લવ બાઇટ્સ - પ્રકરણ-71 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-71

લવ બાઇટ્સ
પ્રકરણ-71
સ્તુતિ પ્રેમ અને સંવેદનાન સાચો પાઠ ભણાવી સ્તવનને દીર્ધચુંબન કરીને જતી રહી. સ્તવન એજ નશામાં હતો. સંવેદનાથી એની આંખમાં આંસુ ઉભરાયાં હતાં ત્યાંજ આશાની આંખો ખૂલી એણે સ્તવનને કહ્યું હજી તમે સૂતા નથી ? શું કરો છો ? એમ કહીને સ્તવનને પોતાની તરફ ખેંચી લીધો અને જોયું સ્તવનની આંખમાં આંસુ તગતગતાં હતાં. એણે આંખો પર ચૂમી ભરીને ક્યું સ્તવન આજે તો આપણું મિલન થયું છે અને મિલન પછી આંસુ કેમ ?
સ્તવને કહ્યું અરે આ કોઇ પીડાનાં કે દુઃખનાં આંસુ નથી માત્ર પ્રેમનાં છે જે હું તને ખૂબ કરુ છું અને બોલ્યો. અઘોરીજીએ તને શું કહેલું ? તને યાદ છે ને ?
આશાએ કહ્યું અરે મારાં સ્તવન આખી રાત પ્રેમ કર્યો તમારાં પ્રેમનાં રીતસર હું તણાઇ ગઇ અને પ્રેમ આપ્યો અને હું ખૂબ પામી અત્યારે અઘોરીજીએ શું કહેલું એ યાદ કરવાનો સમય છે ?
આવી જાવ મારી બાહોમાં હું તમારામાં સમાઇ જઊં મારાં સ્તવન એમ કહીને સ્તવનને વળગી ગઇ સ્તવનનાં ચહેરો આશાનાં ચહેરાને અડીને હતો પણ એનાં વિચારોમાં સ્તુતિનાં શબ્દો હજી જાણે પડધાની જેમ ફરી ફરી બધાં યાદ આવી રહેલાં...
આશાએ સ્તવનને કેડથી પકડી પોતાની તરફ ખેંચીને કહ્યું આ પ્રેમમાં ફક્ત મારો હક છે હજી સવાર હમણાં પડી છે ઘરે છીએ નહીં કોઇ કામ નથી બસ મન ભરીને પ્રેમ જ કર્યા કરીએ એવુ મન છે એમ કહીને સ્તવનને ગળામાં છાતીએ બધે ચુંબન કરવા લાગી. સ્તવનનું પણ આશાની હરક્તોથી મન એનાં તરફ વળ્યુ એનાં ચુંબનોથી એને ઉત્તેજીતા થઇ એ પણ બહુ ભૂલી આશાને ચૂમવા માંડ્યો આશાએ એટલી જોરથી એને વળગીને સમર્પિત થઇ કે સ્તવન પ્રેમ કરવા વિવશ થયો એણે આશાને સહેલાવા માંડી અને પોતે પણ ખૂબ ઉત્તેજીત થઇ ચૂકેલો એણે આશાને તનથી તનમાં પરોવીને પ્રેમ કરવા માંડ્યો પરાકાષ્ઠા સુધી બંન્ને જણાં એકબીજાને વળગી ખૂબ પ્રેમ કરવા માંડ્યો અને અંતે આશાએ સંતોષનું હાસ્ય કરીને કહ્યુ એય લવ યુ મારાં સ્તવન આજે તો તમે બે બે વાર ટાર્ગેટ પૂરો કર્યો. તમે બહુ લુચ્ચા છો. સ્તવને હસતાં હસતાં કહ્યુ વાહ તું તો બહુ જબરી તું મને સળી કરી ઉત્તેજના કરાવે પછી કહે તજો બે વાર... એમ બોલતાં બોલતાં આશાનાં હોઠને ચૂમી લીધાં.
સ્તવને કહ્યું હવે તો ઘણું અજવાળું થઇ ગયું છે આજનો છેલ્લો દિવસ રજાનો કાલથી તો જોબ પર જવું પડશે. આજે બરાબર માણી લઇએ જોકે પછી તો આપણે સાથે જ છીએ ને. પણ મારી આશુ સાચું કહ્યું મને ખૂબ ભૂખ લાગી છે તું ચા નાસ્તાની તૈયારી કરવા અને જો મયુર મિહીકા ઉઠ્યા હોય તો બધાં સાથે ચા નાસ્ત કરીએ ત્યાં સુધી હું ન્હાઇ લઊં. આશાનો જવાબ સાંભળ્યાં વિના જ ઉભો થઇને બાથરૂમમાં દોડી ગયો.
આશાએ હસતાં હસતાં કહ્યું વાહ આવી દોડ તો વ્હેલીવાર જોઇ અને એણે ઇન્ટરકોમથી મીહીકાનો સંપર્ક કર્યો. ત્યાં મીહીકાએ કહ્યુ ઘરનાં વડીલો તો બધાં સવારથી દર્શને ગયાં છે. મને માં કહીને ગઇ છે ચા નાસ્તો મંગાવી લઇએ આપણે મેં ન્હાઇ લીધુ છે મયુર ન્હાવા ગયા છે. મોટાભાઇ ઉઠ્યા છે ?
આશાએ કહ્યુ અરે વાહ કહેવું પડે હાં એ પણ ન્હાવા ગયાં છે. તમે લોકો અમારાં જ રૂમમાં પરવારી ને આવો ત્યાં સુધી હું પણ તૈયાર થઇ જઊં. એમ કહી ફોન મૂક્યો અને બાથરૂમનો દરવાજો ખખડાવ્યો. સ્તવને કહ્યું ખૂલ્લો જ છે આવીજા ન્હાવા.
આશા હસતી અંદર ગઇ એણે પણ બધાં વસ્ત્રો કાઢી નાંખ્યા અને સ્તવન સાથે ન્હાવા માંડી સ્તવને મસ્તી કરતાં કહ્યું લાવ હું નવરાવું બહુ જ મેલ ચઢી ગયો છે ઘસી ઘસી ચોળી ચોળીને નવરાવું એમ કહીને આશાનાં માંસલ દેહને મસળવા માંડ્યો અને ન્હાતો ન્હાતાં તને પરોવી મસ્તી કરવા માંડ્યો. આશે કહ્યું બસ કરો હવે હમણાં મીહીકાબેન અને મયુર આવી જશે. બહુ લુચ્ચા છો.
સ્તવને વ્હાલ કરીને ચૂમી લીધી ફુવારા નીચે શરીર પાણીથી ધોઇ ટુવાલ લઇને એ બહાર નીકળી ગયો. આશા પણ પાછળને પાછળ નીકળી.
બંન્ને જણાં તૈયાર થઇ ગયાં ત્યાંજ રૂમનો બેલ વાગ્યો અને મયુર મીહીકા આવી ગયાં. મીહીકાને તરોતજા અને ખૂબ આનંદમાં જોઇને આશા બોલી વાહ ખૂબ ફ્રેશ ફ્રેશ લાગો છો. લાગે છે રાત્રે ઉંધ્યા નથી એમ કહીને ખડખડાટ હસી પડી...
મીહીકા શરમાઇ ગઇ કંઇ બોલી નહીં અને સ્તવનની સામે જોઇ આશાને આંખો કાઢીને સંકેતમાં કહ્યુ શું ભાઇ સામે આવું બોલો છો ?
ત્યાંજ વેઇટર મીહીકાએ આપેલા ઓર્ડર પ્રમાણે આલુ પરાઠા દહીં. એક ઢોસો, ઇડલી સંભાર બધુ લઇ આવ્યો. સ્તવને કહ્યુ મારાં માટે એક આશાએ વચમાં બોલતાં કહ્યું ટોસ્ટ બ્રેડ-કોફી-ચા અને ડબલ આમલેટ પણ લાવો એમને એજ ખાવું હશે. મયુરે કહ્યું હું પણ ડબલ આમલેટ ખાઇશ. મારી પણ લાવજો અને વેઇટર બીજે ઓર્ડર લઇને જતો રહ્યો.
સ્તવને કહ્યું તમે તમારો ભાવતો નાસ્તો મંગાવી લીધો અમારો કીધો નહીં કંઇ નહીં ત્યાં સુધી ચા પીએ પછી કોફી પણ આવશે.
આમ એ લોકો વાતો કરતાં કરતાં આનંદ કરી રહેલાં. થોડીવારમાં ફરી કરેલાં ઓર્ડર પ્રમાણે આમલેટ-બ્રેડટોસ્ટ-બટર-કોફી બધુ આવી ગયું અને બધાએ એને ન્યાય આપવા માંડ્યો પણ સ્તવને કહ્યું કાલથી તો ઓફીસ ચાલુ આપણી
મયુરે કહ્યુ યાર આપણી રજાઓ આમ પુરી થઇ જાય ના ચાલે આપણે 1-2 દિવસ કામ જોઇ લઇએ પછી વીક એન્ડમાં સાથે ક્યાંક ફરવા જઇએ શું કહો છો સ્તવને કહ્યુ મારે તો ઓફીસ જવું જ પડશે પણ પછી વીક એન્ડમાં શનિ-રવિ રજા જ છે આપણે જઇએ તો કંઇ બાજુ જવું છે ?
મયુરે કહ્યુ યાર ઘણો સમય થયો કુંભલગઢ નથી ગયાં ત્યાં જઇએ બાય રોડ જઇશું મજા આવશે ત્યાં પાર્ટી કરીશું ફરીશું મજા કરીને પાછા આવીશું.
સ્તવને કહ્યુ વાહ એક્ષેલન્ટ ડન.. ત્યાંજ જઇએ પહેલાં રાણકપુર પણ આવશે ત્યાં પુરષોત્તમ મહાદેવનાં દર્શન કરીશું આશીર્વાદ લઇશું મસ્ત પ્રોગ્રામ નક્કી થયો છે. હવે વડીલો આવે આટલે વાત કરીએ પણ આ પ્રોગ્રામ ફાઇનલ.
આશા કહે મેં તો કુંભલગઢ જોયુ જ નથી માત્ર વાતો સાંભળી છે કંઇ નહીં સ્તવન સાથે જવા ફરવા મળશે. ઐતિહાસિક જગ્યાઓની વાત જ કંઇ જુદી છે. અને મીહીકા બોલી તો ચાલો અત્યારે ક્યાંક બહાર જઇએ કોઇ મૂવી જોઇએ આપણે આ લોકોને ફોન કરીને જણાવી દઇએ.
આશાએ કહ્યુ હાં હાં ચાલો મસ્ત મૂવી ચાલે છે કબીરસીંગ એ જોવા જઇએ. મંમી સાથે હું વાત કરી લઊં છું અને બધાં મૂવી જવાનો મૂડી બતાવી તે તૈયાર થઇને જવા નીકળી ગયાં.
આશાએ મંમી સાથે વાત કરી લીધી મંમીએ કહ્યું તને જાવ અમે અહીં હોલ પરથી બધો સામાન ઘરે ફેરવી દઇશું. માણસો છે તમ તમારો મૂવી જાવ પછી સીધા ઘરે જ મળીએ છીએ.
ત્યાં સ્તવનનાં ગળામાં રહેલો મણી ફરકવો શરૂ થયો સ્તવનને મહેસૂસ થયું પણ એણે મણીને હાથ લગાડ્યો ત્યાંજ એનાં રૂંવે રૂંવે ધ્રુજારી પ્રસરી ગઇ.. એણે...
વધુ આવતા અંકે - પ્રકરણ -72