રક્ત ચરિત્ર - 32 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 32

૩૨


"મુખ્ય કારણ? સાચી વાત જણાવ." સાંજએ બંદૂક લોડ કરી.


"ભાવનાભાભી અને મોહનભાઇના આડા સબંધો વિશે અનિલભાઈને ખબર પડી ગઈ હતી, એટલે ભાવનાભાભીએ જ અનિલભાઈને મારવાની યોજના ઘડી હતી. અમે બધાંએ માત્ર અનિલભાઈની મિલકત હડપવાના ઈરાદાથી એમનો સાથ આપ્યો હતો." રામપાલ હજુયે બંદૂક જોઈને ધ્રુજી રહ્યો હતો.


સાંજ સોફા પર બેસી ગઈ, આંખો બંધ કરીને તેં કંઈક વિચારી રહી હતી.


"સુરજને કે'વું કે નઈ એ વિચારે છે?" અરુણ પણ હજુ શૉક હતો.


"સુરજને આ વાત ખબર ન પડવી જોઈએ, હું ચિંકીને છોડાવવા વિશે વિચારી રહી છું." સાંજ ડ્રોવર તપાસીને એક કાગળ પેન લઇ આવી.


"હું જે કઉં એ લખ." સાંજએ કાગળ અને પેન રામપાલને આપ્યા. સાંજએ જે જે કહ્યું રામપાલએ કાગળમાં ઉતાર્યું અને સાંજના કહેવા મુજબ એ કાગળ વાળીને પોતાના ખિસ્સામાં મૂક્યું.


"હવે મને કે આ દુનિયાને તારી જરૂર નથી." સાંજએ રામપાલની ખોપડી ઉડાવી દીધી.


નાનજી જ્યાં બાંધેલો હતો એ ઓરડામાં આવીને સાંજ નાનજી પાસે આવી, "તને બહુ મજા આવી રહી હતી ને, જ્યારે મારા બાપુ દર્દમાં તડપી રહ્યા હતા."


નાનજી માથું હલાવીને કંઈક કહેવા માંગતો હતો, સાંજ થોડું હસી અને બોલી, "મને માફ કરી દે, મને છોડી દે. મારી ભુલ થઇ ગઈ, વગેરે વગેરે."


"સંજુ આને મારી નાખ કાં તો દવાખાને લઇ જા, પણ તડપાવ મત." સુરજમાટે નાનજીની આવી હાલત જોવી અસહ્ય બાબત હતી.


"આ માણસ જેને તું દવાખાને લઇ જવાની વાત કરે છે, એજ માણસ મારા બાપુના પેટમાં ચાકુ મારીને હસતો હતો. ક્યાંય સુધી બાપુ દર્દમાં તરફડતા રહ્યા પણ આ નીચના મોઢા પર દુઃખની એક લકીર સુધ્ધા ન્હોતી આવી. મારા બાપુએ તરફડીને જીવ ખોયો અને એનું કારણ તારી....." સાંજએ સુરજને કોલરથી પકડી લીધો હતો.


"સંજુ, છોડ એને." અરુણએ ખરા સમયએ સાંજને રોકી લીધી હતી.


"મારી શું?" સુરજએ સાંજની આંખોમાં આંખો નાખીને પૂછ્યું.


"જવા દે ને ભાઈ, એની જીભ લપસી ગઈ હતી." અરુણએ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો.


"હું તને કંઈક પૂછું છું સાંજ." સુરજએ સાંજનું મોઢું ફેરવીને પોતાની તરફ કર્યું.


"બહેરો છે? અરુણએ કહ્યું નઈ સમજાયું તને?" સાંજએ સુરજનો હાથ ઝાટકી નાખ્યો, રડી રડીને લાલચોલ થઇ ગયેલી નાનજીની આંખો તરફ જોયું અને એક ગોળી સાથે નાનજીને હમેંશા માટે મુક્તિ આપી દીધી.


ભાવનાબેન છેલ્લા અડધા કલાકથી શિવાનીને સમજાવી રહ્યાં હતાં, "તું મારી સાથે ચાલ, હું તારા માટે સરસ છોકરો શોધીશ. હજુ આખી જિંદગી બાકી પડી છે, આમ જિંદગી કેમની નીકળશે?"


"મારે હાલ લગનની વાત નથી કરવી મમ્મી અને હું સાંજને છોડીને ક્યાંય નથી આવવાની." શિવાનીએ તેનો છેલ્લો નિર્ણય જણાવ્યો.


"પે'લા સાંજનો બાપ મારી ખુશીઓનો દુશ્મન હતો અને હવે આ સાંજ, આ પરિવારનાં લોકોએ તો મારી જિંદગી બરબાદ કરી નાખી છે." ભાવનાબેન સાંજને જ તેમના દુઃખનું કારણ સમજી બેઠાં હતાં.


હમણાંજ આંગણામાં પ્રવેશેલી સાંજએ ભાવનાબેનનું વાક્ય સાંભળ્યું, સુરજ અને અરુણએ પણ સાંભળ્યું. સુરજને તેની મમ્મીનું આવું બોલવું ન ગમ્યું, સાંજ હકીકત જાણતી હોવાથી ગુસ્સે ભરાઈ હતી અને અરુણ હકીકત જાણતો હોવાથી હમણાં ઘટનારી ઘટનાને રોકવા માટે સાંજને ચા પીવાનું કહી રસોડામાં લઇ આવ્યો.


"શિવાનીબેન, ચા." રતનએ એક કપ શિવાની તરફ આગળ કર્યો, શિવાનીએ રતન સામે જોયું પણ નઈ.


"શિવાનીબેન? બેન કે છે અને બેનના પતિ સાથે છુપા સબંધો રાખતી હતી. બીજાના પતિ સાથે સબંધ રાખતાં શરમાતી નથી?" ભાવનાબેન ઊંચા અવાજે રતનને ખરીખોટી સંભળાવી રહ્યાં હતાં.


"મમ્મી પ્લીઝ, ચૂપ થઇ જા." શિવાનીએ તેની મમ્મીને ચૂપ કરવાનો વ્યર્થ પ્રયત્ન કરી જોયો, પણ એય જાણતી હતી કે તેની મમ્મી આજે ચૂપ નથી થવાની.


"હું શુકામ ચૂપ થઉં? તેં મારી શિવાનીના પતિને ફસાવ્યો, પછી શિવાનીએ સાચી વાત કરી તો ઉલ્ટાનું તેં એની સાથે કાવતરું કરવાનો પ્રયત્ન કર્યો. તારી માંએ તને બીજાના પતિને ફસાવવાનું જ શીખવ્યું હશે નઈ." ભાવનાબેનનો અવાજ એટલો ઊંચો થઇ ગયો હતો કે આખા ઘરમાં સંભળાય.


"મારી માંનું નામ ન લો." રતનએ નીચી નજરો રાખીને કહ્યું.


"માં, એકલી રતનનો વાંક નથી, નીરજનો પણ સરખો વાંક હતો. પણ નીરજ હવે નથી રહ્યો તો આ વાત પર ચર્ચા, વિચારણા, આરોપ કે પ્રતિરોપ કરવાનો કોઈ મતલબ નથી." શિવાની બોલી.


"હા, નીરજનો પણ સરખો વાંક હતો. એ નાલાયકએ મારી ફૂલ જેવી દીકરીની જિંદગી બગાડી નાખી, સારું થયું એ કાયરએ આત્મહત્યા કરી નાખી નહિ તો હું મારા બન્ને હાથથી એનું ગળું દબાવી નાખોત." ભાવનાબેનએ લગભગ રાડ પાડી.


"એએએએએ....." સાંજ બુમાબુમ સાંભળીને આંગણામાં આવી અને ભાવનાબેનએ હમણાં કહેલો એક એક શબ્દ સાંભળ્યો હતો.


સાંજનાં કપડાં પર જ્યાં ત્યાં પડેલા લોહીના ડાઘ, ખિસ્સામાં ખોસેલી બંદૂક અને ગુસ્સામાં લાલ થઇ ગયેલી આંખો જોઈને ભાવનાબેનને તેમની ભુલ સમજાઈ હતી પણ હવે ઘણું મોડું થઇ ગયું હતું.


"તું મારા ભાઈનું ગળું દબાવોત? તું?" સાંજએ ભાવનાબેનનું ગળું પકડ્યું અને જોરથી દબાવ્યું, ભાવનાબેન તેમનું ગળું સાંજની પકડમાંથી છોડાવવા માંથી રહ્યાં હતાં. શિવાની, રતન અને શાંતિએ પણ સાંજનો હાથ છોડાવવાની કોશિશ કરી પણ સાંજની પકડ વધી રહી હતી.


"સંજુ, છોડ. શું કરે છે?" અરુણએ સાંજનો હાથ ખેંચ્યો, બુમાબુમ સાંભળીને દોડી આવેલ સુરજ, મહેશભાઈ અને દેવજીકાકાએ મહામહેનતે સાંજને ભાવનાબેનથી દૂર કરી.


"મારા ભાઈનું નામ બીજીવાર તારી કાળી જીભ પર આવ્યુંને તો સીધી ખોપડી ઉડાવી દઈશ તારી. મરેલા માણસનો મલાજો જાળવવાની ખબર નથી પડતી તને અને સંસ્કારની વાત કરે છે." સાંજનો ચેહરો લાલચોળ થઇ ગયો હતો, ગુસ્સામાં તેનાં ભવાં ચડી ગયાં હતાં અને તેના હોઠ ધ્રુજી રહ્યા હતા.


"આ શું રીત છે સાંજ? તારાથી ઉંમરમાં મોટાં માણસો સાથે આ રીતે વાત કરીશ તું? મારી માં સાથે તમીઝથી વાત કર, નહિ તો." સુરજ તેની માંનું અપમાન ન સહી શક્યો.


"નહિ તો શું? હા, નહિ તો શું?" સાંજએ દાંત ભીડ્યા.


"કોઈ છોકરી સાથે બદતમીજી કરવાના સંસ્કાર નથી આપ્યા મારી માંએ મને, નહિ તો તને બતાવોત." સુરજ જિંદગીમાં પહેલીવાર આટલો ગુસ્સે થયો હતો.


"સંસ્કાર અને આ સ્ત્રીએ આપ્યા." સાંજ તિરસ્કારથી હસી.


સુરજ આગળ કંઈ બોલવા જતો હતો ત્યાંજ શિવાની ચક્કર ખાઈને જમીન પર ઢળી પડી, સુરજ શિવાનીને ઉપાડીને તેના ઓરડામાં લઇ જાય છે અને દેવજીકાકા ડૉક્ટર શિવમને તેડી આવે છે.


"ડૉક્ટર, શિવાની ઠીક છે?" ડૉક્ટર શિવમ ઓરડામાંથી જેવા બહાર આવ્યા કે તરત સાંજએ પૂછ્યું.


"જી, શિવાનીજી એકદમ ઠીક છે. એમને થોડા સમયમાં હોશ આવી જશે, કાલે સવારે એમને દવાખાને લઇ આવજો. અમુક ટેસ્ટ કરવા પડશે." ડૉક્ટર શિવમએ હાથ જોડીને રાજા લીધી.


બધાંએ રાહતનો શ્વાસ લીધો અને મનોમન ભગવાનનો આભાર માન્યો.


"હું છું શિવાની પાસે, તમે બધાં જાઓ." શાંતિએ શિવાનીના ઓરડાનું બારણું વળતું કરી દીધું, સુરજ તેના ઓરડામાં જતો રહ્યો અને બધાં આંગણામાં આવ્યાં.


"કાકા, રામપાલને ઉઠાવી લાવી છું અને ભોંયરાવાળી ઓરડીમાં પુરી રાખ્યો છે. સાતમા ખૂની વિશે જાણવું છે એટલે રામપાલને જીવતો રાખ્યો છે, કાલે શિવાનીને દવાખાને લઇ જઇયે પછી આવીને રામપાલની ખબર લઈએ." સાંજએ તીરછી નજરથી ભાવનાબેન સામે જોયું અને તેની અપેક્ષા મુજબ તિર બરોબર નિશાન પર લાગ્યું હતું.


ભાવનાબેનના ચેહરા પર ૧૨ વાગી ગયા હતા, તેમના ચેહરા પર પરસેવો વળી ગયો હતો. ધ્રુજતા હાથે તેમણે ચાનો કપ ઉઠાવ્યો અને સાંજની વાત સાંભળવા કાન સરવા કર્યાં.


"સારું, કાલે રામપાલ પાસેથી બધું ઓકાવી નાખીશું." દેવજીકાકાએ સમજી ગયા હતા કે સાંજના મનમાં કંઈક ચાલે છે.


પરસેવે રેબઝેબ થયેલાં ભાવનાબેન તરફ જોઈને સાંજ ફરીથી બોલી, "અરે હા, એક સારા સમાચાર આપવાનું તો હું ભૂલી જ ગઈ. મોહનલાલને મેં ખતમ કરી દીધો."


ભાવનાબેનના હાથમાંથી ચાનો કપ છૂટી ગયો અને તેમનો ચેહરો સફેદ પડી ગયો હતો, ફટાફટ ઉઠીને તેં ભંડારઘરમાં આવ્યાં અને મોહનલાલનો નંબર ડાયલ કર્યો.


"હેલ્લો....." સામે છેડેથી મોહનલાલનો અવાજ આવ્યો.


"તમે ઠીક છો? હું કેટલી ગભરાઈ ગઈ હતી, હાશ...." ભાવનાબેન આગળ બોલે એ પહેલાંજ સામે છેડેથી મોહનલાલ બોલ્યો, "ભાવના, ભાવના... હું મિટિંગમાં છું. પછી ફોન કરું."


સામે છેડેથી ફોન કપાઈ ગયો, ભાવનાબેનએ રાહતનો શ્વાસ લીધો. તેમણે પોતાનાં આંસુ લૂંછ્યા, આંગણા તરફ જવા પાછળ ફર્યા અને તેમના ચેહરા પર પળભર પહેલાં આવેલી ખુશી ઉડી ગઈ.


દીવાલને અઢેલીને ઉભેલી સાંજ હાથ હલાવીને બોલી, "હેલ્લો, શ્રીમતી ભાવના મહેશ પારેખ ઉર્ફ પ્રેયસી ભાવના મોહન દેસાઈ."


ક્રમશ: