ગોમતીનો એકરાર... ગૌરવનો પ્યાર... ️️ वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ગોમતીનો એકરાર... ગૌરવનો પ્યાર... ️️

જંગલ અડાબીડ હતું,એ રસ્તે કાયમ પસાર થવાનું.ક્યારેક જંગલી પ્રાણીઓ રસ્તે જોવા મળે. ક્યારેક ઝેરી સાપ.પરંતુ તે સૌ સૌના શિકાર માટે આમથી તેમ અટવાતાં ગૌરવ જોતો. પણ ક્યારેય તે તેમને પત્થર કે વાંસની સોટી પણ ના અડાડતો સીધો સાદો ગૌરવને એ રસ્તે નોકરીએ જવાનો સિલસિલો હતો.વચ્ચે નાનાં મોટાં ગામડામાં ડુંગરાની કંદરામાંથી વહેતી નદી ઝરણાંનો ખળખળ નાદ એકલતાને વધુ ભયાનક બનાવતો ગૌરવ દૃશ્ય નિહાળતો.દરરોજ પચાસ કિલોમીટર જવું પચાસ કિલોમીટર આવવું થાકી જતો. રસ્તે ક્યારેક કોઈ તેનો સંગાથ હોય તો બાઈક ઉભું રાખી ડુંગર વચ્ચે નદીમાં બાંધેલો બંધ જોવા તે થોભતો.તેને આ સ્થળ ખુબ ગમતું.ગીરી કંદરામાં તેને એકલું એકલું લાગતું પણ તેને ખૂબ ગમતું. કેમકે તેને જવાના રસ્તે આ સ્થળ મધ્યબિંદુ હતું.એક વખત તેની ઓફિસમાં નોકરી કરતી ગોમતીએ તેની બાઈક પર લિફ્ટ માગી.શરમાતા સ્વરે ગૌરવે હા પાડી... કોઈ વાંધો નહીં... તમેં કહો ત્યાં હું ઉતારી દઈશ.ગોમતી સુંદર તો હતી..સાથે ઊંચા કદને કારણે તેની કાયા ફરતે વિંટાળેલી સાડી તેના શ્યામવર્ણા વદનને આકર્ષક બનાવતી ગૌરવ દરરોજ જોતો.પરંતુ તેવી નજર ન્હોતી જે દરેક છોકરા છોકરીઓને જુએ! સાથે ઓફિસમાં નોકરી કરવા છતાં તેમણે ક્યારેય કોઈ વાત કરી જ ન્હોતી તો એકાંત ની વાત ક્યાં? પણ આજે સામેથી ઓફર કરી,ગૌરવ! મને તમારા બાઈક માં લઇ જજો. કેમકે આજે મારે કામે વહેલું ઘેર જવાનું છે.અને આ ડુંગરાળ પ્રદેશમાં બસ આવવાનાં ઠેકાણાં અનિતમિત હતાં. અને તે બેઉ બાઈક સવાર થઇ લીલી વનરાજીના અફાટ જંગલમાં તે સફર કરે છે.પરંતુ તે કંઈજ ગોમતી ને સવાલ કરતો નથી.બન્ને સુનમૂન સફર કરે છે.ગોમતી ને પ્રથમ સફર એ ગોમતીના વિશ્વાસની એક પગથી ધીરે ધીરે વિશ્વાસનો સમંદર બનીને આગળ વધી.થોડી ઘણી વાતચીત નો દોર પ્રાથમિક પરિચય થી માંડી એક બીજાના ગમવા પર સ્થિર થઇ. દરરોજ કોઈ નાની કંતાન સજ્જ ચા ની કીટલીએ બાઈક ઉભું રાખી ચા ની ચુસ્કી લઇ હળવા મૂડમાં જાણે રસ્તામાં પ્રકૃતિએ આ અલબેલડી માટે રસ્તે ફૂલો પાથર્યાં હોય તેવું ભાસતું.દરરોજ એકલો જતો ગૌરવ હવે એકલો ન્હોતો તેની સાથે સફર કરતી આદિવાસી રૂપ યૌવના તેની સફર ને રંગ ભરતી.ક્યાંક તૂટેલા રસ્તે બાઈક ને બ્રેક વાગતીતો ગોમતી નું હૈયું ગૌરવની પીઠે ટકરાતું. યુવાન ગૌરવ ને આ બધું ગમતું. ટિફિન બન્ને લાવે તો રીશેષ વખતે બેઉ તેના ટેબલ પાસે સામે બેસી ને ખોલી ને ખાવાની બેઉ ને ખૂબ મજા આવતી. દિવસો વીતતા ચાલ્યા. પરસ્પર ના સ્વભાવથી બન્ને હૈયાં એકમેક ને તરસવા લાગ્યાં. ગોમતી બહુ શરમાળ હતી સામે ગૌરવ પણ ખૂબ ઓછા બોલો યુવાન હતો.એક વખત સોનગઢ ના રઢિયાળા પહાડી પ્રદેશમાં ઓફિસ તરફથી તાલીમ રાખી હતી.તાલીમમાં સાથે રહેવા જમવાનું હતું ત્રણ દિવસ અનુભવીઓના સંવાદ સાંભળી નવી ઉર્જા પ્રાપ્ત કરી.બેઉ બાઈક પર એક ગાર્ડન ટહેલવા ગયાં. મોટું સરોવર ચારે બાજુ ફૂલો થી સજ્જ વનરાજી અને મંદ મંદ પવનની ગતિ એ બેઉ ના હ્રદયના ધબકારાની ગતિ તેજ કરી દીધી હતી.છેવટે કોણ તેમના પ્યાર નો એકરાર કરે, કોણ શરૂઆત કરે તેમ મનોમન ઝંખના સાથે ગોમતી શરૂઆત કરી બેઠી. ગૌરવ હું બીજે લગ્ન કરું તી તને ગમે? ગૌરવ નીચું મુખ રાખી મૌન હતો. ફરી બોલી.. ગૌરવ તે જવાબ ના આપ્યો! મુખ ઊંચું કરી ગૌરવ બોલ્યો : ગોમતી મને તું ખૂબ ગમે છે. ખૂબ પસંદ છો મને અપેક્ષિત તમામ ગુણ તારામાં છે. કોઈ ખામી નથી. ખૂબ સુંદર છો.રાત દિવસ તારા વિચારમાં ખોવાયેલો રહું છું.પરંતુ...... ગોમતી બોલી.. શું.... પરંતુ?? ગૌરવ બોલ્યો. હું રાજકોટ નો છું તું અહીં ની છે તે તો સમજ્યા.. પરંતુ તારી જ્ઞાતિ અને મારી જ્ઞાતિ ના સગાઓ આપણી આ વાત ને આગળ વધવા નહીં દે.માટે આપણે બેઉ નિર્ણય લઇ ને ક્યાં જશું. દુનિયા સાંકળી છે. ગમે ત્યાંથી પકડી આપણાંને જુદાં પાડી શકે એટલાં સક્ષમ છે. ગોમતી અને ગૌરવ ભારે હૈયે તે દિવસ ત્યાંથી છુટા પડ્યાં. બીજા દિવસ ઓફિસ જતાં ખબર પડી કે ગૌરવ ની બદલી નો ઓર્ડર તેના વતન થઇ ગયો છે.ગોમતીએ જાણ્યું તે પહેલાં ગૌરવ રાજકોટ નજીક પહોચી ગયો હતો. વરસો પછી પુનઃ ગૌરવએ તેના મિત્ર મારફતે જાણ્યું કે ગોમતી આજીવન કુંવારી રહેવાના સોગંદ લઇ કૃશ શરીરે શ્વાસ શ્વશી રહી છે.
. - સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )