આપણે આગળ જોયુ કે પંકજે ગેટ ને લોક કરીને સૂઈ ગયો હતો. પહેલી વાર ભૂમિ કઈ કર્યા વગર સૂઈ ગઈ પણ બીજી વાર તેણે ગેટ ને ચડીને જવાનું વિચારે છે. પણ ગેટ ને ચડવામાં તે ગેટ ના સરિયા માં ફસાઈ જાય અને આ બધું પંકજ જોઈ રહ્યો હોય છે. હવે જોઈએ પંકજ શું કરે છે.
પંકજ ભૂમિ ની પાસે ગયો અને તેને ઉંચકી ને નીચે ઉતારવા જાય છે. ભૂમિ નો નાઈટ ડ્રેસ સરિયા માં ફસાઈ ગયો હોય છે એટલે ભૂમિ ને ઉંચકી ને સરિયા માંથી કાઢી ને નીચે લાવવાની હતી એટલે પંકજે ભૂમિ ને ઉંચકી અને ગેટ ના સરિયા માંથી બહાર કાઢી, એટલે બંનેનું બેલેન્સ રહેતું નથી અને બંને નીચે જમીન પર પડે છે. ભૂમિ જમીન પર પડતાં "ઓ મમ્મી" એવો અવાજ નીકળવા જાય છે ત્યાં પંકજ તેનું મો બંધ કરી દે છે. રાતના અંધારા મા પંકજ ભૂમિ ને અજાણતા લીપ કિસ કરે છે. થોડીવાર તો બંને પડ્યા રહ્યા.
ભૂમિ અને પંકજ કઈ સમજી શક્યા નહિ. થોડી સરમ અનુભવતો પંકજ પહેલા ઉભો થયો પછી ભૂમિ ને ઉભી કરી. ભૂમિ કશું બોલી નહીં ચૂપચાપ તેના રૂમમાં જતી રહી. પાછળ પંકજ પણ ચૂપચાપ તેના રૂમમાં જઈને સૂઈ જાય છે. ભૂમિ ને આખી રાત પંકજ ની કિસ નોં અહેસાસ થયા કરે છે. અને મનમાં આભાર વ્યક્ત કરે છે કાસ પંકજ આવ્યો ન હોત તો હું આમજ સવાર સુધી ફસાયેલી રહેત અને મમ્મી પપ્પાને શું કહેત.. એકબાજુ પંકજ પર ગુસ્સો આવે છે તો બીજી બાજુ હિતેચ્છુ સમજી ને ગુસ્સો થૂંકી દે છે અને અંદર થી તેના પ્રત્યે પ્રેમ ની અનુભૂતિ મહેસૂસ કરે છે. જાણે કે પંકજે પ્રેમ ના પગરવ પાથર્યા હોય.
સવાર થયું પંકજ તેના સમય અનુસાર ઉઠી ગયો અને ભૂમિ ના ઉઠવાની રાહ જોવા લાગ્યો. ભૂમિ નો હજુ ઉઠવાનો સમય થયો ન હતો પણ ત્યાં પંકજ ની નજર ભૂમિ ના રૂમ પર પડી તો ભૂમિ ઊઠીને થોડો દરવાજો ખોલીને પંકજ ની નિહાળી રહી હતી. આવું કેમ કરી રહી હતી તે પંકજ સમજી શક્યો નહિ, થોડો સમય થયો એટલે ભૂમિ તેના રૂમ માંથી બહાર આવી.
આજે પંકજ ને જાણે હિમ્મત આવી ગઈ હોય તેમ ભૂમિ જેવી રૂમ માંથી બહાર નીકળી ને પંકજ પાસે થી પસાર થાય છે ત્યાં પંકજ ઉભો થઈને તેની પાસે જઈ તેના કાનમાં પૂછે છે.
"વાગ્યું તો નથી ને ગાંડી."?
ભૂમિ શરમ ની મારી કઈ બોલી નહીં થોડી સ્માઈલ આપી ને તે બધરૂમ માં જતી રહી.
પંકજ ને ભૂમિ કોલેજ સુધી મુકવા આવે છે. રસ્તા માં પંકજ ફરી ભૂમિ ને સમજાવે છે કે તું ડ્રીંક કરવાનું ભૂલી જા અને અભ્યાસમાં ધ્યાન આપ. કિશોરભાઈ તારા જેવા સપના જોતા હશે તે સપના ઉપર તું પાણી ફેરવિશ નહિ. હાથ જોડતો પંકજ ભૂમિ ને સમજાવી રહ્યો જતો. ભૂમિ આજે પંકજ ની બધી વાત ધ્યાન થી સાંભળી રહી હતી. જાણે તેને અહેસાસ થઈ રહ્યો હોય કે પંકજ જે કહી રહ્યો છે તે મારા ભલા માટે કહી રહ્યો છે. પંકજ રસ્તામાં સમજાવી રહ્યો હતો ત્યાં કોલેજ આવી ગઈ ને પંકજ તેની કોલેજ માં દાખલ થયો.
પંકજ હવે કોઈ ને કોઈ કારણ સર ભૂમિ ને ડ્રીન્ક કરવા રોકવા લાગ્યો. ક્યારેક રાત્રે ગેટ પાસે પહેરો આપતો તો ક્યારેક ધમકી આપતો કે જો તું રાત્રે બહાર જઈશ તો હું કિશોરભાઈ ને કહી દઈશ. પંકજ ની ધમકી થી ભૂમિ ડરી ગઈ અને ધીરે ધીરે રાત્રે ઘરે થી બહાર જવાનું ભૂલવા લાગી.
રોજ સવારે ભૂમિ ને હસી મજાક કરી પંકજ કાનમાં બે શબ્દો કહેતો. ભૂમિ ને પંકજ પ્રત્યે એક લાગણી થવા લાગી હતી. તે તેના પ્રત્યુતર માં એક મીઠી સ્માઈલ રોજ પંકજ ને આપવા લાગી.
આમ ધીરે ધીરે ભૂમિ ને ડ્રીન્ક કરવાની લત છૂટી જાય છે. તેને અહેસાસ થાય છે પંકજ મારા માટે કેટલું કરી રહ્યો છે. ભૂમિ ને ફીલ થવા લાગે છે. તેને પંકજ ના પ્રેમનોં અહેસાસ થાય છે.
ભૂમિ હવે પંકજ સાથે વધારે વાતો કરે છે. કોઈ ને કોઈ બહાનું બનાવી તેની સ્કુટી માં ફરે છે. હંમેશા નજીક રહેવાની ભૂમિ કોશિશ કરતી રહે છે. પંકજ ને ભાવતી રસોઇ ભૂમિ બનાવી આપે છે. ભૂમિ ના આ વર્તન થી પંકજ ને પણ ખબર પડી જાય છે કે તે પણ મને પ્રેમ કરવા લાગી છે.
શું બંને એકબીજાંને પોતાનો પ્રેમ વ્યક્ત કરશે કે બસ આમ જ મીઠી સ્માઇલ થી દિવસો પસાર કરશે. જોશું આગળ ના અંકમાં...
વધુ આવતા ભાગમાં...
ક્રમશ....