prem no pagarav - 9 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પગરવ - ભાગ ૯


આપણે આગળ જોયુ કે ભૂમિ બહાર જતી વખતે ગેટ ને કૂદવાની ટ્રાય કરે છે અને તે ગેટ ઉપરના સરિયા માં ફસાઈ જાય છે. આ જોઈને પંકજ તેને નીચે ઉતારે છે. બંને વચ્ચે એક કિસ અજાણ્યા લીપ કિસ થઈ જાય છે. પંકજ ઘણું સમજાવે છે ભૂમિ ને કે તું ડ્રીંક કરવાનું છોડી દે. મનમાં ભૂમિ વિચાર બનાવી કે છે ડ્રીંક છોડવાનું અને પંકજ તરફ તેનું આક્રષણ થાય છે હવે આગળ..

ભૂમિ હવે પંકજ ની સાથે રહીને બદલાઈ ગઇ હતી. તેણે હવે ડ્રીંક કરવાનું છોડી દીધું હતુ. તે હવે પહેલા કરતા ઘરમાં અને અભ્યાસ માં બધું ધ્યાન આપવા લાગી છે. બંને વચ્ચે સારી એવી દોસ્તી સાથે પ્રેમ ના ફૂલો પણ ખીલવા લાગ્યા હતા.

એક દિવસ બંને કૉલેજ જઈ રહ્યા હતા. કૉલેજ પાસે ભૂમિ એ સ્કુટી પાર્ક કરી, બંને વાતો કરી રહ્યા હતા, પહેલા તો હંમેશા ભૂમિ પંકજ ને કોલેજ છોડી ને નીકળી જતી પણ પંકજ સાથે વધુ સમય વિતાવવો તેને ગમવા લાગ્યો હતો એટલે તે આજે પંકજ સાથે ઘણી વાતો કરવા ત્યાં ઉભી હતી ત્યાં બે યુવાનો ભૂમિ પાસે આવીને તેની પાસે ઊભા રહી ગયા, તે બંને યુવાનો રોમિયા જેવા લાગી રહ્યા હતા. લાલ પીળા પોષક પહેર્યો હતો અને મોટી મોટી દાઢી વઘારેલી હતી. એક યુવાન ફોન ને આમ તેમ ઘુમાવી રહ્યો હતો તો બીજો યુવાન તેના હાથ વડે મૂછ અને દાઢી ને મરડી રહ્યો હતો. એવું લાગે કે તે આ વિસ્તારના બાદશાહ હોય.

થોડી વાર તો કઈ બોલ્યા નહિ અને ઊભા રહી ભૂમિ ને નિહાળતા રહ્યા, પણ પછી તેઓ જાણે તેની ઓકાત પર આવી ગયા હોય તેમ ભૂમિ ની છેડતી કરવા લાગ્યા. ભૂમિ આ યુવાનો ને જોઈને દૂર ભાગવા લાગી. પણ પંકજ ચૂપ બેસ્યો નહિ તે તેની નજીક જઈને તેને સમજાવવા લાગ્યો. "ભાઈ આ યોગ્ય નથી.?' તમે ખોટું કરી રહ્યા છો. પણ તેઓ પંકજ ની કોઈ વાત માનતા નથી. અને ભૂમિ નો હાથ પકડવાની કોશિશ કરતા રહે છે. પંકજ ઘણી વાર તે બંને યુવાનો ને સમજાવે છે. પણ તેઓ પોતાની હરકત બંધ કરતા નથી.

આખરે તેનું છેડતી કરવાનું બંધ ન થતા પંકજ તેની સાથે ઝગડો કરે છે. તે પણ પંકજ સાથે ઝગડો કરવા લાગ્યા. પંકજ ને હવે સહન ન થતાં તે બંને ને બે ચાર થપ્પડ લગાવી દે છે. તે પણ પંકજ પર હુમલો કરે છે. પણ પંકજ સામે તે બંને યુવાનો ટકી શકતા નથી. કેમકે તે યુવાનો શહેર ના અને પંકજ રહ્યો ગામડાનો એટલે તાકાત તો ખરી. આખરે તે બંને યુવાનો ત્યાંથી ભાગી જાય છે. પણ આ ઝગડામાં પંકજ ને થોડુ હાથ પર વાગી જાય છે.

આ જોઈ ભૂમિ તેને વાગ્યું હતું ત્યાં પોતાની ચૂંદડી બાંધી આપે છે. ને પ્રેમ થી પંકજ સામે જોઈ રહે છે અને પછી પંકજ ને ગળે વળગી જાય છે.
પંકજ ના ગાલ પર કિસ કરતી ભૂમિ બોલે છે.
"તું મારા માટે કેટલું કરે છે. તું મારી લાઇફ સુધારનાર ને લાઇફ બનાવનાર છે."
હું તેને પ્રેમ કરવા લાગી છું. પંકજ...

પંકજ હજુ કઈ બોલવા જાય તે પહેલાં ભૂમિ ને તેના આલિંગન માંથી કોઈ યુવાન બળજબરી પૂર્વક છોડાવી ને ભૂમિ ને બે થપ્પડ લગાવી દે છે.

અચાનક આ ઘટના બની ગઈ કે પંકજ કઈ સમજી શક્યો નહિ. તેણે તે યુવાન પર નજર કરી તો તે યુવાન પેલા બે યુવાન જેવો જ દેખાઈ રહ્યો પણ ફર્ક એટલો હતો કે આ યુવાન દેખાવ માં પૈસાદાર હોય તેવું લાગી રહ્યું હતું. તેના મોંઘા દાઢ કપડાં, ગળામાં સોનાનો સેન, હાથની આંગળીમાં ઘણી સોનાની વીંટીઓ પહેરી જોઈને. એકબાજુ હીરો લાગી રહ્યો હતો તો બીજી બાજુ વિલન.

તે યુવાન ત્રાસી નજર થી પંકજ સામે જોઈ રહ્યો. તે યુવાન ની નજર એવી ભયાનક હતી જાણે એવું લાગે કે પંકજ ને પણ બે થપ્પડ લગાવી દેશે. પણ તેણે એવું કંઈ કર્યું નહિ બસ ત્યાં થી નીકળી ગયો અને જતા જતા એટલું કહેતો જાય છે.
"મારી નહિ તો કોઈની નહિ."
" તું બસ મારી છે."

કોણ હતો એ યુવાન જેણે આવું કહી ભૂમિ ને થપ્પડ લગાવી ચાલતો થયો. જોઈશું આગળ ના અંકમાં...

વધુ આવતા ભાગમાં..

ક્રમશ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED