પ્રેમ નો પગરવ - ભાગ ૧૦ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પગરવ - ભાગ ૧૦

આપણે આગળ જોયું કે ભૂમિ હવે પંકજ ના પ્રેમમાં પડવા લાગી હતી. કોલેજ જતી વખતે બે યુવાનો ભૂમિ ને પરેશાન કરે છે તેની સાથે મારકૂટ કરીને તેં યુવાન ને પંકજ ત્યાંથી ભગાડી મૂકે છે. પછી ભૂમિ પોતાનો પ્રેમ નો એકરાર કરવા જાય છે ત્યાં એક યુવાન તેને થપ્પડ મારી ને કહેતો જાય છે. મારી નહિ તો તું કોઈની નહિ..હવે આગળ..

હજુ તો પંકજ કઈ સમજે તે પહેલા તો તે યુવાન ભૂમિ ને થપ્પડ લગાવી ચાલતો થઈ જાય છે. તે યુવાન ને પંકજ બૂમ પાડી બોલાવતો રહે. એ યુવાન કોણ છે તું...?
આમ ક્યાં ભાગી જાય છે...? ઘણી બૂમો પાડવા છતાં તે યુવાન પાછું વળીને ઉભો પણ રહેતો નથી. જાણે તેનું કામ પૂરું કરી ક્યાંક જવાની ઉતાવળ કરતો હોય તેમ તે ચાલ્યો જાય છે. આ જોઈને ભૂમિ તેને રોકે છે. અને કહે છે.
"જવા દે પંકજ"..પ્લીઝ...

ગાલ પર આંગળી ના નિશાન પડેલ જોઈને પંકજ ભૂમિ ને પૂછે છે. તને વાગ્યું તો નથી ને.
કોણ હતો એ યુવાન..?
તને થપ્પડ કેમ મારી ને જતો રહ્યો...!
તું એ યુવાન ને ઓળખે છે..?

તું અત્યારે ચાલ આપણે ઘરે જવાનું મોડું થાય છે. પંકજ ના સવાલ ને નજરઅંદાજ કરી ભૂમિ એ સ્કુટી સ્ટાર્ટ કરી.

પહેલા પૂરી મને વાત કર... પછી આપણે નિરાંતે ઘરે જઈશું. જાણવાની જિજ્ઞાસા થી પંકજ પૂછે છે ત્યાં ભૂમિ ના ફોન માં તેના પપ્પા કિશોરભાઈ નો ફોન આવે છે.

ફોન માં કિશોરભાઈ ઘરે મહેમાન આવ્યા છે તે માટે ઘરે આવતી વેળાએ ભૂમિ તુ દૂધ લેતી આવજે એવું કહ્યું.

બહુ સવાલ કરીશ અહી. જો પપ્પા નો ફોન હતો દૂધ ઘરે ઝડપથી પહોચાડવાનું છે. ચાલ સ્કુટી પાછળ બેસી જા. ફરી સ્કુટી સ્ટાર્ટ કરીને ભૂમિ બોલી.

પંકજ કઈ બોલ્યો નહિ, સવાલો ને જાણે સેવ કરી લીધા હોય તેમ ચૂપ રહીને સ્કુટી પાછળ બેસી ગયો. પણ મનમાં તે વિચારોમાં ખોવાયેલો રહ્યો. કોણ હશે એ યુવાન...! ક્યાંક ભૂમિ તે યુવાન ના પ્રેમમાં તો નહિ હોય ને..! જો પ્રેમ માં હોય તો મને કેમ કહ્યું હું તને પ્રેમ કરું છું. પંકજ ને કઈ જ સમજ પડી રહી ન હતી. ઘર આવ્યું ત્યાં સુધી તે વિચારોમાં ખોવાયેલો રહ્યો.

ઘરે પહોંચ્યા એટલે બંને એ મહેમાન ને સોફા પર બેઠેલા જોયા. જોઈને જય શ્રી કૃષ્ણ કહ્યું. ભૂમિ રસોડાના કામમાં લાગી ગઈ તો પંકજ મહેમાન સાથે થોડી વાર બેસ્યો અને પછી તેના રૂમમાં જતો રહ્યો.

પંકજ ના મનમાં હજારો સવાલો ઉત્પન્ન થઈ ચૂક્યા હતા. એ સવાલો ના જવાબો બસ ભૂમિ જ આપી શકે તેમ હતી. જેને આપણે પ્રેમ કરવા લાગ્યા હોય તેની બધી મુશ્કેલી ઓ આપણી મુશ્કેલી લાગવા લાગી હતી પંકજ ને.

રાત થઈ તો પણ પંકજ ને ભૂમિ ને એકલા મળવાનો મોકો મળ્યો નહિ. મહેમાન જવાની પંકજ રાહ જોઈ રહ્યો હતો. જમીને મહેમાન નીકળી ગયા. મહેમાન ગયા પછી પંકજ આંખ ના ઇશારા થી તેને એક વાત કહેવી છે એવો ઇશારો કર્યો પણ ભૂમિ એ ઇશારા ને નજરઅંદાજ કર્યો. જાણે તે એકલી રહેવા માંગતી હોય તેવું લાગ્યું. હવે પંકજ પાસે એક જ રસ્તો રહ્યો હતો. કે બધા સૂઈ જાય પછી ભૂમિ ના રુમમાં જઈને તેની સાથે વાતો કરું. એટલે ઘરના સભ્યો બે સૂઈ જવાની જવાની પંકજ રાહ જોવા લાગ્યો. તે તેના રૂમ માંથી નીચે નજર કરતો કર્યો કે બધા ક્યારેય સૂઈ જાય છે. આખરે મોડી રાત થઈ એટલે બધા સૂઈ ગયા.

પંકજ ને વિચાર આવ્યો કે અત્યારે ભૂમિ ને મળવા કરતા સવારે મળી લઈશ એટલે તે સૂવાની ટ્રાય કરવા લાગ્યો પણ મનમાં રહેલા સવાલો તેને ઊંઘ આવવા દેતા ન હતા. પછી વિચાર બનાવ્યો કે ભૂમિ ના રૂમમાં જઈને તેને સવાલો પુછી જોવ. પણ વિચાર આવ્યો કોઈ જાગી જશે તો...??

પણ કોઈ જાગી જશે તે ડર કરતા તે સવાલો પંકજ ને માથું પકવી રહ્યા હતા. આખરે તેં ભૂમિ ના રૂમ પાસે પહોંચ્યો ને દરવાજો ખખડાવવા લાગ્યો. ઘણા સમય સુધી ધીરે ધીરે દરવાજો ખખડાવતો રહ્યો પણ ભૂમિ દરવાજો ખોલી રહી ન હતી.

શું ભૂમિ દરવાજો ખોલશે કે નહિ. શું ભૂમિ તે યુવાન વિશે રાત્રે કહેશે. ? જોઈશું આગળ ના અંકમાં....

વધુ આવતા ભાગમાં....

ક્રમશ ...