Palak and Prashant ... books and stories free download online pdf in Gujarati

પલક અને પ્રશાંત...

શાંત.. ઓ...શાંત ! ખેતરે જતી પલકનો અવાજ તેના ઘર પાસે પ્રભાતે દાતણ કરવા બેઠેલા પ્રશાંતે સાંભળયો.હ..અઅ...કહી પ્રશાંતે હોંકારો દીધો.પલક એને ટૂંકા નામથી 'શાંત' કહી બોલાવતી.દરરોજનો નિત્યક્રમ હતો તેં જયારે ખેતરે જતી તો તેને અવશ્ય બૂમ પાડી તે નદીના શાંત પ્રવાહ જેમ વહી જતી.બંનેને બચપણનો સ્નેહ હતો.ગામડે કાનુડો રમવાનો હોય કે નોરતાંની રઢિયાળી રાતે ગરબા ઘુમવાનું હોય તો પરસ્પર જોડી નીભવતાં.ક્યારેક તે ચડસા ચડસીમાં પણ આવી જતાં.મીઠી રકઝક બાદ બેઉ રિસાઈને મનાઈ પણ જતાં.તે ખેતરે જાય તો ચોમાસની ભીની ભીની મબલખ મોલ ની મહેક માણતાં ખૂબ ખુશીથી સીમમાં સાથ નિભાવતાં.પલક ને શાંત વગર ઘડીકેય ના ચાલે.એ ઢોર માટે ઘાસ વાઢતી હોય અને ઘાસ નો ભારો ઉપાડવાનો હોય ત્યારે તે શાંત ને બૂમ પાડતી.....શાંત..ઓય...... અને શાંતને ખબર પડી જાય કે હવે જવુજ પડશે નહીં તો મેણાં -ટોણા ખાવા પડશે.તે ભારો ઉંચકાવી પલકના માથે મુકાવી ગીત લલકારતો...'તમેં રે ચંપો ને અમેં કેળ.....' જિંદગી વહેતી ચાલી.બચપણની બેઉ હૈયાની રોપેલી લીલી હરિયાળી શી તે લીમડી મોટી થતી ગઈ.પલક ના બચપણાં યુવાની તરફ ઢળવા લાગ્યાં.શાંત પણ લબરમૂછીઓ જાણે મનમોહક કૃષ્ણ જ જોઈ લો.એ જયારે ગામમાં ભવાઈ હોય તો કૃષ્ણ વેશ પરિધાન કરતો.વાંસળી ના મધૂર સૂર રેલાવતો.જાણે ખુદ ગાંધર્વ ધરતી પર ઉતર્યો હોય તેમ પોતાના કંઠે જયારે ગાતો કે ઢોલે રમતો હોય ત્યારે તો પલકની પલક પલકારા ચૂકી જતી.ગામની તમામ બાળાઓ તેની પાછળ ઘેલી હતી.પણ શાંત તો પલક ના પાછળ પાછળ ઘુમતો.પલક પણ એટલી સુંદર હતી કે અપ્સરા પણ તેના રૂપમાં પાગલ થઇ જાય તેટલી મનમોહક,મનભાવન રૂપવતી હતી.તેની આંખોના પાંપણ વિના કાજળ આકર્ષક હતાં.તેની પાતળી કમર,ગુલાબી ગાલ,ઘનઘોર વાદળ જેવાં તેના વાળ! તેની અણિયાળી આંગળીઓની પકડ શાંત ને યુવાનીના ઉબરે પકડી જકડી રાખી છે.બંનેની દોસ્તી યુવાનીના ઉંબરે આવી ને ઉભી છે ત્યારે બન્ને પક્ષના પરિવાર ના કાને ચણભણ થવા લાગી.પલક કહેતી કે મારા શાંત હવે લોકો આપણા બન્ને વચ્ચેની દોસ્તીથી નારાજ છે.શું કરીશું આપણે બેઉ?ત્યારે શાંત શાન્તિ થી ઉત્તર આપતો "મારા નસીબમાં તું છે પરંતુ વાસ્તવમાં તું નથી,કેમકે આપણે બેઉ પાડોશી છીએ અને એકબીજાના પરિવાર સાથે વરસોનો નાતો છે.ગામડામાં નજીક રહેતાં બે હૈયાં એક થાય તેમાં આગ ચાંપવાનું કામ આપણા પાડોશી જ કરતાં હોય છે.માટે આપણે તે રીતે જીવવા ટેવ પાડી જીવવું પડશે."સમય વીતતો ગયો.પલક ની સગાઇ માટે દરરોજ અલગ અલગ ઠેકાણે થી માગાં આવવા લાગ્યાં.અને તેના પરિવારે તેની સગાઇ તેમજ ઘડિયાં લગન એક સુખી પરિવાર ના છોકરા સાથે કરી દીધાં.પલકની અનિચ્છા છતાં તેના પરિવાર ની સામે ઝૂકવું પડ્યું.પલક ની વિદાય શાંત માટે અશાંત હતી.જે ઝાડ નીચે આંબલી પીપળી રમતાં,જેમણે લીમડી ને ઉછેરી તેના છાંયડે મસ્તી કરતાં તેની પલક કાયમ માટે જતી રહી તેનો વસવસો હતો.મન મનાવી ને ચિત્ત ભણવામાં લગાડ્યું.શાંત ઘણા સમય સુધી એકલો પડી ગયો.તેણે એ ખેતર છોડ્યું,ગામ છોડી દીધું કેમકે તેને પલક વગર એક પળ પણ ના ફાવ્યું.
. ઘણા દિવસ વીતી ગયા.વરસ ગયું.એકબીજાને કોઈ જ ના વાત વ્યવહાર બિલકુલ બંધ.મનની માહ્ય પલકને રાખી ચિત્ત ભણવામાં લગાવ્યું.વરસ વીતી ગયું.તેને જન્માષ્ટમી વેકેશન પડ્યું.લાંબા સમય બાદ પ્રશાંત પોતાના ઘેર આવ્યો.અનિમેષ રાહ જોતી તેની બચપણની મિત્ર પલક ને જોઈ ખૂબ રાજી થઇ ગયો.બન્ને હૈયાં મળ્યાં.ખૂબ વાતો કરી ...વેકેશન પૂરું થયું.શાંત જવાનો થયો.તે રડતા હૈયે પલકના ઘર પાસે પસાર થયો.પલક દોડી આવી ભેટી પડી..કેમ રડે છે પાગલ ભેરુ?ત્યાં શાંત જવાબ આપે તે પહેલાં પલકે તેના ઓઢણા વડે શાંત નાં આંસુ લૂછી શાંતનો જવાબ સાંભળવા આતુર બની.શાંત બોલ્યો :"તને છોડવાનું દર્દ અને ભણવા માટે ખિસ્સામાં નથી ખર્ચ !" હું શું કરું કહે પલક ! પલકે વિચાર કર્યાં વગર ઘરનાં ઓરડામાં પડેલી તેની પેટીમાંથી બસ ભાડા પુરતા રૂપિયા રાખી બધાજ રૂપિયા આપી બોલી.. " જા દોસ્ત તારી ફી ભરજે,કપડાં લેજે,જરૂરી વસ્તુઓ પૂરતી આ રકમ તને કામ લાગશે." તેમ બોલી આસું સારતી પલકમાં પલક ઘરમાં જતી રહી.અને શાંત તેના ધ્યેય તરફ.....
. -. સવદાનજી મકવાણા
. ( વાત્ત્સલ્ય )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED