પ્રીતની આ તે કેવી રીત...? वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રીતની આ તે કેવી રીત...?

પૂર્વા અને પૂર્વ બેઉ પરસ્પર પૂરક હતાં.ગમે ત્યાં જવું હોય તો સાથે જવું,ચિત્રકામ કે સંગીત હોય,વક્તૃત્વ કે નિબંધ સ્પર્ધા હોય બેઉ વચ્ચે જ ખાસ હરીફાઈ થાય.એકમેક થી ચડિયાતી કૃત્તિ તેમનું નજરાણું બને.લોકો બંનેની અલબેલી જોડી જોઈ ખૂબ ખુશ થાય.સ્કૂલમાં તે બેઉ ના હોય તો સ્કૂલની પમરાટ વૈશાખી વાયરો જેમ બધુજ સુકવી નાખે તેવું લુખું લાગે.પૂર્વ તમામ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય તો સ્પીચ તેની ખાસ હોય.પૂર્વા પણ અવનવી શાયરી સાથે સહાઘ્યાયી નાં મન મોહી લેતી વાક્છટાથી ભલભલા અચંબીત થાય.બેઉની તેજસ્વીતા આખી સ્કૂલમાં તારલાઓ ચમકે તેમ ચમક્યા કરે.સ્કૂલની વિદ્યા સંપૂર્ણ પામી હાઈસ્કૂલ માં પ્રવેશ થાય છે.તાજગી અનુભવતુ વાતાવરણ અને નવા મિત્રો,શિક્ષકો સાથે પરિચય એક અનોખો અનુભવ હતો.પૂર્વા કહેતી કે પૂર્વ....તું અને હું બેઉ આપણે અલગ વર્ગ માં છીએ.હા હાઈસ્કૂલ માં સંખ્યા અને થોડા વયસ્કના પ્રશ્નો ને કારણે બન્ને ના અલગ અલગ વર્ગ હતા.આ શિરસ્તો વરસોથી ચાલ્યો આવે છે.પૂર્વ બોલ્યો હા..પૂર્વા સાચી વાત છે.મને પણ તારાથી દૂર જવું કે બેસવું નથી જ ગમતું.ઝાડને નીચે રીશેષ ના સમયે બેઉ ની નિયમિત મુલાકાત થતી રહેતી.પૂર્વ તું મારાથી દૂર અલગ વર્ગ માં બેસે છે તો મનમાં થાય છે કે તું મારાથી અંતર કરતો હોય તેવું લાગે છે.ત્યારે પૂર્વ કહે કે પાગલ હું થોડું અંતર રાખું છું? સ્કૂલના નિયમથી આપણે બધાયેલાં છીએ.તેમાં હું અને તું શું કરી શકીએ? દિવસ વીતતા ગયા જિંદગી ની રેલગાડી એક પછી એક સ્ટેશને ધપતી જતી હતી.તે પાર કરી મહાશાળામાં પ્રવેશ મેળવે છે.ફરી બેઉ એકજ ક્લાસમાં સાથે અભ્યાસ કરે છે.પરંતુ બેંચીસ અલગ અલગ હોય છે.પ્રોફેસર ની વર્ગમાં હાજરી હોવા છતાં તેમની બેઉ ની આંખો વારે વારે એક થતી રહેતી.સમયની સાથે જાહેરમાં ઓછું મળે અને ખાનગી કોઈ છુપા સ્થળે મળવાનો સિલસિલો શરૂ થયો.પૂર્વા કહેતી...પૂર્વ! આપણું ગામ એક ફળિયું એક જિંદગી એક થઇ આપણે રહી શકીશું? પૂર્વ કહેતો...પાગલ! તારા આ સવાલથી હું પણ મુંજાઉં છું.પૂર્વા અને પૂર્વ રીશેષ ના સમયે નિશ્ચિત કરેલા ઝાડની નીચે બાંકડે બેસવાનો નિયમ હતો.પૂર્વા બોલી...એક વાત કહું પૂર્વ? હમમમ.,બોલ ને ! આજે મારા ઘેર મારી સગાઇ બાબતની ચર્ચા થતી'તી.તું અને હું બેઉ આ બાબતે શું કરીશું?હવે મારા ઘેર મારા સબંધ માટે સગાઓની વણઝાર શરૂ થઇ છે.તો મારા મમ્મી પપ્પા ને મારે શું જવાબ આપવો? કે હું અને તું આપણે જન્મોજનમનાં સાથી છીએ! પૂર્વ નીરુત્તર રહ્યો.આંખોમાં નિરાશા ટપકતી હતી.પૂર્વા ની આંખમાં આસું! પૂર્વ બોલ્યો શું કરીશું આપણે બેઉ?ઘડી બે ઘડી શૂન્યમનસ્ક ચહેરે હતાં ત્યાં રીશેષ પુરી થયાની બેલ વાગી.વિદ્યાભ્યાસમાં તે બેઉ અવલ નંબરે હતાં.વિચાર એક હતા,આચાર એક હતા,શોખ એક હતા,મન એક હતાં, ગામ એક હતું,ફળિયુ એક હતું...હા ફળિયું કે ગામ એક નાં હોત તો પૂર્વ બિંદાસ પૂર્વાનો હાથ પકડી રાખતે.પરંતુ બધું એક હતું આ ફળિયું બધાંને આ સબંધ માં અડખીલી રૂપ હતું.બીજી બાજુ પૂર્વા તેના પરિવાર ની એક જ દીકરી હતી.બધાંને તેનું સગું કરવાનો આનંદ હતો.જામનગરથી એક સગું અનુકૂળ આવતાં હા થઇ ગઈ.પૂર્વા ની અનુમતિ ની જરુર ન્હોતી કેમકે રૂઢિચુસ્ત ખાનદાન હતું માટે છોકરીઓનો અભિપ્રાય લેવાતો નથી.ઘડિયાં લગ્ન કરી જામનગર જતી રહી.ખૂબ હૈયાંફાટ રુદન તેના ઘૂઘટમાં જ સમાઈ ગયું.પૂર્વ ની યાદ તેના રદીયાથી આંખો પૂરતી દબાઈ ગઈ.આ બાજુ વડોદરા જેવાં શહેરમાં પૂર્વ ઉચ્ચ અભ્યાસ માટે જતો રહ્યો.બબ્બે વરસ વીતી ગયાં.કોલેજ માં કોઈ કારણસર હડતાલ પડી. પૂર્વ ને થયું કે પૂર્વા શું કરે છે રૂબરૂ મળી આવું.તે તેનું સરનામું લેતો જામનગર પહોંચ્યો.બારણે ટકોરા,બારણું ખુલ્યું.પૂર્વા ઘરમાં એ અત્યારે એકલી હતી.પૂર્વ ને જોઈ ચિત્ત. ખોઈ બેઠી.પૂર્વ બોલ્યો! અંદર આવવા નહીં મળે?અને પૂર્વા એ આવકાર આપ્યો,પાણી,કોફી ઇત્યાદી આપી.બે પળ પૂર્વની સામે બેસી એટલું બોલી " પૂર્વ....! આપણું ધારેલું ક્યારેય થયું નથી,આ જનમ આ શરીર પારકું થઇ ગયું છે.હું તને ક્યારેય પળ ભૂલી નથી.જાણી કરી તને મારા વિવાહની કંકોતરી પણ નથી આપી.જાણી કરી મારું સરનામું પણ નથી આપ્યું.હવે આ જનમ તારી સાથે ભણતરમાં રહી,સંસારના જીવતર માં હું સાથ નથી આપી શકતી.માટે મને માફ કરજે.હું તને દુઃખી કરવા નથી માંગતી.આવતા ભવે હું તારી જ છું.ભગવાન ને દરરોજ પ્રાર્થના કરું છું.કે મેં તારા હ્રદય ને દગો દીધો છે.મને માફ કરજે.આવતા જનમે વાટ જોજે." આટલું કહી એ ઘરના ખૂણે રડી પડી.પૂર્વ કશુંય બોલ્યા વગર તે પગથિયાં ઉતરી ગયો.
🌺🙏🏿🌺
- સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )