લવ બાઇટ્સ - પ્રકરણ-70 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-70

લવ બાઇટ્સ
પ્રકરણ-70
સ્તુતિ સ્તવનને એનાં અકળામણ ભર્યા પ્રશ્નોનો સચોટ જવાબ આપી રહી છે આજે એનાં અંતરમનમાં રહેતી જન્મોથી સંગ્રહી રાખેલી લાગણીઓ સંવેદનાઓને વાચા આપી રહી છે. સ્તુતિએ કહ્યુ સ્તવન "પ્રેમ" એક એવી ઊર્જા છે એવું તત્વ છે કે એને જન્મ કે મૃત્યુ આવતા નથી એ સ્વયં એક પવિત્ર ઊર્જા છે ઇશ્વર સ્વરૂપ છે. પ્રેમને સાવ હલકો અને છીછરો ના બનાવીએ આપણાં જન્મ મરણનાં ફેરાં પણ એને ભૂલી નથી શકતાં કારણ કે બે જીવ સાચો અને પવિત્ર પાત્રતાવાળો પ્રેમ કરે એને ક્ષુલ્લક ઇચ્છાઓ કે વાસના નથી હોતી આપણાં મિલન સમયે આપણાં જીવ એકબીજાથી દૂર ના રહી શક્યાં શરીરનાં માધ્યમથી પણ પ્રેમની અભિવ્યક્તિ થઇ જ ગઇ કારણ કે વરસોથી ઝૂરતા જીવોને માધ્યમ મળી ગયું....
સ્તવન તારાં પ્રશ્નનો હજી જવાબ બાકી છે. તેં મને કહ્યું કે નાનપણથી એટલે કે આ જન્મે જન્મ લીધાં પછી આપણને ગત જન્મનો પ્રેમ અકબંધ હતો આપણે અલગ અલગ જગ્યાએ માનવદેહે જન્મયા હતાં છતાં કોઇ અગમ્ય ઝંખના, આકર્ષણે એક પ્રેમ બંધમય ઝૂરતા પીડાતાં હતાં. એની સંવેદનાઓ હતી મારાં તનમાં અને તારાં જીવનમાં નિશાન હતાં મળવાની ચાહ હતી તને જીવ બળવાનાં ગભરામણમાં દોરા પડતાં અને મને તેં આપેલાં નિશાનમાં અસહય પીડા.. જે હજી જીવે છે.
તો તારો પ્રશ્ન હતો કે આટલો જન્મોનો પ્રેમ હોવા છતાં એકબીજા માટે વિરહની પીડા હોવા છતાં આપણે કેમ પહેલાં મળ્યાં નહીં ? કેમ પીડા સહી પણ મીલન ના થયું ? કેમ આપણાં આ જન્મે લગ્ન શક્ય ના થયા ? તારો પ્રશ્ન સાચો જ છે તારાં જીવનમાં કોઇ બીજી વ્યક્તિ આવી જ કેવી રીતે શકે ? એ સ્થાન અને પ્રેમ મારો છે તું બીજાને કેવી રીતે કરી શકે ?
સ્તવન તારાં મિલન પ્હેલાં અને પછી પણ મને અનેક પ્રશ્નો થયાં હતાં. તારાં મિલન પછી જાણ્યું કે તું બીજી વ્યક્તિ સાથે પરણી રહ્યો છે પ્રેમ કરે છે. મારાં રૂંવે રૂંવે આગ લાગી હતી મને લાખો સર્પ ડંસતા હોય એવી પીડા હતી આંખમાં અને જીવમાં ઇર્ષ્યાનો અગ્નિ ભડકી રહેલો મેં કેવી રીતે સહયું હશે બધું ? હુ તારાથી એક પળ અલગ ના રહી શકું તો તને બીજા કોઇ સાથે જોઇ કેવી રીતે શકું ? પણ.. પણ.. સ્તવન એમાં ગત જન્મમાં મારાં કરેલાં કર્મ મારી જ ભૂલ મને નડી છે મારાંથી કેમ એવું થયું ? એની સજા હું આજે પણ ભોગવી રહી છું. સ્તવન મને માફ કર.. ગત જન્મમાં આશાએ અને મેં કરેલા કર્મનો હિસાબ આ જન્મમાં મને અને એને મળી રહ્યો છે.
સ્તવન હું અઘોરીબાબા પાસે જઇને આજ પૂછી રહી હતી એ મને કાયમ એવો જવાબ આપતાં. તને તારો પ્રેમ મળશે જ. પણ ગત જન્મનું કોઇ ઋણ છે તને કે એ ચૂકવવા માટે સ્તવન... મને એ વખતે ગુસ્સો આવ્યો કે એવું કંઇ થોડું હોય ? જે મારો છે એ મારો જ છે એને કોઇ બીજાનાં ઋણ ચૂકવવાનાં કેવી રીતે હોય ?
સ્તવન મને તારાં એહસાસ થતાં તને પણ મારાં એહસાસ થતાં તને પણ મારાં એહસાસ થતાં એ આપણે અનુભવેલાં છે બાવરાંની જેમ આપણે દોડેલાં છીએ. એકબીજા માટે તડપ્યાં છીએ.
મારી પીડા અને મારો પ્રેમ મેળવવા એને શાંત કરવા મેં અનેક પ્રયત્નો કર્યાં. મેં અગોચર વિશ્વને જાણવાં એનો અભ્યાસ કરવાનો શરૂ કર્યો. મારો આ પળ પળ સળગતો મને ઉત્તેજીત રાખતો પ્રેમ મને કામ આવ્યો. સ્તવનએ વિદ્યાની મેં ઘણી સિધ્ધીઓ મેળવી સ્તવન મેં અગોચર અગમ્ય વિદ્યાને ભણી એ વિશ્વને જોયું સમજ્યું પિતૃઓને અંજલીઓ આપી.... આખી રાતોને રાતો મેં ભક્તિ કરી છે તારી સાથે પ્રેમ કરતાં કરતાં ભક્તિમાં તરબોળ રહી તને પ્રેમલક્ષણા ભક્તિમાં સમર્પિત થઇ તને ખબર છે સ્તવન હું ક્યા કારણે બધી ઇર્ષ્યા અને ઇચ્છા ભૂલીને આશા સાથે તારો સંસાર જીવી લે એવું કહી શકી છું ? ખબર છે તને ? તને કાયમી મેળવી લેવા તારું ઋણ ચૂકવાઇ જાય એની રાહ જોઉં છું.
માનવીનાં જીવનમાં એનાં ભાગ્યમાં લખેલો ભોગવટો એણે ભોગવવો જ પડે છે પછી જ એ મુક્ત થાય છે ભોગવટો એટલે ભોગ નથી સ્તવન ભોગવટો એટલે ઋણાનુંબંધની ચૂકવણી એટલો સમય પસાર કરવો રહ્યો.
સ્તવન અઘોરીજીએ મને પિશાચી પીડામાંથી મુક્ત કરી પછી હું તારામાં વધુ ભળી ગઇ સાવ સમર્પિત થઇ ગઇ. એ પીશાચી પીડા એ પ્રેતનો વળગાડ અને એની વાસના એ પણ મારાં ગત જન્મનાં કર્મનો હિસાબ સ્તવન તું ફક્ત મારો છે મારો જ રહીશ તારાં ઋણ ચૂકવાય ત્યાં સુધી રાહ જોઇશ. આ બધી વાત તું સાંભળી રહ્યો છે કેટલું માની રહ્યો છે એ તને ખબર પણ યોગ્ય સમય આવતાં જ હું તને આપણાં ગત જન્મની વાતો કહીશ એનાં દર્શન કરાવીશ બધી જ સ્મૃતિ તાજી કરાવીશ આપણાં આજસુધીનાં 5 જન્મ થઇ ચૂક્યાં છે સાથ સાથનાં આ છઠ્ઠો છે મારાંમાં એવી શક્તિ છે એવી વિદ્યાં છે અને માં બાબાનાં આશીર્વાદ છે કે હું તને એનાં સાક્ષાત દર્શન એક ચિત્રપટની જેમ કરાવી શકીશ તને પાકો એહસાસ કરાવી શકીશ. તને પણ એક એક પળ પ્રસંગ બધુ જ યાદ આવી જશે.
સ્તવન હું આપણી પ્રેમયાત્રાની એક એક પળ મારી સામે સજાવીશ. ખૂબ પ્રેમ કરીશ તને હું જન્મો જન્મ સુધી પામી જઇશ. જન્મ પછી થતાં મોક્ષમાં પણ આપણાં જીવ સાથે જ હશે.
આ તારાં ગળામાં પહેરાવેલી મોતીની માળા એમાં રહેલો મણી ચમત્કારીક છે. આપણાં ગત જન્મમાં મળેલો આ હાર મેં તંત્ર-મંત્ર-જંત્ર અને પ્રેમનાં પ્રતાપે મેળવ્યો છે એમાં ખૂબ મને... પણ સ્તવન તારાં ગળામાં રહેશે તો હું સતત તારામાં રહી જીવી શકીશ તું ગમે તે પળે મને યાદ કરી શકીશ બોલાવી શકીશ. તને હજી એક ખાસ વાત કહું મારાં સ્તવન......
સ્તુતિ થોડીવાર ચૂપ થઇ ગઇ સ્તવનાં હાથમાં રહેલી માળા એણે એનાં ગળામાં પહેરાવી દીધી અને બોલી સ્તવુ આ માળા કદી ના કાઢીશ હું વિનંતી કરું છું. ભૂલમાં પણ ના કાઢીશ. આ મોતીની માળામાં રહેલો મણી કેવી રીતે મેળવ્યો છે ખબર છે ? આ અસલ રાજવી દૈવી નાગનાં માથે શોભતો ચમત્કારી મણી છે એની પાછળ આખી આપણી જ વાર્તા છે આપણે પ્રેમમાં કેવું કેવું કરેલું છે ? ખબર છે ? યાદ છે ? નાગરાજ પાસેથી આ મણી આપણે કેવી રીતે મેળવ્યો ? આપણે માં મનસાનાં સાક્ષાત દર્શન કરેલા છે એનાં મીઠાં અવાજમાં આશીર્વાદ લીધાં છે આ માળા અને મણી આપણી પ્રેમની નિશાની છે.
આપણે બંન્ને જીવ ખૂબ પાત્રતા ધરાવીએ છીએ ખૂબ સંવદેનશીલ અને લાગણીસભર હૃદય છે આપણાં આપણે સૌપ્રથમવાર મળ્યાં ત્યારે કેવાં હતાં ? હું તને આખે આખો આપણો જન્મોનો હિસાબ ઇતિહાસ જણાવીશ અને જગતમાં જીવતાં જીવોને ખબર પડશે પ્રેમ એટલે શું ? કેવો હોય ? કેવો કરાય ?
પણ એ હિસાબ ઇતિહાસ યોગ્ય દિવસે અને ઘડીએ કહીશ આજે આટલું ઘણુ તારાં પ્રશ્નનો જવાબ અધૂરો છે હું પૂરો આપીશ. આઇ લવ યુ સ્તવન તું શાંતિથી સૂઇ રહે તારે ઉજાગરા છે લગ્નનો થાક છે હું આમ વારે વારે તારી સામે નહીં આવું સિવાય તું પોકારે મને.... લવ યુ મારા સ્તવન એમ કહી સ્તુતિએ સ્તવનનાં હોઠ પર હોઠ મૂક્યાં. સ્તવનની આંખો બંધ થઇ ગઇ અપ્રતિમ અમૃત પાન કરી રહ્યો હોય એમ એ ચુંબન માણી રહ્યો અને એ આંખમાં આંસુ ઉભરાયા....
આંખો ખોલી સ્તુતિ જતી રહી હતી એણે માળાનાં મણીને સ્પર્શ કર્યો અને આશાની આંખ ખૂલી એણે કહ્યુ હજી તમે સૂતા નથી ? શું કરો છો એમ કહી સ્તવનને પોતાની તરફ ખેંચી લીધો અને....
વધુ આવતા અંકે - પ્રકરણ -71