસર આપણીજ હશે મૂવીની નહીં. અને મયુરે ડ્રાઇવ કરતાં કહ્યું સારું થયું આપણે એક કાર લીધી સાથની મજા કંઇક ઓર હોય છે અને જીજાની કંપનીની મજા એનાંથી વધારે હોય છે.
આશાએ કહ્યું સ્તવનની કાર પાપા પાસે છે એટલે એકજ કાર હતી અને જયમલ કાકાની કારમાં એ અને લલિતામાસી છે પાપા મંમી બંન્ને પાપાની સાથે છે. પાપાની કાર ડ્રાઇવર સવારથી સર્વિસ માટે લઇ ગયો મને પાપાએ મેસેજ કરેલો.
સ્તવન કહે અત્યારે આ બધો હિસાબ કરવા ક્યાં બેઠા ? બધાં ઘરે તો મળવાનાંજ છે પાપા અને મંમી પણ સાથેજ છે. આશા કહે એવું નહીં જયમલ કાકા અને લલિતામાસીને ક્યાંક જવાનું હતું એટલે એ લોકો મંદિરથી સીધા જવાનાં છે આતો મનેજ ખબર છે એ મેં શેર કર્યું છે.
મયુર કહે લો રાજપૂતાનાં પેલેસ આવી ગઇ આજે અહીં જમીએ મજા આવશે. બધાં કારમાંથી ઉતર્યા અને અંદર ગયાં.
મયુરે અંદર જઇને AC પ્રાઇવેટ રૂમ હોય એવી જગ્યા પસંદ કરી જ્યાં શાંતિથી બેસાય એક મોટી કેબીન જેવું હતું સ્તવન કહે યાર આવી જગ્યા સારી એક ફેમીલીજ સાથે એન્જોય કરી શકે. ચાલ પહેલાં ઓર્ડર કરી દઇએ મને તો ભૂખ લાગી છે.
મયુરે બેરાને બોલાવીને મેનુંમાં જોઇને બે લાર્જ વ્હસ્કી ઓર્ડર કરી અને કાયમની જેમ બે ફ્રેશ લાઇમ સોડા. સાથે બાઇટીંગ માટે સ્ટાર્ટર અને કાજુ ઓર્ડર કર્યાં.
સ્તવને કહ્યું આપણે શનિ-રવિ બહાર નીકળવું છે કુંભલગઢ ત્યાંના માટે અહીથી બે બોટલ લઇ લઇએ ત્યાં શોધવાનું નહીં અને રસ્તામાં પણ ક્યાંક રોકાવું પડે તો ત્યાં પાર્ટી કરી શકાય.
આશા અને મીહીકા બંન્ને સાથે બોલી ઉઠ્યા બે બોટલ ? તમારો વિચાર શું છે ? અને પહેલાં ત્યાં રાણક્પુર મંદિરમાં દર્શન કરવાનાં છે મહાદેવનાં આશીર્વાદ લેવાનાં છે થોડો કંટ્રોલ કરજો તમે લોકોતો જોયું ના હોય એવું કરો છો. પછી તમે એન્જોય કરો અમે જોયાં કરીએ.
મયુરે સ્તવન સામે જોયું અને પછી મલકાયો અને આંખનાં ઇશારાથી કહ્યું હવે તમે જવાબ આપો. સ્તવને કહ્યું અરે યાર બૌટલ લઇએ છીએ એટલે કે રસ્તામાં શોધવું ના પડે અહીં સારી શોધ છે જેન્યુઅન માલ મળે. આપણે દર્શન કર્યા પછીજ પાર્ટી કરીશું વળી અમે એકલા થોડાં એન્જોય કરીએ છીએ અને કરીશું તો તમારી સાથે કરીશું ને ?
મીહીકા શરમાઇ ગઇ પછી ધીમેથી બોલી મોટાભાઇ સાવ બદલાઇ ગયાં છે પહેલાં કેવાં હતા ? હાથના લગાડતાં કોઇ ડ્રીંક લે એ પણ નહોતું ગમતું અને હવે...
સ્તવને કહ્યું મારી બહેના બસ કર આજ ઊંમર છે એન્જોય કરવાની અને આ ઊંમરે પાપા-મારાં સસરા જયમલકાકા કેવું એન્જોય કરે છે ? તમારી ઇચ્છા ના હોય તો નહીં લઇએ બોટલ ઓકે ? પણ અત્યારે મૂડ સારો રાખો.
આશાએ કહ્યું મને વાંધૌ નથી પણ મંદિર દર્શન કર્યા પછીજ પાર્ટી કરજો આમતો તમે ડ્રીંક લો છો પછી રોમેન્ટીક વાતો કરો છો મજા આવે છે એમ કહી હસી પડી. ત્યાં બેરો આવીને બધુ આપી ગયો. સ્તવને પેગ ઊંચકી મયુર સાથે ચીયર્સ કરીને મોઢે માંડી દીધું. અને બોલ્યો મૂવીમાં પેલો કબીરસીંગ કેવું પીવે છે ? એને કંઇ થયું અરે ઓપરેશન કરે છે ડોક્ટર નહીંતર હોસ્પીટલમાં પીએ ? દરેકનાં શોખ અને મૂડ પર હોય છે બસ પીધાં પછી તમારો કાબૂ હોવો જોઇએ.
આશા કહે મૂવીની વાત ના કરો એતો કાલ્પનીક વાર્તા છે વાસ્તવિક કંઇ નહીં. પેગ પેટમાં જતાંજ સ્તવનને મસ્તી આવી ગઇ એણે કહ્યું એ હીરોઇનને કેવો પ્રેમ કરે છે એને મળતી નથી ઘરમાં વિરોધ હોય છે. એ એનું... છોડ એડલ્ટ વાત નથી કરવી પણ મઝાનો પ્રેમ છે... બધાં પ્રેમી જુદા જુદા હોય કોઇ ઝનૂની પ્રેમ કરે કોઇ અંતરમનથી કરે ... અને સ્તવનને સ્તુતિની યાદ આવી ગઇ એણે અજાણતાં જ ગળામાં પહેરેલાં મણીને સ્પર્શ કર્યો અને આખો શરીરમાં જાણે ધ્રુજારી પ્રસરી ગઇ.
આશાએ કહ્યું બીજી વાતો ના કરશો આપણે આપણો મૂડ સારો રાખવાનો છે પાછા વડીલો વચ્ચે ઘરે જવાનું છે એનું ધ્યાન રાખજો. અત્યાર સુધી મૂંગો મૂંગો સાંભળી રહેલો મયુર બોલ્યો યાર સારું છે છેલ્લે હીરો હીરોઇન એકબીજાને સમજીને ભેગા થાય છે પણ બહુ બોલ્ડ પ્રેમ બતાવ્યો છે જે વાસ્તવિક જીવનમાં મહદઅંશે શક્ય નથી.
સ્તવને કહ્યું પ્રેમ એ પ્રેમ છે યાર પ્રેમને કોઇ મર્યાદા કે શરમ સંકોચ નથી હોતો અને નાજ હોવો જોઇએ પ્રેમ બાંધી રાખવાની ચીજ નથી અને બાંધવા જાવ તો બંધાય નહીં અને છૂપો પણ ના રાખી શકો.
વાતો કરતાં કરતાં એક પેગ પૂરો થયો સ્તવને કહ્યું બીજો છેલ્લો લાર્જ મંગાવી લઇએ પછી મેઇન કોર્ષનો ઓર્ડર કરી દઇએ. અને ઓર્ડર અપાઇ ગયો અને બેરો બીજો રાઉન્ડ આપી ગયો.
સ્તવન કહે અમે પુરા કરીએ ત્યાં સુધી નક્કી કરો તમે લોકો શું મંગાવવું છે ? પેટ ભરીને જમવું છે. સવારે જમ્યા પછી બે સમોસાજ પેટમાં ગયાં છે. આશા અને મીહીકા એક વાત સાંભળો હું ડ્રીંક લઊં છું એ આપણે સાથે આનંદ કરવા અને હમણાં આપણાં સુખ-આનંદનાં દિવસો છે પછી જીવન રૂટીનજ ચાલવાનું છે સમય છે મૌજ કરી લેવાની વારે વારે થોડી પાર્ટી થાય છે ? સિવાય હવે મયુર એનાં ઘરે બોલાવે આપણાં ઘરે એટલે કે આઇમીન રાજમલકાકાને ત્યાં હું એરેન્જ ના કરી શકું પછી એકદમ ચૂપ થઇ ગયો.
સ્તવન અચાનક શાંત થઇ ગયો એટલે આશાએ કહ્યું કેમ શેનાં વિચારમાં પડી ગયો ? શું થયું ? સ્તવન થોડો ઉદાસ થઇ ગયો હતો એનાં ચહેરો પડી ગયો.
મયુરને પણ આષ્ચર્ય થયું એણે પૂછ્યું જીજુ કેમ એકદમ શેનો વિચાર આવ્યા ? શા માટે ઉદાસ થઇ ગયાં ?
સ્તવને સીપ મારીને કહ્યું કંઇ નહીં મને એક વિચાર અચાનક આવી ગયો. આપણી વાત નીકળી એમાંથી મારે અહીં મારું પોતાનું ઘર કરવું છે. રામજલકાકા અને લલિતા કાકી ખૂબ કાળજી લે છે મને ખબર છે એ લોકો બહાર નીકળવા નહીં દે એમની પાસેજ રાખશે પણ લગ્ન પછી આશાને મારે એનું ઘર આપવું છે કંપનીમાંથી અને બેંકમાંથી લોન લઇ લઇને પણ કરવું છે.
આશા શાંતિથી સાંભળી રહેલી એણે કહ્યું સ્તવન તમારી આ વાતથી હું સંમત છું પણ ઘર લેવું એટલું આસાન છે ? મારે ફલેટમાં નથી જવું જયારે કરશું ત્યારે પોતાની નાની તો નાની કોઠી કરીશું હમણાં થોડી ધીરજ ઘરો બધાં રસ્તા નીકળશે મને ખબર છે લલિતામાસી તમને બીજે રહેવા જવા મંજૂરી નહીં આપે એમનાં માટે તમે દીકરાજ છો એટલી લાગણી રાખે છે.
મયુરે કહ્યું આ વાત હમણાં બંધ કરો પાર્ટીનો મૂડજ બદલાઈ ગયો આમ મન પર ભાર ના રાખો બધું થશે તમારાં જીવનમાં આપબળે તમે કર્યુંજ છે તમે કરી શકશો મને ખાત્રી છે બોલો ત્રીજો પેગ મંગાયુ ? આમ ઉદાસ ના થાવ જીવનમાં એનો યોગ્ય સમયે બધુજ થશે.
સ્તવને કહ્યું ના ના હવે ના મંગાવીશ આતો વિચાર આવ્યો તમે બધાં મારાં અંગતજ છો એટલે શેર કર્યું. હું ધીરજ રાખીશ પણ આજે સંકલ્પ લીધો છે મે આશાને કોઠીમાં રહેવા જવુ છે તો નાની પણ આગવી બાગ બગીચા વાળી કોઢી જ બનાવીશું.
અને છેલ્લી સીપ મારીને ગ્લાસ બાજુમાં મૂક્યો અને મેનુમાં જોઇને સબજી-રોટી-દાલ પુલાવ બધો ઓર્ડર કરવા કીધું.
બધાએ ભર પેટ જમ્યા પછી કહ્યું ચાલો હવે વેળાસર ઘર પહોચીયે. આશાએ કહ્યું ચાલો ઘરે જઇએ પણ સ્તવન તમે કીધું હતું ને કે.....
વધુ આવતા અંકે - પ્રકરણ -75