આપણે આગળ જોઈ કે મિલન સામે લડી લેવા તેના ઘરે પહોંચે છે. મિલનનો રૂઆબ જોઈને પંકજ ડરી જઈને ઘરે આવતો રહે છે. ભૂમિ સાથે બેસીને બંને ચર્ચા કરવા લાગે છે. તે સમયે ભૂમિનો ફોનની રીંગ વાંગે છે અને કિશોરભાઈ ફોન રીવિવ કરે છે ત્યારે સામેથી રોહિણી બોલે છે. કિશોરભાઈને પંકજ આખી ઘટના વિશે કહે છે આ સાંભળીને કિશોરભાઈ જમીન પર ઢળી પડે છે. હવે આગળ..
કિશોરભાઈ થોડી વારમાં ભાનમાં આવે છે અને પાસે બેસેલી ભૂમિને સમજાવતા કહે છે.
દીકરી ભૂમિ તારી સાથે બનેલા બનાવથી હું દુઃખી છું પણ હવે આનો કોઈ હલ તો કાઢવો પડશે ને.. હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી મિલન એક પૈસાદાર બાપનો છોકરો છે અને તેનો રૂઆબથી મોટા અધિકારી પણ પાણી ભરે છે.
આગળ આપણે શું કરીશું તે ચિંતા છે. ચિંતા મને મારી નથી બેટી પણ તારી અને પંકજની છે. તમારી બંનેની કારકિર્દી અત્યારે જોખમ મુકાઈ ગઈ છે. આપણે મિલન સામે લડી શકીએ તેમ નથી બેટા એટલે મારું કામ કરીશ..!
ભૂમિ પપ્પા કિશોરભાઈને ગળે વળગી ગઈ અને ભરોશો આપતા બોલી. પપ્પા આપ જે કહેશો તે હું કરવા તૈયાર છું.
બેટી હું જાણું છું તું અને પંકજ બંને એકબીજાને પ્રેમ કરો છો અને સાથે રહેવાનો પણ વિચાર બનાવી લીધો છે. હું ખુશ છું તને તારો જીવનસાથી યોગ્ય મળ્યો છે. પંકજ જેવો છોકરો આ દુનિયામાં કોઈ નહિ હોય.
પપ્પા તમે શું કહેવા માંગો મને કંઇજ સમજ પડતી નથી.? ભૂમિએ સહજ રીતે તેના પપ્પાને પૂછ્યું. થોડે દૂર રમીલાબેન બધાની વાત સાંભળી રહ્યા હતા. કેમકે જ્યારે કિશોરભાઈ કોઈ વાત કરી રહ્યા હોય ત્યારે રમીલાબેન ક્યારેય વચ્ચે બોલતા ન હતા તે ચૂપ રહીને સાંભળતા.
પંકજ અને ભૂમિને પાસે બોલાવીને માથા પર હાથ ફેરવતા કિશોરભાઈ બોલ્યા.
દીકરાઓ આગળ તમારે જીવનની મોટી સફળ ખેડવાની છે અને અત્યારથી જો આવી મુસીબત આવી પડશે તો જીવન તમારું વેરવિખર થઈ જશે. એટલે મારું કહ્યું માનો આ શહેર છોડીને દૂર કોઈ શહેર જઈને વસી જાવ અને અભ્યાસની સાથે તમો સુખી જીવન પસાર કરો.
આટલું કહેતા ભૂમિ તેના પપ્પાને ગળે વળગીને રડવા લાગી.
હું તમને છોડી ને ક્યાંય નથી જવાની.. કહી દવ છું. મારું બધું જ તમે છો.
દીકરી ભૂમિ તારું મારાથી દૂર જવું મને ગમતું નથી પણ આની સિવાય કોઈ રસ્તો નથી. આપણે મિલન સાથે લડી શકીએ તેમ નથી એ કરતા ડરીને નહિ પણ સમજદારીથી જો આનાથી દૂર જઈશ તો મુસીબત માંથી છુટકારાની સાથે એક સારી જિંદગી જીવવાનો મોકો પણ મળી જશે.
ઘણું સમજાવ્યા પછી આખરે ભૂમિ તેના પપ્પા કિશોરભાઈની વાત માની જાય છે. અને ભૂમિ અને પંકજ બંને કિશોરભાઈ અને રમીલાબેનના આશીર્વાદ લઈને પોતાના જરૂર પૂરતો સામાન પેક કરીને ત્યાંથી રાત્રે કોઈને જાણ બહાર નીકળી જાય છે.
રડતી આંખે તેનો પરિવાર છોડવાનું ભૂમિને દુઃખ હતું પણ તેમના પપ્પાની ક્યારેય કોઈ વાતની આનાકાની કરી ન હતી. બંને એ વિચાર કર્યો જઇશું તો ક્યાં જઈશું. ત્યારે પંકજ કહે છે. તું મારી સાથે ચાલ હું તને મારા ઘરે લઈ જઈશ જે તારું પણ ઘરે હશે. આપણે નજીકના શહેરમાં કોલેજ પૂરી કરી આપણા નવા જીવનની શરૂઆત કરીશું.
ભૂમિ ના ગયા પછી કિશોરભાઈ અને રમીલાબેન દુઃખી થયા હતા પણ તેમને ખબર હતી કે પંકજ તેને પોતાના ઘરે જ લઈ ગયો હતો હશે એટલે હસમુખભાઈને ફોન કરીને ભૂમિ ના ખબર અંતર પૂછી લેતા.
થોડા દિવસ પસાર થયા ત્યાં કિશોરભાઈને સમાચાર મળ્યા કે મિલન નું એક્સિડન્ટ થવાથી મૃત્યુ થયું છે. મિલનના મોત થી કિશોરભાઈને ખુશી તો થઈ કે હાશ... હવે મુસીબત માંથી બહાર આવ્યા. પણ મિલનના મોતના સમાચાર કિશોરભાઈ તેમની દીકરી ભૂમિને આપતા ન હતા કેમકે તે ઈચ્છતા હતા કે ભૂમિ ત્યાં નાના શહેરમાં રહીને સુરક્ષિત રહેશે અને પંકજ સાથે રહીને તે પોતાની જિંદગી સુખેથી પસાર કરી શકશે.
સમાપ્ત...
આ સ્ટોરી નો મુખ્ય હેતુ એ હતો કે કોઈ પણ આવી પડેલી મુસીબત નો સામનો કરવાની આપણી પાસે શક્તિ કે કોઈ પીઠબળ ન હોય તો ત્યાંથી ખસી જવું જ યોગ્ય હોય છે. પ્રેમ હંમેશા સમર્પણ, ત્યાગ અને સહારો માંગે છે જે બખૂબી પંકજ દ્વારા મે સમજાવવાની કોશિશ કરી છે. પ્રેમ તો અજાણતા જ થઈ જાય છે પણ તેને કેમ કરવો અને કેમ નિભાવવો તે આ સ્ટોરી નો મુખ્ય હેતુ રહ્યો હતો.
પરિવાર હંમેશા આપણી કોઈ ભૂલ હોવા છતાં સમજણથી આપણો પક્ષ લઈ યોગ્ય દિશા આપવાનું કામ આ પરિવારે બતાવ્યું છે. અને સંબંધ નું સાચું મહત્વ બતાવવામાં આવ્યું હતું.
તમને આ સ્ટોરી કેવી લાગી છે તે કૉમેન્ટ કરીને જણાવજો.
આભાર આપનો....
જીત ગજ્જર