લવ બાઇટ્સ
પ્રકરણ-69
આશા ઘસઘસાટ ઊઘે છે અને સ્તવનની આંખમાં બીલકુલ નીંદર નથી. એને એં બાળપણથી આજ સુધીની બધીજ યાત્રા યાદ આવી ગઇ. એને એક એક પળ એ પીડાની યાદ આવી રહી હતી સાવ કિશોરવસ્થામાં હૃદયનાં ઘબકારા વધી જતાં કોઇ અગમ્યરીતે જીવ બળવો વગેરે યાતનાઓ સહી હતી એ જેમ જેમ મોટો થતો ગયો એમ પીડા ઓછી થવાની જગ્યાએ જાણે વધી રહી હતી. એની જયપુર અને બાલી બંન્ને જગ્યાએ સારવાર થઇ પણ થોડાસમય માટે સારું રહે પાછુ એનું એજ એમાંય એક દિવસ રેલ્વે સ્ટેશન પર એણે એક યુવતીને જોઇ અને એનું હૈયુ ઉછળી ઉઠ્યુ હતું એ યુવતીને મળવાં પ્લેટફોર્મ પર ક્યાંય સુધી દોડતો રહેલો એ સ્તુતિજ હતી.
આજે સ્તુતિને મળ્યાં પછી એની પીડાની શાંતિ થવાને બદલે હવે મુશ્કેલી વધી હતી પીડા શાંત હતી આજે એ આશા સાથે રીતરીવાજ પ્રમાણે બંધાઇ ચૂક્યો હતો અને એવાંજ સમયગાળામાં સ્તુતિ પણ જાણે એનાં જીવનમાં છવાઇ ચૂકી હતી. સ્તવન આશા ઊંઘે છે જોઇને બહાર ઝરુખામાં આવી ગયો એણે એનાં મોબાઇલથી અડધી રાત્રે સ્તુતિને ફોન કર્યો. સામેથી તરતજ ફોન ઊંચકાયો અને સ્તુતિ બોલી કેમ સ્તવન મારા વિના ચેન નથી ?
સ્તવને કહ્યું સ્તુતિ મારાં જીવનમાં સાચેજ ચેન નથી. આશા સાથે પ્રણય અને લગ્નથી બંધાયો છું એને હું અમાપ પ્રેમ કરું છું એને વફાદાર રહેવા માંગુ છું છતાં અનાયાસે તારી યાદ આવે છે તારાં તરફ ખેંચાઊં છું. શા માટે ? શા માટે હું આવું પાપ આચરું છું ? તું કહે છે આપણો જન્મોનો સંબંધ છે તારી પાસે આપણાં પ્રેમનો આપણા જન્મોનાં ઇતિહાસનો હિસાબ છે સ્તુતિ મને સમજાતું નથી કે આપણે જન્મનો હિસાબ હોય સંબંધ હોય તો આ જન્મે પહેલેથી તું મને કેમ ના મળી ?
સ્તુતિ મને યાદ છે તને મળ્યો નહોતો છતાં મને તારી તડપ હતી રેલ્વે સ્ટેશને તને જોઇ પછી હું તારી પાછળ પાગલની જેમ દોડેલો મારી પ્રણયની પીડા વધી ચૂકી હતી જો તુંજ હતી તો કેમ ના મળી ? એજ સમયે તું શા માટે મને મળી નહીં ? તને કેમ મારાં માટે પ્રેમ ખેંચાણ ના થયું શા માટે તું ટ્રેઇનમાં ચઢી ગઇ ? જેમ મને તારું આકર્ષણ થયું તારી પાછળ દોડ્યો એમ તને કેમ ના થયું જ્યારે હાલ મારાં લગ્ન થયાં છે હું મારાં જીવનમાં સ્થિર થઇ રહ્યો છું ત્યારેજ તું મારાં જીવનમાં હવે તોફાન લાવે છે.
સ્તુતિએ કહ્યું સ્તવન તેં તારી અકળામણ કાઢી લીધી ? સ્તવન તેં અત્યારે મને અડધી રાત્રે ક્યા સંબંધે ફોન કર્યો ? શા માટે કર્યો ? કંઇક તો છે ને તને મારાં માટે મેં તો તને વચન આપ્યું છે કે હું તને ડીસ્ટર્બ નહીં કરુ તારાં સુખી લગ્ન જીવનની વચ્ચે નહીં આવું પણ એવુંજ કંઇક થાય છે કે તુંજ મને બોલાવે છે યાદ કરે છે. મારાં વચન પછી હું સામેથી ક્યારે આવી ? તને ખબર છે મારી ? મારી સ્થિતિ બાળપણથી કેવી છે ? તને તારીજ પીડા યાદ છે. તેં કદી મને પૂછ્યું ? કે હું શું ભોગવી રહી છું તારે મને બધો ઇતિહાસ પૂછી એનો હિસાબ કરીને મુક્ત થઇ જવું છે?
સ્તવન તને હું આપણી એક એક ક્ષણ યાદ કરાવીશ એવું નથી કે ફક્ત મને પ્રેમ છે હું એકતરફી તારી પાછળ છું. તું જેમ જેમ બધુ જાણતો જઇશ તને સમજાશે કે આ કુળની સૃષ્ટિમાં જન્મ મરણ અને પ્રેમ -લગ્નનાં સંબંધો કેવા છે ? એક વ્યક્તિ બીજી વ્યક્તિને દીલથી જીવથી પ્રેમ કરે એકમેકમાં પરોવાય પછી એ ક્યાં સુધી સાથે રહે છે. લગ્ન એ સામાજીક રીવાજ છે રીત છે બે વ્યક્તિનો મેળાપ થાય છે એમાં થતી વિધી જેમાં અગ્નિ સહીત પંચતત્વ સાક્ષી હોય છે એમાં એકમેકને વચન બોલ અપાય છે કેટલાં એનાં માટે ગંભીર હોય છે ? અરે કોઇને કંઇ સાંભળવાની પડી નથી એ શ્લોક પાછળનાં અર્થ અને મર્મ જાણવાની જીજ્ઞાસા નથી હોતી મારી દ્રષ્ટિએ આ બધાં સામાજીક નાટક છે એની ગંભીરતા કેટલાને સમજાય છે બે વ્યક્તિ જેમાં એક પુરુષ એક સ્ત્રી પોતાનો જીવનમાં સ્વીકાર કરે છે શરીરથી સમજથી એમને એવી કોઇ પ્રેમની અને પંચતત્વનાં સાક્ષીની પડી નથી. હોતી સામાજીક ધાર્મિક વિધી કરી બે શરીર જોડાય છે એમનાં શાંરિરીક સંબંધ બંધાય છે એકમેકની વાસના અને બીજી જરૂરિયાતો પૂરી કરે છે. એક યંત્રવત જીંદગી જીવે છે એમની વાસનાનાં ફળ સ્વરૂપ બાળકો થાય છે સ્ત્રી પુરુષ એમની જવાબદારીઓ પુરી કરે છે એમાં એક સમજણ સમજૂતિ અને કરાર હોય છે એમાં સાચો હૃદયનો પ્રેમ કેટલાને હોય છે ? પ્રેમતત્વની જાણ છે ? સ્તવન પંચતત્વથી બનેલા દેહમાં પ્રેમતત્વ અમર છે બાકીનાં તત્વોથી બનેલ શરીર ક્ષણભંગૂર છે એનું અસ્તિત્વ રહેતું નથી પણ જે બે જીવ પ્રેમ તત્વથી જોડાયાં હોય છે એને કોઇની સાક્ષીની જરૂર નથી હોતી કારણ કે ખુદ પ્રેમ ઇશ્વરનું રૂપ સ્વરૂપ છે પ્રેમમાં કોઇ સ્વાર્થ કે ગણત્રી નથી હોતી માત્ર સમર્પણ અને વિશ્વાસ હોય છે આપણાં શરીરનું મિલન ભલે થયુ હતું. પણ સૌપ્રથમ આપણાં જીવ મળેલાં. મળેલા જીવ એકમેકને જ્યારે ખૂબ પ્રેમ કરે પછી એનું આયુષ્ય વરસોનું નહીં જન્મોનું હોય છે એને શરીરનું માધ્યમ મળે કે ના મળે એ જીવ પ્રેમજ કરતાં હોય છે એકમેકનાં સાથમાંજ રહેતાં હોય છે.
સ્તવન હાં જ્યારે જન્મ લઇને શરીર ધારણ કરીએ પછી પ્રેમને શરીરનુ માધ્યમ મળે છે અને શરીરથી શરીરનો પ્રેમ એક અનૂભૂતિ છે અનુભવ છે એનું વાસના નામ અપાય છે પણ શરીરને આપણાં તન ને જે સંવેદનાઓ છે એનાં દ્વારા પ્રેમ લાગણી ભાવ આપણે કરીએ છીએ ખૂબ પ્રેમ વ્યક્ત કરીએ છીએ એની ઇચ્છા પણ થાય છે એમાં કંઇ ખોટું નથી જે મારાં મન અંતરની વાતો કરું છું એને શબ્દોમાં કોઇ પરોવીને વ્યક્ત કરી રહ્યું છે એ મારું અહોભાગ્ય છે સ્તવન વિચારવાનું સમજવાનું ઘણુ છે જો આપણે સમજવું વિચારવું હોય તો મારામાં માત્ર વાસનાજ નથી પણ એ હું માનવ તરીકે રજૂ કરું છું એ મારી અંગત અભિવ્યક્તિ છે.
મારાં સ્તવન જ્યારે હું તને જન્મોથી અમાપ પ્રેમ કરતી આવી હોઉં તને ખૂબ પ્રેમ કરતી હોઉં સદાય તને સુખ આનંદમાં જોવાની કામના કરતી હોઊં તો તને કોઇ દુઃખ મુશ્કેલી પડે તારી બદનામી થાય એવું હું કરી શકું ? હું તો તારી જન્મોથી પ્રેયસી-પ્રિયતમાં પત્નિ છું હું તારાં જીવમાં પરોવાયેલી છું. આ તન શરીર નહી રહે ત્યારે પણ હું તને પ્રેમ કરતી હોઇશ તને ઝંખતી હોઇશ કારણ કે મારું તને પ્રેમ કરવાનું કારણ કોઇ ભૌતિક નથી મારે શરીર-તન વાસના -ધન-પ્રસિધ્ધી કોઇ સુખ આનંદની કામના નથી મને તારાં સાથની તારાં પ્રેમની કામના છે હું કે મારો જીવ મારું મન છીછરુ નથી કે આ દુનિયાની ક્ષુલ્લક વાતોમાં મન પરોવું એવું માંગુ કે જેનું આયુષ્યજ ના હોય. ક્ષણભંગુર હોય હું તો તારો સાચો પ્રેમ ઝંખુ છું જે અવિનાશી છે અચળ છે અમર છે મારાં સ્તવન તને કોઇ રીતે દુઃખ મુશ્કેલી ના પહોચે એટલેજ મેં કીધું હતું કે તારાં જીવનમાં વચ્ચે નહીં આવું બસ મારે તો તને સદાકાળ આનંદમાં જોવો છે.
તને ઘણાં પ્રશ્ન થતાં હશે કે જો મારાં વિચાર આવાંજ હોય તો શા માટે તારાં જીવનમાં આવવા આટલા પ્રયત્ન કર્યાં ? સ્તવન મારો પ્રાણ મારો આત્મ સતત તને ઝંખે છે કોઇ સ્વાર્થ વિના માત્ર પ્રેમ માટે અને મારાં ગળાનાં નિશાનની પીડા જરૂર હતી પણ એતો મનેજ ખબર છે કે એ પીડા મારાં માટે આશીર્વાદ છે જ્યાં સુધી તું મળ્યો નહોતો ત્યાં સુધી બાવરીની જેમ ભટકતી હતી પીડાતી હતી જ્યાં તારું અને મારું સુખદ મીલન થઇ ગયું તે તારાંજ આપેલાં નિશાન ને જે દીર્ધ ચુંબન આપ્યુ અને હું શાંત થઇ ગઇ વળી ઇશ્વરે મને ખૂબ મદદ કરી. આ માળા મેં તને પહેરાવી મને એની અસરો ખબર હતી જાણ હતી એ માળા મારી પાસે કેવી રીતે આવી ? સ્તવન આ જીવન મરણનાં ચક્કરમાં પ્રેમજ એક એવી શક્તિ છે કે બે આત્માને જોડી રાખે છે. હું એનુ રહસ્ય.....
વધુ આવતા અંકે - પ્રકરણ -70