આપણે આગળ જોયુ કે પંકજ ભૂમિ ને કોલેજ જતી વખતે સમજાવે છે કે તું ડ્રીંક કરવાનું છોડી દે પણ ભૂમિ ત્યારે બહુ ગુસ્સે થાય છે. ભૂમિ ને લાગ્યું કે પંકજ ઘરે કહી દેશે એ ડરથી પંકજ ને સમજાવવાની કોશિશ કરે છે. હવે જોઈએ આગળ પંકજ શું કરે છે.
પંકજ તે રાત્રે ખુબ વિચાર આવ્યો. કે ભૂમિ ડ્રીંક કરવાનું બંધ કરવા માટે કોઈ ઉપાઈ કરવો રહ્યો. તે બુક વાંચતો વાંચતો વિચારી રહ્યો હતો કે હું શું કરું જેનાથી ભૂમિ ડ્રીંક કરવાનું છોડી દે. ત્યાં તેને એક વિચાર આવ્યો. બુક તેની જગ્યાએ મૂકી ને તે નીચે આવ્યો.
પંકજ નીચે આવી ને કોઈ ને ખબર ન પડે તેમ ગેટ ને લોક કરી દીધો અને ચાવી તેની પાસે રાખીને તેના રૂમમાં જઈને સૂઈ જાય છે. એ વિચારથી કે હવે ભૂમિ કેવી રીતે સ્કુટી લઈને જશે...!!
ભૂમિ તેના સમય પ્રમાણે જાગી ને ગેટ પાસે આવે છે. ધીરે થી ગેટ ને ખોલવાનો પ્રયાસ કરે છે પણ ગેટ ખૂલતો નથી. ઘણા પ્રયાસો કરે છે પણ ગેટ ખૂલતો નથી, ત્યાં તેની નજર લોક પર જાય છે. ગેટ લોક કરેલ હોય છે. પહેલા તો વિચારે છે અત્યાર સુધીમાં કોઈ ગેટ ને લોક કર્યો નથી તો ગેટ ને કોણે લોક કર્યો હશે.!!!?
તે આમ તેમ ચાવી શોધે છે પણ તેને મળતી નથી. લોક તોડવાનો પ્રયત્ન કરે છે પણ લોક તૂટતો નથી. ત્યારે તેની નજર કુંડા પાસે પડેલ સરિયા પર પડે છે પણ અવાજ થવા ના ડરથી તે સરિયો હાથમાં લઈને મૂકે છે અને નિરાશ થઈ તેના રૂમમાં જઈને સૂઈ ગઈ.
પંકજ આ બધું છૂપી રીતે જોઈ રહ્યો હતો. જેવી ભૂમિ તેના રૂમમાં ગઈ એટલે પંકજ ને ખુશી થઈ..આજે હવે ભૂમિ બહાર નહિ જ શકે એ વિચાર થી પંકજ નિરાંતે સૂઈ ગયો. વહેલો ઊઠીને કોઈને ખબર પડે તે પહેલા ગેટ નો લોક ખોલી આવે છે.
ભૂમિ ને શક હતો પંકજ પર. પંકજ સિવાઈ કોઈ ગેટ ને લોક કરી શકે નહિ. પપ્પાએ ક્યારેય ગેટ ને લોક કર્યો નથી. એટલે આ કામ પંકજ નું જ છે એમ ભૂમિએ માની લીધું.
સવારે પંકજ ને લોક વીશે ભૂમિ એ પૂછયું.
પંકજ તે રાત્રે ગેટ ને લોક કર્યો હતો.?
પંકજ સહજ રીતે જવાબ આપે છે. મે ગેટ ને લોક નથી કર્યો. અને સાચે મને ખબર નથી કે ગેટ ને લોક કરવામાં આવે છે કે નહિ. આજે કોઈ સારું કામ કરવા માટે પંકજ ખોટું બોલ્યો. જિંદગીના પંકજ ક્યારેય ખોટું બોલ્યો નથી.
પંકજે સ્વીકાર્યું નહિ કે મે જ ગેટને લોક કર્યો છે એટલે ભૂમિ પંકજ સાથે મીઠો ઝઘડો કરે છે. ફરી પંકજ તેને આ લત છોડવાની સલાહ આપે છે. પણ ભૂમિ માનતી નથી હું જે કરું તે મારે મારી લાઈફ છે. તારે મારી લાઇફ માં દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. આટલું કહી મો બગાડતી ભૂમિ જતી રહે છે.
બીજી રાતે પંકજ ગેટ ને લોક કરી બુક વાંચવા લાગે છે. તેને એમ હોય છે ભૂમિ ગેટ ને લોક કરેલ જોઈને ફરી સૂઈ જશે. પણ ત્યાં ગેટ ના ખખડવા નો અવાજ સંભળાયો, નીચે જવાના બદલે પંકજે બારી માંથી નીચે નજર કરી તો ભૂમિ ગેટ ને પાર કરવા ઉપર ચઢી રહી હતી. થોડી વાર પંકજ જોઈ રહ્યો કે ભૂમિ ગેટ ને ચઢી ચકે છે કે નહિ. પણ થોડા પ્રયાસો થી ભૂમિ ગેટ ઉપર ચડી તો ગઈ પણ તે ગેટના સરિયા માં ફસાઈ ગઈ હોય તેવું પંકજ ને લાગ્યું. આ જોઈને પંકજ નીચે ગેટ પાસે ગયો તો, ભૂમિ ગેટ ઉપર લટકી રહી હતી તે આમ તેમ ઉતારવાની કોશિશ કરી રહી હતી પણ તે ઉતરી શકતી ન હતી.
પંકજ ને ખબર પડતી ન હતી કે ભૂમિ ને નીચે
ઉતારું કે તેના હાલ પર જ છોડી દવ જેથી તે ફરી વાર ગેટ ચડવાનો પ્રયાસ ન કરે. ભૂમિ તો એવી ફસાઈ ગઈ હતો કે તેને આમતેમ હલી ચલી શકતી ન હતી. અને ગેટના સરિયાં તેને વાગી રહ્યા હતા. જો અવાજ કરે તો ઘરના સભ્યો જાગી જાય. એટલે ચૂપ રહીને એમ જ પડી રહી.
શું પંકજ તેને ગેટ ઉપર થી નીચે ઉતાર છે કે બસ એમ જ તેને તેના હાલ પર રહેવા દેશે. ? જોશું આગળ ના અંકમાં...
વધું આવતા ભાગમાં....
ક્રમશ...