રક્ત ચરિત્ર - 31 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 31

૩૧

મોહનલાલએ તેની ઓળખાણથી રગનાથ મર્ડર કેસમાંથી નાનજી, રામપાલ અને સવાઇલાલને બહાર કાઢ્યા હતા અને દેવજીને પણ મજબૂરીમાં જેલથી નિર્દોષ છોડાવવો પડ્યો હતો.
જેલમાંથી નીકળીને દેવજીકાકા સિંહનિવાસ આવ્યા ત્યારે ઘર સમશાન જેવું શાંત હતું અને બધાં સફેદ વસ્ત્રોમાં હતાં.

"સાંજ ક્યાં છે?" દેવજીકાકાએ રતનને પૂછ્યું, રતનએ નીરજના ઓરડા તરફ આંગળી કરી અને ફરીથી તેનું કામ કરવા લાગી.
દેવજીકાકાએ નીરજના ઓરડાના અર્ધખુલ્લા બારણા પર ટકોરો મારવા હાથ આગળ કર્યો અને તેમની નજર નીરજની હાર ચડાવેલી તસ્વીર પર પડી.
"સાંજ...." દેવજીકાકા બારણું ખોલીને અંદર આવ્યા.

સાંજએ દેવજીકાકા સામે જોયું, તેનો ચેહરો પથ્થરમાંથી કોતરીને બનાવેલી મૂર્તિની જેમ ભાવનાવિહીન હતો.
"આ બધું કેવી રીતે થયું?" દેવજીકાકા નીરજની હાર ચડાવેલી તસ્વીર જોઈને વ્યથિત થઇ ગયા હતા.
"એજ જાણવા માંગુ છું કાકા." સાંજએ ટૂંકમાં જવાબ આપ્યો.

દેવજીકાકાએ સાંજના માથા ઉપર હાથ મુક્યો, સાંજએ દેવજીકાકા સામે જોયું અને બોલી, "બધું ખતમ થઇ ગયું કાકા, બધું ખતમ થઇ ગયું."
"મને માફ કરી દો બેટા, તમારું અને નીરજ દીકરાનું રક્ષણ કરવાનું વચન આપ્યું હતું મેં અનિલભાઈ ને. પણ હું મારું વચન ન નિભાવી શક્યો." દેવજીકાકાની આંખો ભીંજાઈ ગઈ.

"બેનબા, અરજણની ખબર મળી છે." લાલજી બારણાની બા'ર ઉભો હતો.
"ક્યાં છે એ?" સાંજ બા'ર આવી.
"અરજણની ખબર કેમ? આ બધું શું ચાલી રહ્યું છે?" દેવજીકાકા મુંજવણમાં હતા.
સાંજએ દેવજીકાકાની ગેરહાજરીમાં બનેલી દરેક ઘટના વિગતવાર જણાવી, તેની વાત સાંભળીને દેવજીકાકા બોલી ઉઠ્યા, "અરજણ મોહનલાલનો માણસ છે."

"પેલા નરાધમો પર નજર રાખતા આપણા ખબરીઓને કહી દેજો કે આજથી એમનું કામ પૂરું." સાંજ ત્યાંથી તેના રૂમમાં ગઈ, તેની બંદૂક લઈને બેકપોકેટમાં મૂકી, બુટમાં ચાકુ છુપાવ્યું, કોટના કોલરમાં કટર મૂક્યું અને ગાડી તરફ ગઈ.
"ક્યાં જાય છે સાંજ?" શિવાની સાંજને આ રૂપમાં જોઈને એટલું તો સમજી જ ગઈ હતી કે આજે કોઈનું મોત થવાનું છે.
"હું પાછી ન આવું ત્યાં સુધી આ રતનનું ધ્યાન રાખજે." સાંજએ એક નજર રતન તરફ નાખી અને ગાડીમાં બેઠી.

"તું પાછી આવીશ, વચન આપ મને." શિવાનીએ જમણો હાથ આગળ કર્યો, સાંજએ તેનો જમણો હાથ શિવાનીના હાથ પર મુક્યો, "વચન આપું છું, હું પાછી જરૂર આવીશ."
"શિવાની, તારે સાંજની આટલી ચિંતા કરવાની જરૂર નથી. દગાબાજની બેન સાથે સબંધ શું સાચવવાના હોય." નીરજના બેસણા માટે આવેલા ભાવનાબેન બોલી ઉઠ્યાં, મહેશભાઈએ શિવાનીને ઈશારાથી ચૂપ રહેવાનું કહ્યું.

સાંજએ ભાવનાબેન સામે જોયું, તેને પોતાની તરફ જોતી જોઈને ભાવનાબેન બોલ્યાં, "શું જુએ છે? મારીશ મને?"
"હાલ નઈ, પાછી આવું પછી વિચારીશ. હું જઉ છું શિવાની." સાંજ હજુયે કરડાકીથી ભાવનાબેનને જોઈ રહી હતી.
"હું પણ સાથે આવીશ." સુરજ સાંજની બાજુમાં ગોઠવાયો.
"અને હું પણ..."અરુણ પાછળ બેઠો.

દેવજીકાકા તેમની બંદૂક લઈને આવ્યા ત્યાં સુધી સાંજ નીકળી ગઈ હતી. એ બીજી ગાડી લેવા જતા હતા અને શિવાનીએ એમને રોકી લીધા,"સાંજ ના પાડીને ગઈ છે, અને ઘરમાં એક જવાબદાર માણસનું રહેવું વધારે જરૂરી છે. અરુણ અને ભાઈ ગયા છે સાથે."

નાનજી, રામપાલ અને સવાઇલાલ જેલથી છૂટીને ઘરે આવ્યા પછી બપોરે મોહનલાલને મળવા તેના ફાર્મહાઉસ પર ગયા હતા, મોહનલાલ એક બેગ સાથે ક્યાંક નીકળવાની તૈયારી કરી રહ્યો હતો.
"ક્યાં જાઓ છો મોહનભાઇ?" નાનજી દારૂની બોટલ ખોલીને પીવા લાગ્યો.
"આ જો મેલ આવ્યો છે; આપણી નવી બ્રાન્ચમાંથી, અરજન્ટ ચેન્નાઇ જવુ પડશે. તમે એન્જોય કરો, હું કાલ રાત સુધી પાછો આવી જઈશ." મોહનલાલ ફાઈલ તપાસી રહ્યો હતો.

"સારું. પણ પેલી સાંજનું શું કરવું છે, એ જરૂર વિચારજો." સવાઇલાલએ પલંગમાં ઝંપલાવ્યું.
"હું આવું પાછો, પછી કરીયે એનું પણ કંઈક. અરે હા, એક સારા સમાચાર છે. સાંજનો ભાઈ નીરજ, પરલોક સીધાવી ગયો." મોહનલાલએ ફાઈલ બેગમાં મૂકી.
"યે બાત, હવે તો ફટાફટ વિચારી નાખો કે શું કરવું છે એ ઉંદરડીનું. તૂટી ગઈ હશે દુઃખથી, એક નાનકડો ધક્કો પડશે અને વેરવિખેર થઇ જશે." સવાઇલાલએ પણ સોફામાં લંબાવ્યું.

"મોહનભાઈ તો ગયા, હવે આપણે પણ ઘરે જઇયે." રામપાલ ઘરે જવા ઉભો થયો.
"શું દાટ્યું છે ઘરમાં, ઘરે કોઈને ખબર નથી કે આપણે જેલથી છૂટી ગયા છીએ. તો હવે કાલે જ જઈશુ ઘરે, આમેય આ બૈરાં ક્યાંય જવા આવવા દેતાં નથી શાંતિ થી." નાનજીએ રામપાલનો હાથ ખેંચીને તેને બેસાડ્યો અને પેગ બનાવવા લાગ્યો.

"ના હો, જેલમાં રઈને એટલું તો હું સમજી ગયો કે ભાઈ ધરતીનો છેડો ઘર." સવાઇલાલએ એક પેગ માર્યો.
"હા, આપણી બૈરીઓ ભલે કચકચ કરતી હોય પણ બિચારીઓ આપણું કેટલું ધ્યાન રાખે છે." રામપાલએ પણ એક પેગ માર્યો.
"શું ઘર ને' બૈરાંની વાતો લઇ બેઠા છો, આજ તો બસ જલસા કરશું." નાનજીએ તેના ફોનમાંથી એક નંબર ડાયલ કર્યો.

"મને આ બધું નથી ગમતું નાનજી, હું મારા લગ્નજીવનમાં ખુશ છું અને મારી પત્ની માટે વફાદાર છું." સવાઇલાલએ છણકો કર્યો.
"જવા દો ને સવાઇલાલ, આ નઈ સુધરે. આપણે બીજા ઓરડામાં જતા રહીએ." રામપાલએ દારૂની બોટલ ઉઠાવી અને બન્ને જણ બીજા ઓરડામાં જતા રહ્યા.

કલાકએક પછી ડોરબેલ વાગી, નશામાં ધુત નાનજીએ બારણું ખોલ્યું અને બારણાં આગળ ઉભેલી છોકરીને જોઈને તેના હોશ ઉડી ગયા,"સાંજ તું?"
સાંજએ સાઇલન્સર લગાવેલી બંદૂકથી નાનજીના પગનો નિશાનો સાધ્યો, બુટમાંથી ચાકુ કાઢી નાનજીના ગળામાં માર્યું અને તેના પેટમાં એક લાત મારી.

નાનજી લાત પડવાથી બેવડ વળી ગયો હતો, પગમાં ગોળી વાગવાથી તેં ચાલી શકે એમ ન્હોતો અને ગળામાં ચાકુ વાગવાથી તેં બોલી ન્હોતો શકતો.
"તને આ હાલતમાં જોઈને મને દયા પણ નથી આવતી, થું છે તારી જિંદગી ઉપર." સાંજએ તિરસ્કારથી નાનજી સામે જોયું, તેને ઘસડીને ઓરડામાં લઇ ગઈ અને સુરજ સાથે મળીને તેને ખુરશીથી બાંધી દીધો.

"હવે?" અરુણએ પૂછ્યું.
"બીજા બે પણ અહીં જ છે, મારા ખબરીએ કહ્યું હતું કે મોહનલાલ સિવાયના ત્રણેય અહીંજ છે." સાંજએ અવાજ ન થાય એમ બધા ઓરડામાં તપાસ આદરી.
ઉપરના ઓરડામાં રામપાલ અને સવાઇલાલ દારુ પી રહ્યા હતા, સાંજએ હળવેકથી દરવાજો ખોલ્યો અને અંદર ઘુસી.

"ગુડ બાય સવાઇલાલ." સાંજએ એક પળનોય વિચાર કર્યાં વગર સવાઇલાલનું હૃદય ગોળીથી વીંધી નાખ્યું.
"આ શું કર્યું? તેં આ માણસને મારી નાખ્યો?" અરુણ તેની આંખોની સામે થયેલું ખૂન જોઈને શૉક થઇ ગયો હતો.
"તો હું અહીં પાર્ટી કરવા આવી છું?" સાંજએ અરુણ સામે ડોળા કાઢ્યા અને સુરજને ચાકુ આપીને બોલી, "નાનજી પાસે જા, એ ભાગવાની કે ચાલાકી કરવાની કોશિશ કરે તો ચીરી નાખજે એને."

સુરજના ગયા પછી સાંજએ દોરડું અરુણને આપ્યું, અરુણએ રામપાલને ખુરશી સાથે બાંધી દીધો. સાંજ સવાઇલાલ નજીક આવી અને તેની નાડ તપાસી, "એ તું જ હતોને જેનાથી મારા બાપુની તકલીફ ન્હોતી દેખાઈ અને એમને તકલીફથી આઝાદ કરવા એકઝાટકે એમના હૃદયમાં.... એટલે જ મેં તને પણ તકલીફ આપ્યા વગર એકઝાટકે ઉપર મોકલી દીધો."

"આ.... બધું? શું.... સુ..... છે?" રામપાલનો અડધો નશો સાંજને જોઈને ઉતરી ગયો હતો અને અડધો નશો સવાઇલાલની લાશ જોઈને ઉતરી ગયો હતો.
"એક પ્રશ્નનો સાચો જવાબ અને તને આ પરેશાનીમાંથી હમેંશા માટે મુક્તિ મળી જશે. એ સાતમો ખૂની કોણ હતો?" સાંજએ બંદૂક રામપાલના માથા પર મૂકી.

"ભાવના પારેખ...." રામપાલ મોતના ડરથી ધ્રુજી ઉઠ્યો હતો.
"શું? ભાવના કાકી? મહેશકાકાનાં પત્ની? જૂઠી વાતો કરી છે ને તો...." સાંજ આગળ કંઈ બોલે એ પહેલાજ રામપાલ બોલી ઉઠ્યો, "હા, એજ ભાવના પારેખ. મહેશભાઈની પત્ની. સુરજ, શિવાની અને શાંતિની માં. એજ ભાવના પારેખ સાતમી હત્યારી અને તારા બાપુની હત્યાનું મુખ્ય કારણ પણ છે."

ક્રમશ: