લવ બાઇટ્સ
પ્રકરણ-73
સ્તવન, આશા, મયુર મિહીકા થીયેટરમાં આવ્યાં. પોતપોતાની સીટ પર બેઠાં છેક છેલ્લી સીટમાં આશા પછી સ્તવન એ પછી મયુર અને મીહીકા બેઠાં. એમને એમકે ટીકીટ મળશે કે કેમ ? પણ એ જે રો માં બેઠાં હતાં એમાં એ ચાર જણાંજ હતાં અને બીજા છેડા પર થોડાંક બેઠાં હતાં. કબીરસીંગ મૂવી સ્ટાર્ટ થયું.
સ્તવન એની જગ્યાએ બેઠો પછી એને એવું મહેસુસ થયું કે એની નજીક આશા બેઠી છે પણ કદાચ સ્તુતિ પણ હાજર છે એવું લાગ્યું પણ એણે સ્તુતિમાંથી ધ્યાન હટાવી આશાનો હાથ પોતાનાં હાથમાં લઇને મૂવી જોવા લાગ્યો.
મૂવી ઘણું રસપ્રદ લાગી રહેલું અને સતત પ્રેમમાં પરોવાયેલો નાયક નાયીકાને કેવી રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે કેવી પ્રેમમાં અગ્રિમ એકહથ્થુ રીતે લાગણી વ્યક્ત કરે છે જોશ અને હોંશ કંઇક વધુજ બતાવી રહેલો નાયક બિન્દાસ નાયિકાને પ્રેમ કરે છે એનાં પ્રેમની બિન્દાસ રજૂઆત એને મેળવવા અને પ્રેમ માટે મનાવવા કેવી હિંમત બતાવે છે એ મનોમન આનંદથી સ્તવન જોઇ રહેલો ક્યાંક એને નફ્ફટાઇ અનુભવાતી હતી પણ પ્રેમ હતો એટલે બધુ સ્વીકાર્ય હતું ત્યાં ઇન્ટરવલ પડ્યો.
આશાએ સ્તવનને કહ્યું બહુ મસ્ત મુવી છે કહેવું પડે એક નજરે પ્રેમીકા ગમી ગઇ પછી કેવી હિંમત બતાવે છે કોઇ ડર નહીં કઇ નહીં બસ પોતાની થઇ ગઇ એવું જતાવે છે.પ્રેમિકા મનોમન બધુ સ્વીકારીને એને પ્રેમ કરે છે કહેવું પડે.
સ્તવને કહ્યું વાસ્તવિક જીવનમાં કેટલું શક્ય છે ખબર નથી પણ જોવું ગમે છે. બિન્દાસ પ્રેમ બતાવી રહ્યાં છે. એ લોકો વાત કરતાં હતાં અને મયુર અને મીહીકા થીયેટરનાં પગથિયા ઉતરતાં ઉતરતાં બોલ્યાં તમે વાતો કરો અમે સોફ્ટડ્રીંક અને થોડો નાસ્તો લેતા આવીએ. સ્તવને ઓકે કહ્યું અને પછી આશા સામે જોઇને બોલ્યો હું તારો કબીરસીંગજ છું.
આશા કહે તમે મારાં બધુંજ છો પણ આટલી બધી હિંમત તમારાંમાં છે ખરી ? જોને બોયઝ હોસ્ટેલમાં પણ પેલી ને પોતાની સાથે લઇ આવે છે કહેવું પડે. સ્તવને કહ્યું એય ગાંડી આ મૂવી છે આમાં ડાયરેક્ટર કંઇ પણ બતાવી શકે મારે આટલી હિંમત બતાવવાની ક્યાં જરૂર છે ? તું તો મારીજ છે અને તને ખૂબ પ્રેમ કરુ છું... પછી થોડું અટકીને બોલ્યો એક ધીમેથી હિંમત બતાવવાની કદાચ હવે જરૂર પડશે ત્યારે બતાવીશ.
આશાએ કહ્યું શું કહ્યું ? મને સંભળાયુ જ નહીં આ લોકો ઇન્ટવલમાં પણ આ બધી, જાહેરાતો કેટલાં મોટાં અવાજે મૂકે છે શું કહ્યું તમે ? શેની હિંમતની વાત કરી ફરીથી કહો.
સ્તવને વાત ફેરવી નાંખતા કહ્યું અરે કંઇ નહીં આતો મૂવી અંગે વાત કરુ છું મારી આશા બસ ખૂબ પ્રેમ કરુ છું એજ ખબર.
ત્યાં મયુર અને મીહીકા હાથમાં બે મોટી ટ્રેમાં સોફ્ટડ્રીંક અને સમોસા લઇને આવી ગયાં અને મયુરે એક ટ્રે સ્તવનનાં હાથમાં આપીને એમની જગ્યાએ બેસી ગયાં.
મીહીકાએ કહ્યું મસ્ત પીક્ચર છે. આગળ શું થશે એનુંજ કૂતૂહૂલ છે. પણ હીરો ડ્રીંક બહુ લે છે એ સારું નથી. ત્યાં સ્તવને કહ્યું હાં સારુ મૂવી છે પણ યાર મયુર આપણે સોફ્ટડ્રીંકમાંજ પતાવવાનું છે. આ મૂવી આપણને એક મેસેજ આપી રહ્યું છે કે દારૂપીવો મજા કરો....
મયુર જોરથી હસી પડ્યો એણે કહ્યું જીજુ વાત સાચી છે મૂવી પછી બાર એન્ડ રેસ્ટોરન્ટમાંજ જઇએ યાર આ જોયાં પછી મને પણ મૂડ આવી ગયો છે. મીહીકાએ કહ્યું તમને લોકોને તો કોઇ કારણજ જોઇએ પીવા માટે એમ કહીને ખોટો ખોટો ગુસ્સો કર્યો.
આશા કહે હાં કંઇ નહીં મીહીકાબેન પીવા દો ને કાલથી તો કામે ચઢી જશે એ લોકો પીવે પછી મજા પણ વધી જાય છે એમનાં આનંદમાં આપણો આનંદ પણ પરોવાઇ જાય છે અને ખાસ વાત એ કે એ લોકો ડ્રીંક લીધાં પછી સાચો પ્રેમ અને સાચી વાતો કરે છે એમ કહી હસી પડી.
સ્તવને કહ્યું એય આશા એવું ના બોલ અમે ડ્રીંક લીધા વિના પણ સાચો પ્રેમ અને સાચી વાતો કરીએ છીએ. આશાએ કહ્યું અરે મારો કહેવાનો મતલબ એ હતો કે ડ્રીંક લીધા પછી તમારો પ્રેમ ઉન્માદ વધી જાય છે અને રોમેન્ટીક થઇ જાવ છો એમ કહી ફરીથી હસીપડી. ત્યાં થીયેટરમાં ઇન્ટરવલ પૂરો થયો અને મૂવી શરૂ થયું
**************
સ્તુતિ પાપાનાં ગયાં પછી વિચારમાં પડી ગઇ એને થયું પાપા સાચુ કહે છે પણ હું ક્યાં ખોટું બોલી છું. પાપાને વરસો ગયાં અને મને આટલી ઝડપથી કેમ સફળતા મળી ? પાપા કહે છે એવી કોઇ મેલી શક્તિ પણ સિધ્ધ થાય ? પણ મને પાકી ખબર છે કે મને જે શક્તિ મદદ કરે છે એ એવી નથી મારાં માં મહાદેવનીજ કૃપા છે મારાં સંકલ્પમાં કે ઇચ્છામાં હું ક્યાં કોઇનું બુરૂ કે ખોટું વિચારુ છું કે માંગુ છું ? મારે ક્યાં કંઇ બદલો લેવો છે ?
મારે તો મારી પીડા દૂર કરવી છે મારો પીડાનો ઉકેલ લાવવો છે જે લાવી છું મને આ આગોચર વિદ્યાએ મારાં અગાઉનાં જન્મોનાં હિસાબ અને ઇતિહાસ પૂરો મને બતાવ્યો છે હું મારાં પ્રેમીને પાછો પામી શકી છું મારું દર્દ પીડા દૂર થઇ છે.
આ જન્મે સ્તવન કોઇ બીજાને પરણ્યો છે પ્રેમ કરે છે અને મને પણ મળી ગયો. મને એ આ જન્મે કેમ ના મળ્યો ? એમાં ક્યા કોના ઋણાનુબંધ કામ કરી ગયાં ? ગત જન્મમાં મારી કઇ ભૂલ થઇ હતી ? એ પણ મને જાણ થઇ છે એની સજા હું આ જન્મે ભોગવી રહી છું એનાં ગત જન્મનાં ઋણાનુબંધ થકી આશા ને પરણ્યો હું એટલેજ એમનાં જીવનમાં અંતરાય બનવા નથી માંગતી કે ભલે એમનાં ઋણ ભોગવીને પૂરા થાય પછી તો મારોજ રહેશેને ? વચ્ચે અંતરાય કરી મારે એ ઋણ વધારવા નથી કે નથી વિક્ષેપ કરીને નથી શાપીત બનવું કોઇ કારણ નથી ઉભુ કરવું કે જેથી સ્તવન મારાંથી દૂર થાય. સ્તવન જ્યારે ત્યારે બધુ જાણશે ત્યારે એને પણ બધુજ યાદ આવી જશે એને હું બધુજ યાદ કરાવીશ. એ મારાં પ્રેમને જાણશે અનુભવશે પછી એ ફક્ત મારો થઇનેજ રહેશે એમાં મને અગોચર શક્તિ મદદ કરશે. જીવનમાં જન્મ લીધાં પછી માણસે એનાં સારાં ખોટાં બધાંજ ભોગવટા પૂરા કરવા પડે છે એનાં વિનાં એ ઋણયુક્ત નથી થઇ શક્તો એ સ્પષ્ટ કીધુ છે લખ્યુ છે અને મને એતો પૂરે પૂરો અનુભવ થઇ રહ્યો છે ગતજન્મની મારી ભૂલોજ મને નડી રહી છે સાચુ છે મને એ જ્ઞાન પ્રાપ્ત થયું અને વધુ ભૂલો કરતી અટકી છું મારો સ્તવન મારોજ છે મારોજ રહેશે. આ જન્મે એનાં ભોગવટા ભોગવી લેવા દઇશ. જીવ તો સંપૂર્ણ પવિત્ર રહે છે તન અપવિત્ર કે મેલું થાય છે કર્મ આધીન એ સારાં ખોટાં કામ કરે છે અભડાયેલું તન અગ્નિમાં બળી ભસ્મ થાય છે આત્મા નથી અભડાતો નથી એને કોઇ ડાધ લાગતો આત્મા એજ પરમાત્મા છે એય મારાં સ્તવન હું બધું જાણી પચાવીને બેઠી છું તું અત્યારે આશા સાથે છે મને ખબર છે બધુ જાણતી હોવા છતાં સંયમ રાખીને બેઠી છું પણ તારાં સાથમાંજ છું મણીમાં હું પરોવાયેલી છું...
**************
મૂવી પુરુ થયું અને હજી બધાં મૂવીની વાર્તાની અસરમાં હતાં. મીહીકાએ કહ્યું બાપરે વાસ્ત્વીક જીવનમાં આવું થાય તો ? જોરદાર સ્ટોરી હતી. આશાએ કહ્યું બધાની એક્ટીંગ મસ્ત હતી અને સ્તવને કહ્યું સૌથી વધુ ગીતો જોરદાર હતાં અને એમાંય પેલું ગીત તો મારાં.....
આશાએ કહ્યું સ્તવન પ્લીઝ અને સ્તવન....
વધુ આવતા અંકે - પ્રકરણ -74