ક્યાં લગી રહેશું અજાણ્યાં.........? वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ક્યાં લગી રહેશું અજાણ્યાં.........?

પ્રિય....heppy,. આપણી મુલાકાત એક ભાગ્યશાળી ભગવાનના ભેટ ધરેલા ભવભવનો સાથ ઝંખતા ભાઈબંધના ઘેર થઈ.તમેં ત્યાં આવ્યાં અને આખો દિવસ પ્રસંગના બહાને આપણા બેઉનો સતત ટકરાવ થયા કર્યો.છેક સાંજે સંવાદનો મેળ પડ્યો. આખો દિવસ કામમાં તમારી આંખો હું વાંચતો'તો.તમારા દામનમાં સાંજના સમયે થાક લાગ્યાનો વર્તારો મૂખ ઉપર વર્તાતો હતો. બાજુની ખુરશી ખાલી હતી. તમેં પણ એકલાં જ બેઠાં હતાં. તે મોકો જોઈ હું તમારી નજીક આવી બેસી ગયો. અને તમને એટલું ય બોલ્યો "ક્યાં લગ રહેશું અજાણ્યાં કહો તમારા ઘરમાં ?" અને તમેં મરક મરક હસ્યાં.દિવસ નો લાગેલો થાક જાણે મટી ગયો હોય તેમ તમેં એટલું હસ્યાં કે મંડપ નીચે બાંધેલા શુશોભનનાં ફૂલડાં પવનની નાની શી લહેરખીએ તમારા માથા પર પડ્યાં.તમારી વાણી ની ખુશ્બૂ મારા વદનમાં ચેતનાનો લસરકો કરી ગઈ. તમેં તે દિવસ એટલું બોલ્યા'તાં કે..... હરામખોર હું આખો દિવસનીએ જોઉં છું કે આ હરામીએ મને હજુ ઓળખી લાગતી નથી. એટલે આખો દિવસ મજાક કરવાનું મન થયું. કે તને બોલાવવો નહીં... તડપાવવાનો ચાળો કર્યાં કરવો. એમ સમજી તારા થી થોડું અંતર રાખી સતત તારી નજરમાં હું રહું તે રીતે હું વર્તી ... બૉલ તેં મને હજુ નથી ઓળખી ને? પણ હું તને ઓળખી ગઈ હતી.આ ઘરમાં તારો જેવો પગ પડ્યો .... પાણી આપ્યું અને તારી આંખો સામે જોયું કે આ તો મારો ભણતર નો ભેરુ, એકજ પાટલી પર બેસનારો,મારી નોટબૂકમાંથી બેઠો જ ઉતારો કરનારો,મારા માટે ઘેરથી ટિફિન બોક્સ ખોલી ને પહેલું મને ખવડાવનારો, મારી દરેક બાબતે કાળજી લેનારો, સ્કૂલમાં કારણવશ હું હાજર નાં હોય તો તેં છેક ઘેર સુધી ખબર કાઢનારો "ઉત્સવ" જ છે.આટલુ કહેતાં ઉત્સવ Happy ની આંખોમાં આંખ પરોવી જોઈ રહ્યો. બોલ્યો.....she...Is...you .. Happy? ઓહોહોહો......!! હેપ્પી... તું તો જતી રહી. તારા પપ્પાને નોકરી મળી ગઈ હતી ત્યાં. તારા પપ્પાની નોકરી ક્યાં મળી તે મને ખબર ન્હોતી. તારા ગયા પછી હું ખૂબ જ એકલો થઇ ગયો હતો. મેં પણ ગામ છોડી દીધું હતું. શાળામાં તું ન્હોતી આવતી તો મન ભણવામાં ના લાગ્યું.હું પણ ભૂજ ની નાની કંપનીમાં નોકરી લાગ્યો. ધીરે ધીરે અનુભવના અંતે મને મેનેજરની જવાબદારી મળી. ભુજ ના ભૂકંપ માં મેં મારાં બધાં જ પ્રિય જનોને ગુમાવી દીધાં. હું કંપની માં હતો અનેબીજાં બધાં જ ઘરે હતાં. ભુકમ્પના એક ઝટકાએ આખો પરિવાર દટાઈ ગયો.વધ્યો માત્ર હું.....! નિશાશો નાખી હું અતીતની ઘટનામાં સરી પડ્યો. ત્યાં happy બોલી.... ઉત્સવ...! ગામ અને સ્કૂલ છોડ્યા પછી મારા પર પણ બોજ આવી પડ્યો... મારી મમ્મી કોઈ આગમ્ય રોગના કારણસર મોત ને ભેટી. હું દીકરીમાં એક છું એ તો તને ખબર હ છે ને! એટલે મારા પર ઘરની જવાબદારીએ મને ભણતર છોડાવી દીધું.મારા પપ્પાનો એક માત્ર આધાર હું હતી.પછી આપણી મિત્રતાને માટે પત્રમાં બે શબ્દો લખી ને મિત્રતા ની માવજત ના થઇ,તેં ના જ થઇ. પરિણામ સ્વરૂપ સમય જતાં હું તને યાદ કરવાનું ભૂલી ન્હોતી પણ ક્યારેક ગામડામાં રહેતી હતી તેં બધી સ્મૃતિઓ વાગોળતી ત્યારે તું પહેલો યાદ આવી જતો..... પણ પત્ર લખવાનુ ક્યારેય ના સૂઝયું. તું પણ મને કમસે કેમ પત્ર લખી ને યાદ કરી હોતેતો મને પત્ર લખવાની પ્રેરણા જાગતે... પરંતુ તું પણ એમ ના કરી શક્યો. ખેર..! આપણે સાંજનું ભોજન સાથે જમીશું. કહી પછી તું ઉભી થઇ જતી રહી. હુંપણ ભાઈબંધ ના અવસર માં મને જે જવાબદારી અપાઈ હતી તેં કરવા લાગ્યો. મનોમન થયું.ભૂજ ની એકજ કંપનીમાં નોકરી કરીએ છીએ તો ભાઈબંધે મને કેમ ના કીધું કે હું happy નો ભાઈ છું? બીજી.... બાજુ... હું પણ જવાબદાર હતો... કેમકે મોટી કંપનીમાં પરિચય માત્ર કામ પૂરતો જ હતો. Happy....! આજે પણ તને યાદ કરુ છું... તું છેલ્લે એ કહેતી ગઈ કે આપણે સાંજે સાથે જમશું... પરંતુ કંપનીમાં આગ લાગવાને કારણે હું ના રોકાયો... જેથી તરી સાથે ભોજનની મીઠાશ માણવા ના મળી.... કે ના તું ફરી મળી...તારું મુખડું જોવાનો મને સમય ન્હોતો, ટેન્શન હતું... ઉત્સવ ને ઉત્સાહ ની જગ્યાએ શોક હતો કેમકે કંપનીમાં ઘણા કર્મચારી મોતને ભેટ્યા હતા. માટે happy મને માફ કરજે... હું મનભરી વાત ના કરી શક્યો. Happy તારું નામ પણ ખુશી નો ઉચ્ચારણ છે તો કેમ વિરોધાભાસ? અને મારા નામમાં પણ વિરોધાભાસ છે. લે આ સરનામું છે... તું ફરી મળજે. હું એકલો જ છું.અને અવિવાહિત છું . તને ફરીથી ગુમાવવાની ઈચ્છા નથી.. તારી મરજી હોય તો હું વાટ જોઇશ તારા પ્રત્યુત્તરની........! લાઈફ પાર્ટનર ની જગ્યા હજુ ખાલી છે..... લી.. ઉત્સવ
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )