અમરેલી જિલ્લા નું એક નાનકડું ગામ ચલાલા. આમ જોઈએ તો તે ચલાલા ગામડું નહિ ને શહેર પણ નહિ, બસ વસ્તી હશે સીતેર હજાર ની, તેમાં એક દાનેવ સોસાયટી માં આવેલ એક નાનું મકાનમાં એક પરિવાર રહે. તે પરિવાર અતિ ગરીબ હતું. પરિવારમાં હસમુખભાઈ તેમની પત્ની ગીતાબેન અને દીકરો પંકજ રહેતા.
મજૂરી કામ કરીને ગુજરાન ચલાવનાર હસમુખભાઈ ની હવે ઉંમર થતાં હવે તેનાથી કામ થઈ રહ્યું ન હતું. તો પણ તે મજૂરી કરીને માંડ માંડ ઘર ચલાવવાતા. ગીતાબેન કોઈક ના ઘરે જઈ વાસણ કે સફાઈ કામ કરીને થોડા પૈસા લઈ આવતા. આમ કરીને તેમનું ઘર ચાલતું.
હવે દીકરો પંકજ મોટો થઈ ગયો હતો. કુમાર છાત્રાલય માં પંકજે 12 ધોરણ પાસ કર્યું. પહેલે થી અભ્યાસમાં બહુ રુચિ હતી એટલે સારા માર્ક સાથે તે ઉતીર્ણ થયો. હવે પંકજ ને ડિપ્લોમાં કરવાની ઇચ્છા થઈ, આ નાના શહેરમાં ડિપ્લોમા કોલેજ હતી નહીં એટલે ન છુટકે તેને મોટા શહેર જવું પડે તેમ હતું.
પંકજે આગળ અભ્યાસ માટે તેના પપ્પાને વાત કરી. હસમુખભાઈ એ તેના દીકરા પંકજ ને ડિપ્લોમા કરવાની હા પાડી પણ આંખમાં આશુ લૂછતાં તે બોલ્યા. " બેટા મારી પાસે તને આગળ અભ્યાસ કરાવી શકુ એટલાં પૈસા નથી." તે તું સારી રીતે જાણે છે.
પંકજ ના માથા પર હાથ મૂકીને હસમુખભાઈ આશ્વાસન આપતા કહ્યું.. બેટા જો આગળ ભણવું હોય તો તારી જાતે જ બધું કરવું પડશે, તને તો ખબર છે. મારી આવક માંથી આપણું માંડ માંડ ઘર ચાલે છે.
પંકજે તેના પપ્પાને કહ્યું. આપ કહેશો તો હું આગળ અભ્યાસ કરવાનું છોડી ને તમારી સાથે મજૂરી કરવા લાગી જાવ. પણ હું ઈચ્છું છું કે ભણી આ આપણી ગરીબી દૂર કરું, એ માટે મારે આગળ અભ્યાસ કરવો જરૂરી છે.
હસમુખભાઈ ના પગ દાબતો પંકજ બોલ્યો. "તમે કહો ત્યાં હું ડિપ્લોમા કરીશ પપ્પા."? હું મારી મહેનત થી આગળ અભ્યાસ કરીશ. હું કંઈપણ કરીને અભ્યાસ કરવા માંગુ છું.
વળતા જવાબ આપતા હસમુખભાઈ એ કહ્યું. બેટા તે મને ન ખબર કયા આ કોર્ષ થાય છે, પણ જો તું અમદાવાદ આ કોર્ષ કરવા માંગતો હોય તો મારો એક મિત્ર અમદાવાદ શહેર માં રહે છે તું કહેતો તારા આગળના અભ્યાસ માટે ની તેની સાથે વાત કરું.
હસમુખભાઈ એ તેના મિત્ર કિશોરભાઈને ફોન કરી બધી વાત કરી. કે જો તારો થોડો સહકાર મળે તો મારા દીકરાને ત્યાં ડિપ્લોમા કોર્સ કરવો છે.
કિશોરભાઈ એ કહ્યું. ઠીક છે ભાઈ. આજ થી તારા પંકજ ની આગળ અભ્યાસ કરાવવાની જવાબદારી મારી. તું પંકજ ને અહીં અમદાવાદ મોકલી દે, બાકીનું હું સંભાળી લઈશ. આભાર વ્યક્ત કરી હસમુખભાઈ ફોન મૂકી દે છે.
માથા પર હાથ ફેરવતા પંકજ ને કહ્યું બેટા તું સવારે અમદાવાદ જવા ટ્રેન માં નીકળી જજે અને આ છે કિશોરભાઈ ના ઘરનું એડ્રેસ અને તેમના ફોન નંબર. અમદાવાદ પહોંચી તેમને ફોન કરજે.
સવારે વહેલો ઊઠી ને પંકજ તૈયાર થયો તેની પાસે વધુ કપડા તો હતા નહિ બસ ત્રણ જોડી કપડાં હતા તે અને ડોક્યુમેન્ટ એક નાની બેગ માં ભર્યા.
ભગવાન ની પૂજા કરી અને તેના માતા પિતા ને પગે લાગી પકજે અમદાવાદ જવા પહેલી ટ્રેન પકડી. આમ તો ચલાલા માં સો વર્ષ થી ટ્રેન ચાલે છે પણ હજુ મીટર ગેજ. એક કલાકે માંડ એક ટ્રેન આવે. તે પહેલી ટ્રેન પંકજે પકડી.
પંકજ ની આ પહેલી સફર હતી તે રસ્તા પર આવતા ગામડા અને નાના શહેરો ને બારી પાસે બેસીને નિહાળી રહ્યો હતો. પહેલી મુસાફરી કરવાની મઝાજ કઈક અલગ હોય છે. એક એક ક્ષણ યાદગાર હોય છે. પંકજ પાસે સાદો ફોન હતો એટલે તે આ મુસાફરી ને તેના કેમેરામાં કેદ કરી શક્યો નહિ બસ તે મનભરી ને માણતો રહ્યો. તેણે અમદાવાદ શહેર ને ક્યારેય જોયું ન હતું. અમદાવાદ શહેર એમ જ તેણે ટીવી માં જોયું હતું અને કોઈના મુખે થી વખાણ સાંભળ્યા હતા. એ શહેર થી સાવ અજાણ હતો એમ કહીએ તો ચાલે.
જોત જોતામાં ધીની ગતિએ ચાલી રહેલી લોકલ ટ્રેન ઢસા સુધી આવી પહોંચી ત્યાંથી પંકજે ફાસ્ટ ટ્રેન પકડી અને છ કલાક માં તે અમદાવાદ પહોચી ગયો. હસમુખભાઈ ને ભલામણ હતી કે દીકરા અમદાવાદ આપણા શહેર જેવું નથી. અહી કાઠિયાવાડી લોકો બહુ દયાળુ હોય છે પણ ત્યાં આટલું દયાભાવ જોવા નહિ મળે એટલે દીકરા તારા સમાન નું તું ખાસ ધ્યાન રાખજે. પંકજ તેનો સામાન લઈ ટ્રેન માંથી નીચે ઉતરી રેલ્વે સ્ટેશન ની બહાર નીકળી કિશોરભાઈને ફોન કર્યો.
હલ્લો... અંકલ હું પંકજ બોલું છું. હું અમદાવાદ પહોચી ગયો છું ને રેલ્વે સ્ટેશન ની બહાર તમારા આવવાની રાહ જોઈ રહ્યો છું.? તમે મને લેવા માટે ક્યારે આવું છું.
કિશોરભાઈ એ પંકજ ને કહ્યું.
"સોરી બેટા હું નહીં આવી શકું"..!!!
કિશોરભાઈ એ પંકજ ને લેવા આવવાની કેમ ના કહી તો શું પંકજ ને કોણ લેવા આવશે કે પંકજ બસ એમજ ત્યાં ઉભો રહીને કઈક કરશે ? તે આવતા અંકમાં જોઈશું શું થાય છે ...!
વધુ આવતા ભાગમાં.
ક્રમશ....