prem no pagarav - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પગરવ - ભાગ ૩

આપણે આગળ જોયું કે સ્ટેશન પર પંકજ ને લેવા કિશોરભાઈ નહિ પણ તેની દીકરી ભૂમિ આવે છે. પણ પંકજ નું અહી આવવાથી ભૂમિ નાખુશ દેખાઈ રહી હતી. હવે જોઈએ આગળ..

રૂમમાં પહોંચી પંકજ ફ્રેશ થયો અને મુસાફરી માં થાકી ગયો હતો એટલે પલંગ પર લેટી ગયો. આમ પણ સાંજ પડવા આવી હતી. થોડો આરામ કર્યો ત્યાં કિશોરભાઈ ની પત્ની લતાબેન ઉપર આવીને પંકજ ને કહ્યું ચાલ બેટા જમવાનું તૈયાર થઈ ગયું છે તું નીચે આવ. બધા તારી રાહ જુએ છે.

જ્યારે પંકજ આવ્યો હતો ત્યારે લતાબેન માર્કેટ ગયા હતા એટલે પંકજ તેને જય શ્રી કૃષ્ણ કહી શક્યો નહિ. પણ તે તેને બોલાવવા આવ્યા એટલે તરત પંકજે ગીતાબેન ને જય શ્રી કૃષ્ણ કહ્યું. તેમણે પણ જય શ્રી કૃષ્ણ કહ્યું.

પંકજ નીચે આવીને બધા થી સાથે ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો. તે પહેલી વાર ડાઇનિંગ ટેબલ પર જમવા જઈ રહ્યો હતો. ચલાલા બે ત્રણ હોટલ ખરી પણ અત્યાર સુધી પંકજ ક્યારેય ત્યાં જમવા ગયો ન હતો. એટલે તે સરમ અનુભવી રહ્યો હતો.

બેટા સર્માઈશ નહિ આ તારું જ ઘર સમજ જે. પંકજ સામે સ્માઇલ કરીને કિશોરભાઈ બોલ્યા.
ભલે અંકલ કહી ને બધા જે રીતે જમી રહ્યા હતા તે જોઈને પંકજ પણ જમવા લાગ્યો. જમતી વખતે ગીતાબેન પંકજ ની થાળી માં ભોજન આપતા કહેતા બેટા નિરાંતે હો.. પેટ ભરીને જમજે હો..

અમદાવાદ માં પંકજ ની આજે પહેલી રાત હતી, તેને એમ જ લાગ્યું કે આ મારું જ પોતાનું ઘર છે. આટલો આલીશાન બંગલો તેના નાના મકાન જેવો લાગી રહ્યો હતો. તેનું કારણ હતું કિશોરભાઈ અને ગીતાબેન નો પ્રેમ. જેટલો પ્રેમ તેના પપ્પા આપતા હતા એટલો પ્રેમ તેણે કિશોરભાઈ ની પાસે થી જોયો. એટલે મનમાંથી એક ડર નીકળી ગયો કે અહી આપણું કોઈ સાળ સાંભળ રાખે તેવું આ શહેર નથી.

લાંબી મુસાફરી થી પંકજ થાક્યો હતો એટલે ખબર જ ન રહી તેને ક્યારે ઊંઘ આવી ગઈ. આંખ ખુલી તો સવાર થઈ ગયું હતું. પોતાના રૂમ માંથી બહાર આવી પંકજ તૈયાર થઈ નીચે આવ્યો એટલે ગીતાબહેને તેના માટે નાસ્તો તૈયાર કરી રાખ્યો હતો. રોજ સવારમાં બસ એક ભાખરી અને ચા નો નાસ્તો કરનારો. આજે તેની સામે ચા સાથે પવા, બિસ્કીટ અને બ્રેડ હતી.

નાસ્તો કરી હોલ માં જઈ સોફા પર બેસીને પંકજ ટીવી જોવા લાગ્યો. સવારમાં મોટી ટીવી પર પંકજ નું મનગમતું ભજન આવી રહ્યું હતું.

હે જાગ ને ઓ જાદવા, કૃષ્ણ ગોવિંદ ગોવાળિયા, તું જ વિના કોણ જાશે રે....
ત્યાં કિશોરભાઈ તેમની પાસે આવીને બોલ્યા
"પંકજ તે તારી ડિપ્લોમા કૉલેજ જોઈ નહીં હોય."? ચિંતા કરીશ નહિ તને ભૂમિ તારી કૉલેજ સુધી મુકી જશે.

સારું અંકલ...

ભૂમિ હજુ તેના રૂમમાં સૂતી હતી એટલે કિશોરભાઈ ધીરે થી કહ્યું.
ભૂમિ બેટા તું પંકજ ને તેની કોલેજ સુધી તારી સ્કુટી પર મૂકી આવીશ ને...?

રૂમમાંથી ધીમે થી અવાજ આવ્યો.
હા પપ્પા....
તમે કામ પર જાવ હું પંકજ ને કોલેજ મૂકી આવીશ.

પંકજ તો તૈયાર થઈને ભૂમિ ના ઉઠવાની રાહ જોઈ રહ્યો હતો. મનમાં તો વિચારી રહ્યો હતો. ભૂમિ તો મહારાણી લાગે છે. દિવસ માથે આવે તો પણ ઊઠવાનું નામ જ ન લે. ત્યાં જાણે પંકજ ના મનની વાત સાંભળી ગઈ હોય તેમ ભૂમિ તેના રૂમ માંથી બહાર આવી પકંજ ની પાસે થી પસાર થઈ ધીરે થી કહ્યું બહુ ડાહ્યો થઈશ નહિ. !!!

પંકજ હજુ વધુ કઈક વિચારે ત્યાં તો ભૂમિ તૈયાર થઈને પંકજ પાસે આવીને બોલી.
ચાલ...હું તને તારી કોલેજ છોડી આવું...!!

ભૂમિ એ સ્કુટી સ્ટાર્ટ કરી અને પંકજ તો ભૂમિ પાછળ સરમ અનુભવતો બેસી ગયો. સ્કુટી ઉપડી કોલેજ તરફ. એક તો ભૂમિ એક ની એક કિશોરભાઈ ની દીકરી ઉપર થી ઘરે મળતી બધી છૂટછાટ એટલે ભૂમિ તો ફ્રી માઈન્ડની, વાતો કરવામાં તો કોઈ તેને આંબી ન શકે.

હજુ કાલે જ મુલાકાત થયેલ પંકજ સાથે ભૂમિ તો દિલ ખોલી ને વાતો કરવા લાગી. ભૂમિ એ વાતો વાતો ના પંકજ ને ફરી ઘણા સવાલો કર્યો પણ પંકજ કોઈ સવાલો નો જવાબ આપતો ન હતો. જાણે કે તે હજુ સરમ અનુભવતો હોય. પણ આતો શહેર એટલે સરમ નું અહી કોઈ સ્થાન રહ્યું નથી. બધા પોત પોતાની લાઇફ બિન્દાસ થી જીવે. ભૂમિ પણ એજ લાઇફ સ્ટાઇલ થી જીવી રહી હતી. પંકજ તરફ થી કોઈ ઉત્યોતર મળ્યો નહિ એટલે ભૂમિ એ રસ્તા પર સ્કુટી ઉભી રાખી અને બોલી...

મોઢામાં શું મગ ભર્યા છે...!!! કેમ
કઈ બોલતો નથી.? ક્યાર ની પૂછી રહી છું કોઈ જવાબ તું આપતો નથી. ગુસ્સામાં આવીને પંકજ ને ધમકાવવા લાગી.

પંકજ તો ડરી ગયો. આવું ભૂમિ નું રૂપ જોઈને. તેને મનમાં એમ જ થયું કે ભૂમિ અત્યારે મને આ જગ્યાએ એકલો મૂકીને જતી રહેશે.

શું ભૂમિ પંકજ ને ત્યાજ છોડીને જતી રહેશે. જોઈશું આગળ ના અંકમાં...

વધુ આવતા ભાગમાં...

ક્રમશ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED