રક્ત ચરિત્ર - 27 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 27

૨૭

રાત્રે, સુરજ અને નીરજ સાંજને ઘરે લઇ આવ્યા. બધાં એકીસાથે જમવા બેઠાં, અરુણ પહેલો કોળિયો મોં માં મૂકે એના પહેલાંજ સાંજએ બંદૂક તેના કપાળ પર તાણી.
"આ તું શું કરે છે? ગાંડી થઇ ગઈ છે?" અરુણના હાથમાંથી કોળિયો પડી ગયો.
"બસ જોતી હતી કે તું કેટલો બહાદુર છે, આટલા ભયાનક કામ... આઈ મીન ગામ.... આટલા ભયાનક ગામમાં રહે છે તો બહાદુરી તો જરૂરી છે ને?" સાંજએ બંદૂક પોતાની થાળીની બાજુમાં મૂકી અને જમવા લાગી.

અરુણ સિવાય બધાં શાંતિથી જમી રહ્યાં હતાં, અરુણને કપાળે પરસેવો બાજી ગયો હતો અને તેની નજર વારંવાર લોડેડ ગન પર પડતી હતી. જમ્યું ન જમ્યું કરીને અરુણ ઉભો થઇ ગયો અને પોતાની થાળી રસોડામાં મૂકી તેના ઓરડામાં આવી ગયો.
"શું થયું?" રતન અરુણનો વિચિત્ર વ્યવહાર જોઈને તેની પાછળ તેના ઓરડામાં આવી. અરુણએ બન્નેના લગ્નની વાત કરી દીધી હોવાથી તેં બે રોકટોક અરુણને મળી શકતી હતી.

"તારો સામાન બાંધી લે રતન, આજે રાત્રે જ આ ગામ છોડીને ભાગવું પડશે." અરુણએ તેનો સામાન બેગમાં ભર્યો અને ઓરડાની બહાર જતો જ હતો કે બારણાને અઢેલીને ઉભેલી સાંજને જોઈને તેના પગ ખોડાઈ ગયા.
"જતાં પહેલા તારી બાળપણની દોસ્તને મળીશ પણ નઈ?" સાંજ તેની બંદૂક પર આંગળીઓ ફેરવી રહી હતી.
"બેનબા...."
"તારો પણ વારો આવશે રતન, પહેલાં મારા દોસ્તને સરખી વિદાય તો આપી દઉં." સાંજએ ગન લોડ કરી અને અરુણની છાતી તરફ નિશાન સાધ્યું.

"ચિંકીની જિંદગી જોખમમાં છે, ચિંકી માટે આ બધું કરી રહ્યો હતો હું." અરુણ જમીન પર ફસડાઈ પડ્યો.
"પુરી વાત જણાવ." સાંજએ ગન અનલોડ કરી અને બેક પોકેટમાં મૂકી.
"એક દિવસ સ્કૂલથી ચિંકીને બદલે માત્ર એનું બેગ આવ્યું, અને એમાં એક ચીઠી હતી." અરુણએ બેગમાંથી એક ચીઠી કાઢીને સાંજને આપી.

સાંજએ ચીઠી ખોલી અને વાંચી, "ચિંકી મારી પાસે સલામત છે, પણ એની સલામતી માત્ર તારા હાથમાં છે. સાંજ સિંહના ઘરે જઈને તેની પળ પળની માહિતી નીચે લખેલા નંબર પર આપતો રહીશ ત્યાં સુધી તારી બેનના શ્વાસ પણ ચાલતા રહેશે."
"બેનબા, અરુણ સાચું કહે છે. જ્યારે અરુણને ખબર પડી કે એમની આપેલી માહિતીના કારણે તમારા પર હુમલો થયો ત્યારે તેમની આંખોમાં દુઃખ મેં જોયું હતું." રતન નીચું માથું રાખીને બોલી.

"ચિંકીને હું લઇ આવીશ, પણ એના માટે મારે તારા સાથની જરૂર છે." સાંજએ અરુણ તરફ હાથ આગળ કર્યો.
અરુણએ સાંજ સાથે હાથ મિલાવ્યો અને રડી પડ્યો, "મારી ચિંકીને કઈ નઈ થાય ને?"
"આપણી ચિંકીને સહીસલામત પાછી લાવવાની જવાબદારી મારી છે, તું જરાય ચિંતા ન કરીશ." સાંજએ અરુણને આલિંગન આપ્યું.

આઠેક વાગ્યે રસોઈનું કામ પતાવીને રતન રસોડામાંથી બહાર આવી, સાંજને મળીને ઘરે જવા એ સાંજના ઓરડા તરફ આગળ વધીજ હતી કે અચાનક કોઈએ તેને ખેંચી.
"કોણ....." રતન ચીસ પાડે એના પહેલાંજ તેનું મોઢું મજબૂતાઈથી દબાવી દેવામાં આવ્યું અને એ માણસ તેને સ્ટોરૂમમાં લઇ આવ્યો.
"હું છું, નીરજ." નીરજએ સ્ટોરરૂમની લાઈટ ચાલુ કરી.
"તમે છો, હું તો ડરી ગઈ હતી." રતનએ રાહતનો શ્વાસ લીધો.

"તું અરુણ સાથે લગ્ન કરી રહી છે?" નીરજએ રતનનું બાવડું પકડ્યું.
"હા, મારા ભવિષ્યનો વિચાર તો મારે જ કરવો પડશે ને. ક્યાં સુધી આમ બીજી સ્ત્રી બનીને જીવીશ?" રતનએ નીરજ સામે જોવાનું ટાળ્યું.
"તું મારી છે રતન, તું બીજા કોઈ સાથે લગ્ન કેવી રીતે કરી શકે?" નીરજની પકડ વધી.
"આહ, નીરજ મારો હાથ છોડો. મને દુખે છે, છોડો." રતનએ તેનું બાવડું છોડાવવાનાં વ્યર્થ પ્રયત્ન કર્યા.
"મને પણ આવુજ દુખે છે, દિલમાં." નીરજએ એક જ ઝાટકે રતનનો હાથ છોડી દીધો.

"કેટલા દિલ છે તારે નીરજ?" દરવાજા પાસે ઉભેલી શિવાનીનો અવાજ લાગણીવિહીન હતો.
રતન અને નીરજએ ચોંકીને શિવાની સામે જોયું, બન્નેનું માથું શરમથી જુકી ગયું.
"દગો દેવો એ કોઈ ભુલ નથી હોતી એ હું ભૂલી ગઈ હતી નીરજ, પહેલીવાર તું મારા વિશે ન્હોતી જાણતી એટલે એ તારી ભુલ ન્હોતી રતન પણ આ વખતે? અરે કુરબાની આપવાની ત્રેવડ ન્હોતી તો મને કહેવું તું' ને, હું આપી દેત કુરબાની." શિવાનીનો અવાજ તરડાઈ ગયો.

"શિવાનીબેન....." રતન આગળ કઈ બોલે એના પહેલાંજ શિવાની ઝડપભેર ત્યાંથી નીકળી ગઈ.
"સાંજ..... સાંજ બહાર આવ. સાંજ......." આંગણામાં જઈને શિવાની બૂમો પાડવા લાગી.
"શિવાની, સાંજ આજેજ દવાખાનેથી આવી છે.... જરાક તો વિચાર." નીરજએ શિવાનીને રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરી જોયો.
"તેં વિચાર્યું?, તારી રખેલને મળતા પહેલાં તેં વિચાર્યું કે તારી બેન આજેજ હોસ્પિટલથી આવી છે?" શિવાનીનો ગુસ્સો તેના શબ્દોમાં ઉતર્યો હતો.

"શિવાની.... આ શું રીત છે વાત કરવાની?" સાંજએ શિવાનીનું છેલ્લું વાક્ય સાંભળ્યું હતું.
"આ તારો ભાઈ જે ધારે એ કરી શકે અને હું કઈ બોલી પણ ન શકું?" શિવાનીનો ગુસ્સો વધી રહ્યો હતો.
"શું કર્યું છે મારા ભાઈએ? આડીઅવળી વાતો કર્યા વગર સીધેસીધું બોલ." સાંજ ખુરશી પર બેઠી.
શિવાનીએ નીરજએ તેની અને રતનની સાથે કરેલા દગાથી લઈને રતન અને નીરજએ મળીને તેને આપેલા દગા વિશે વિગતવાર જણાવ્યું.

"નીરજ....." સુરજએ નીરજને એક થપ્પડ મારી દીધી, નીરજનો ગાલ સુન્ન પાડી ગયો અને તેના કાનમાંથી લોહી વહેવા લાગ્યું.
"આપણી દોસ્તીની મર્યાદા તો જાળવી લેતો." સુરજએ નીરજને બીજી થપ્પડ મારી, એ ત્રીજી થપ્પડ મારવા હાથ ઉગામે એના પહેલાંજ અરુણએ આવીને સુરજને પકડી લીધો.

"હું આજે આને જીવતો નઈ છોડું, મને છોડી દે અરુણ." સુરજ અરુણની પકડ છોડાવવા ધમપછાડા કરી રહ્યો હતો.
"નીરજએ ભુલ કરી છે, પણ મારપીટથી કોઈ રસ્તો નથી મળતો સુરજ." અરુણએ સુરજને મજબૂતાઈથી પકડી રાખ્યો હતો.
"નીરજની બાજુમાં ઉભી રે રતન." સાંજએ રતન સામે જોઈને કહ્યું, રતન ચુપચાપ નીરજની બાજુમાં આવીને ઉભી રહી.

સાંજ ઉભી થઈને નીરજ સામે આવી અને વારાફરતી નીરજ ને' રતનની આંખોમાં આંખો નાખીને જોયું. બન્નેની આંખો જુકી ગઈ, અને તેમની આંખો જુકતાજ એક તમાચાનો અવાજ હવેલીમાં ગુંજી ઉઠ્યો.
તમાચો પડતાજ રતનનું સંતુલન ગયું અને નીચે પડી, નીરજ તેને ઉઠાવવા જુકે એના પહેલાંજ તેનાં ગાલ પર પણ એક જોરદાર તમાચો પડ્યો.

"સીધો ઉભો રે...." સાંજની આંખો લાલ થઇ ગઈ હતી, નીરજ ચુપચાપ ઉભો રહી ગયો.
"ડાબા હાથનો તમાચો સહન કરવાની ત્રેવડ નથી તારી અને આટલા મોટા મોટા કાંડ કરે છે." સાંજએ રતનને બાવડેથી પકડીને ઉભી કરી.
"બેનબા.... હું પ્રેમમાં આંધળી થઇ ગઈ હતી....." રતન રડવા લાગી.
"અરે આવા પાપ કરીને એને પ્રેમનું નામ આપતાં શરમાતી નથી તું? પ્રેમમાં પવિત્રતા હોય, છળ નઈ." સાંજનો અવાજ જરૂરતથી વધારે ઊંચો થઇ ગયો હતો.

"સાંજ, મને ન્યાય જોઈએ છે." શિવાની રડવા લાગી.
"ન્યાય તને મળશે શિવાની, પણ આમ રડવાથી તારી ભુલ ઓછી નઈ થાય." સાંજ સખતાઈથી બોલી.
"એટલે? મારી બેનની શું ભુલ છે?" સુરજથી બોલ્યા વગર ને રહેવાયું.
"ગુનેગારને છુપાવનાર અને ગુનો જોઈને ચૂપ રહેનાર પણ એ ગુનાનો એટલોજ ભાગીદાર હોય છે જેટલો ગુનો કરનાર હોય છે." સાંજએ શિવાની સામે અગઝરતી નજરે જોયું અને બોલી, "હું સાંજ સિંહ ચૌહાણ, આજ ઘડીએથી નીરજ સિંહ ચૌહાણ અને શિવાની પારેખ સાથેના મારા બધાજ સંબંધો તોડું છું. નીરજ અને રતનને તેમના પાપની સજા મળશેજ અને એ સજા શું હશે એ શિવાની નક્કી કરશે."

ક્રમશ: