આપણે આગળ જોયું કે ભૂમિએ પોતાના જીવનની આખી ઘટના પંકજ ને કહે છે. ભૂમિ સાથે વાત કરતી વખતે પંકજ તેને ઘણા સવાલો કરે છે. અને ભૂમિ તેને યોગ્ય જવાબ પણ આપે છે. પણ તે મિલન સામે કોઈ પણ પગલાં લેવા તૈયાર થતી નથી. એટલે પંકજ જ ભૂમિને ન્યાય અપાવવા કંઇપણ કરવા તૈયાર થાય છે.
પંકજ હિમ્મત કરીને મિલનની ઘરે પહોંચે છે. પણ આલીશાન બંગલો, નોકર ચાકરો ની ભરમાળ જોઈને દંગ રહી જાય છે. બંગલાની અંદર પ્રવેશ કરતા પહેલા પંકજ ચાર પાંચ અધિકારીઓ ને બહાર આવતા જોઈ જાય છે. અને તેમાંથી એક પોલીસ અધિકારી પણ હતા. આ બધાને જોઈને પંકજના પગ ભારે થઈ પડ્યા પણ હિમ્મત કરી તે આગળ વધ્યો.
નોકર અને પહેરેદાર પાસેથી રજા લઈને પંકજ બંગલામાં દાખલ થયો. અંદર પ્રવેશતા એક મોટો હોલ આવ્યો જ્યાં મિલન અને તેનો કોઈ સાથીદાર સોફા પર બેસીને ડ્રીંક કરી રહ્યા હતાં ને કોઈ વાત પર ચર્ચા કરી રહ્યા હતા.
પાસે આવીને પંકજ બોલ્યો.
સાંભળ.. મિલન ... હું ભૂમિનો ખાસ ફ્રેન્ડ છું. આજથી તે ભૂમિને કંઇપણ કર્યું છે તો પરિણામ સારું નહિ આવે.
ગુસ્સામાં ઉભો થઈને મિલને પંકાજને પકડીને ધક્કો માર્યો અને કહ્યું.
તારાથી થાય તે કરી લે જા....
અને સાંભળ આજ પછી મારી સામે નજર આવ્યો તો દુનિયા માંથી ગાયબ કરી દઈશ.
આટલો રુવાબ જોઈને પંકજ તો ધ્રુજવા લાગ્યા. ને ત્યાંથી નીકળી જવું જ યોગ્ય લાગ્યું.
નિરાશ થતો પંકજ ઘરે આવ્યો. પંકજનો ફિક્કો ચહેરો જોઈને ભૂમિ સમજી ગઈ.
તને કહ્યું હતું ને પંકજ આપણી થી કંઈ થઈ શકશે નહિ. મિલન બહુ મોટો માણસ છે. અને તું કોઈ મોટી મુસીબત તો લઈને નથી આવ્યો ને પંકજ..?
ના... બસ ચેતવણી આપી હતી પણ તેનો રૂઆબ જોઈને હું ડરી ગયો ને ઘરે આવી ગયો. હવે શું કરીશું આપણે.? ક્યાંક ફરી મિલન મારી ઉપર હુમલો કરશે તો.!
પાસે બેસીને બંને એ ઘણી વાતો કરી. આ મુશ્કેલ સમય માંથી રસ્તો કાઢવા માટે બંને એ ઘણા વિચાર વિમર્શ કર્યા પણ કોઈ રસ્તો મળતો ન હતો. ભૂમિ ઘર છોડીને જઈ શકે તેમ ન હતી. જો ઘરે થી નીકળે તો ક્યાં જાય. અને ત્યાં કરે છું..! તો પંકજ પણ અભ્યાસ અને નોકરીનું સપનુ લઈને આ શહેર આવ્યો હતો. તે પણ આ શહેર મૂકીને કંઈ જઈ શકે તેમ હતો નહિ.
ભૂમિ અને પંકજ વાતો કરી રહ્યા હતા ત્યારે ભૂમિનો ફોન હોલમાં ચાર્જ કરવા મૂક્યો હતો. ભૂમિના ફોનના રીંગ વાગી. ધીમી રિંગટોન હોવાથી ભૂમિ સુધી રિંગટોનનો અવાજ સંભળાયો નહિ. હોલમાં બેઠેલા કિશોરભાઈએ ફોન માં જોયું તો રોહિણીનો ફોન હતો. બે ત્રણ અવાજ કર્યા પણ ભૂમિ સાંભળી નહિ એટલે તેમણે ફોન ઉઠાવ્યો. ત્યાં સામેથી રોહિણી બોલી. કહેતા પહેલા રોહિણી ને ખબર ન હતી કે ફોન પર ભૂમિના પપ્પા છે તેણે તો કહી નાખ્યું.
ભૂમિ... સમાચાર મળ્યા છે કે મિલન ફરી તારી પર અત્યાચાર કરવા વિચારી રહ્યો છે. આટલું સાંભળતા જ કિશોરભાઈ સ્તબ્ધ થઈ ગયા. તેના હાથમાંથી ફોન નીચે પડી ગયો. તેને ખ્યાલ પણ હતો નહિ કે મારી દીકરી પર રેપ થયો છે.
ફોન પડવાના અવાજથી ભૂમિ રૂમમાંથી બહાર આવી. જોયું તો તેના પપ્પા નીચે બેસીને રડી રહ્યા હતા અને તેની બાજુમાં તૂટેલો ફોન પડ્યો હતો.
દોડીને ભૂમિ તેમની પાસે પહોંચી.
શું થયું પપ્પા...?
કેમ રડો છો...?
રડતી આંખે કિશોરભાઈ બોલ્યા.
દીકરી તારી ઉપર આટલું બધું થઈ ગયું તોય તે અમારા સુધી જાણ પણ થવા ન દીધી. હું તારો પિતા છું. દુનિયા સામે લડવાની તાકાત રાખું છું.
પહેલા મને એ કહે આ મિલન કોણ છે..?
ભૂમિ જવાબ આપે તે પહેલાં પંકજ તેમની પાસે આવે છે અને કિશોરભાઈ ને ઊભા કરી સોફા પર બેસાડી ને કહે છે.
અંકલ આપ ચિંતા કરો નહિ અમે સાંભળી લઈશું.
બેટા પંકજ મને ખબર છે તમે બંને ખૂબ હોશિયાર છો અને યોગ્ય નિર્ણય પણ લઈ શકો છો. પણ મને આખી ઘટના કહેશો તો હું કઈક રસ્તો કાઢીશ.
ભૂમિ ને પોતાના રૂમમાં મોકલી ને પંકજે આખી ઘટના કિશોરભાઇ ને કહી. કિશોરભાઈ આખી ઘટના સાંભળી ને આકુળ વ્યાકુળ થઈ ગયા. જમીન પર ઢળી પડ્યા.
હવે આ પરિવાર આ મુસીબત માંથી કેમ બહાર આવશે તે જોઈશું આગળના ભાગમાં..
ક્રમશ..