"વાણી અને વૈરાગ " કૉલેજમાં સાથે અભ્યાસ કરતાં હતાં. સરકારી નોકરીની અપેક્ષા માટે પરીક્ષા આપવા અમદાવાદ જવાનું હતું .એની કૉલેજનાં આ બેઉ જ પરીક્ષાર્થી હતાં.ખૂબ દૂર ગામડેથી આવવાનું હતું એટલે અને પરીક્ષા ત્રણ દિવસ ચાલવાની હતી. સમયસર પહોંચવા માટે એક દિવસ વહેલી તૈયારી સાથે બંનેનાં પરિવારે તમામ ભલામણો સાથે ઝડપી જતી એસટી બસ માં બંને ને બેસાડવા આવ્યાં હતાં. આવજો, સાચવજો,ધ્યાનથી પરીક્ષા આપજો,વાહનથી સાચવજો, જમી લેજો જેવાં ઉદ્દગાર વારંવાર બેઉના કાને અથડાતા હતા.આમ તો કૉલેજ તરફથી ઘણી વખત ઘણા કાર્યક્રમો થતાં તેમાં સમૂહમાં જવાનુ થતું. આજ પહેલી વખત બેઉ એકલાં સફર કરવાનાં હતાં. બસમાં જગ્યા મળી એક સીટ માં બેઉના સમાન સાથે બેસવાની જગ્યા મળી ગઈ.બસની તીવ્ર ગતિ અવાજ સાથે સહપ્રવાસીઓનો અવાજ જાણે માનસિક ત્રાસ આપતો'તો.સાથે બીડીના ધુમાડા,પાનની પિચકારી મારતા શિષ્ટાચારના ધજાગરા બસમાં વધુ જોવા મળ્યા.ના છૂટકે "વાણી" એ "વૈરાગ" ને કીધું... વૈરાગ યાર ! ક્યારે અમદાવાદ આવશે? લોકો બસમાં પણ બાપની જાગીરી સમજે તેમ એલફેલ ઊંચા અવાજે બોલી રહ્યાં હતા. સહપ્રવાસી ઘણાં ચૂપ હતાં કેમકે ચાર કલાકની સફરમાં કોની જોડે જીભા જોડી કરવી?વૈરાગ ને પણ ખૂબ અકળામણ હતી. તે બારી બાજુ હતો તે ઉભો થઇ અંદર તરફ બેઠો અને વાણી ને કીધું કે વાણી તું બારી તરફ બેસ!અને તે એ રીતે પાછાં ગોઠવાયાં.ધૂળિયા માર્ગ પછી ધોરી માર્ગમાં બસ માં થોડી રાહત રહી.પ્રવાસીઓનો શાંત અવાજ થતો જતો'તો. બારીમાં સાંજનો તડકો થતાં વાતાવરણ થોડું નરમ પડતું જતું હતું. વાણી જૉકે ચડી. રાત નો ઉજાગરો હતો. અમદાવાદ જવાનું છે તેની આગળની રાતની તૈયારીમાં રાત ખાસ્સી જાગી હતી. સાથે મમ્મી ને ઘરના કામમાં મદદ, આ બધી જ વ્યસ્તતા થી માનસિક અને શારીરિક પણ થાકી હતી. વાણીનું વારે વારે વૈરાગના ખભે માથું ટકરાતું હતું. સાથે વૈરાગ પણ આંખ બંધ કરી આગળની સીટની પાઇપ પર માથું ટેકવી આરામની મુદ્રામાં હતો.વાણી ની નિદ્રા ગાઢ બનતાં તે રીતસર વૈરાગનો હાથ પકડી તેના ખભે માથું ટેકવી સુઈ ગઈ. વૈરાગ અર્ધસભાન અવસ્થામાં વાણી ના આરામને ખલેલ ના પડે તે રીતે તેને ઊંઘવા સાથ આપવા લાગ્યો.અચાનક બસની બ્રેક વાગતાં વાણીનું માથું આગળની સીટ ની પાઇપ સાથે ટકરાયું. થોડું વાગ્યું પરંતુ લોહી નહીં નીકળ્યું બેઠો માર વાગ્યો. કપાળ માં ઢીમચું થઇ ગયું. ઓઢણું બાંધી આપવાની ગૌરવે સલાહ આપી. વાણી એ એ બાધી રીતસરનું વૈરાગના ખોળામાં માથું નાખી ઊંઘી ગઈ. વૈરાગ ને પણ આ ગમ્યું.અમદાવાદ આવવાની થોડી મિનિટો બાકી હતી.વાણી ને જગાડી. ત્યાં સુધી અમદાવાદ બસ ડેપોમાં બસ આવી ગઈ હતી. વાણી આપણે કોઈ હોટલમાં રૂમ મળે ત્યાં સુધી તું સમાન સાચવી ડેપો માં બેસ, અને હું તપાસ કરી આવું. નજીકના એરિયા માં એક હોટલના પાંચમા માળે રૂમ મળી ગઈ ત્રણ દિવસ રોકાવાનું હતું. વૈરાગ વાણી ને લઇ રૂમમાં આવી બાથરૂમમાં ઘૂસ્યો અને વાણી બેડ ઉપર આડી પડી. વૈરાગ સ્નાન ઇત્યાદી પતાવી બહાર નીકળે છે તો વાણીના માથામાં વાગેલું હતું ત્યાં સોજો હતો. તેના લીધે તે ઊંઘમાં ઉંહકારા કરતી હતી. પણ કોઈ ઉપાય ના સુજયો. તેને જગાડી નહીં. બંને યુવાન હતાં સાથે અભ્યાસ કરતાં પરંતુ એક બીજાંને સન્માન થી નિરખતાં. આજે પણ બંને નો વિશ્વાસ અકબંધ હતો. વૈરાગ પુસ્તક લઇ બેઠો. ત્યાં વાણી જાગી. અને વૈરાગ બોલ્યો. વાણી તને કેવું છે? જા થોડું ફ્રેશ થઇ આવ સારું થઇ જશે.વાણી એ તેની સલાહ અનુસરી. ન્હાઈને બાથરૂમ ની બહાર આવી ત્યારે તેના વાળ ભીનાં હતા. તે બાજુમાં પડેલી ખુરશીમાં બેઠી. કપડાં બદલી પાછી તે બેડ પર આડી પડી. વૈરાગ ને કહેવા લાગી. વૈરાગ મને આ બામ લગાવી આપ મારું માથું દુઃખે છે. વૈરાગ વાણીના લહેકાથી થોડો ખચકાયો.થોડી શરમ દૂર કરી,વાણીના માથે બામ લગાવી.માથું ગરમ હતું.ધીરે ધીરે બામ ઘસી. નીચે હોટલમાં મોડે જમ્યાં.થોડું વાચન કરી.બેઉ અલગ અલગ બેડ પર આરામ કર્યો.રાત અર્ધી વીતી હતી,વાણી બોલી વૈરાગ. મારી પાસે આવ. હું કોઈ દિવસ એકલું નથી ઊંઘી. વૈરાગનો સંકોચ વધતો હતો. અને બીજી બાજુ વાણીના માથાનું દર્દ.તે રાત વાણી ની મીઠી વાણીમાં સમાઈ ગઈ.વૈરાગ નો આ પહેલો અનુભવ હતો,આવી રીતે સહાધ્યાયી સાથે સફરનો.પરીક્ષા આપી બન્ને ઘર તરફ બસમાં રવાના થયાં.બસમાં ઉતરી ને વાણી વૈરાગ ના કાનમાં કઈંક બોલી "કાશ! ફરી ફરી આવી પરીક્ષા આવે અને મને તારો સંગાથ મળે!" બેઉના હૈયાં આજે પણ એ પરીક્ષા ની સ્મૃતિઓ વાગોળે છે. (અસ્તુ )
. -. સવદાનજી મકવાણા ( વાત્ત્સલ્ય )