લવ બાઇટ્સ - પ્રકરણ-68 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-68

લવ બાઇટ્સ
પ્રકરણ-68
સ્તવનનાં હાથમાં મણીવાળી મોતીની માળાં હતી અને એ સ્તુતિ સાથે અંધારામાં સંવાદ કરી રહેલો અને ત્યાંજ આશાની આંખ ખુલી એણે પૂછ્યું સ્તવન તમે અંધારામાં બેસીને શું કરો છો ? તમે આમ કેમ બેઠા છો ? આશાએ લાઇટ કરી અને સ્તવનની સામે આવી એની આંખોમાં જોયું. સ્તવનની આંખોમાં આંસુ તગતગી રહેલાં.
આશાએ સ્તવનને બાહોમાં ભરી લીધો. અને એનાં કપાળે ચુમી ભરીને કહ્યું અરે સ્તવન આમ આંખમાં આંસુ કેમ છે ? સ્તવનનાં હાથમાંથી મણીવાળી માળા ટીપોઇ પર સરકી ગયેલી. સ્તવન કંઇ બોલ્યો નહીં એણે આશાને વળગીને ભીસથી ખૂબ વ્હાલ જતાવી રહ્યો. એની આંખમાં આંસુની ધારા વહી રહેલી.
આશાએ કહ્યું સ્તવન શું થયું ? શા માટે તમે આપણી મધુરજનીના દીવસે આટલું રડો છો ? શું થયું છે કહોનો... કોઇ ચિંતા છે કોઇ બીજુ તમને થાય છે એવું કોઇ ડરામણુ કારણ છે ? શા માટે પીડાવ છો ? તમારી બિમારીતો અઘોરીજીએ મટાડી દીધી છે હવે શા માટે એને યાદ કરો છો ? શા માટે આટલી પીડા સહો છો ?
સ્તવને કહ્યું આશા આઇ લવ યુ. આશા કંઇ નહીં થોડો ઇમોશનલ થઇ ગયેલો. તને પામીને બધુજ સુખ મળી ગયું મારે બીજુ શું જોઇએ ? તારા અને મારાં તથા મીહીકાનાં સાસુસસરા માંબાપ બધાજ ખુબ સારાં છે મને જીવનમાં સફળતા મળી છે બધાં સુખ છે આવું તો કોને હોય ? વેવિશાળની વિધી પછી ચૂસ્ત રુઢીગત સમાજમાં હોવાં છતાં આપણને સહવાસની છૂટ આપી છે કેટલો વિશ્વાસ છે આપણાં ઉપર હજી લગ્નને તો 1 મહીનો બાકી છે એ પહેલાંજ આપણે...
આશાએ કહ્યું હાં બધાંજ સારાં છે આપણે ઘણાં પુણ્ય કર્યા હશે કે આવા માં બાપ કુટુંબ મળ્યા. પણ આમ અંધારામાં એકલાં બેસી વિચાર કર્યા એનાં કરતાં મને ઉઠાડવી જોઇએને. અને આમ તમારે આંસુ નહીં વહાવવાનાં મારો જીવ ચિરાઇ જાય છે.
સ્તવન આશાને એની કેડે વળગીને વાત કરી રહેલો એની નજર સરકી ગયેલી માળા તરફ હતી એ આશાથી સ્તુતિ સાથે થયેલાં સંવાદ યાદ કરી રહેલો.
આશાએ કહ્યું ચલો છોડો મને અને પથારી પર આવી જાઓ આપણે ખૂબ વ્હાલ કરતાં સૂઇ જઇએ. થોડો આરામ કરો ખૂબ થાક પણ વિચારોનાં વંટોળોમાં નાંખી વધારે થકવી નાંખે આવો હું સરસ સુવરાવું.
સ્તવનને કહ્યું આપણે રૂમમાં આવ્યાં પછી તમે મને મળી ગયાં. વિવાહની રાત્રી કેવી સરસ નીકળી આપણે તમારો બધોજ પ્રેમ પામીને હું ધન્ય થઇ છું આમ તમારું વ્હાલ કરવું પ્રેમ કરવું. અંગથી અંગ પરોવી મને તૃપ્ત કરવી પણ હું તો ખબર નહીં તમારાં પ્રેમમાં ક્યાંથી ક્યાં ખોવાઇ ગઇ મને ક્યારે ઊંઘ આવી ગઇ ખબરજ ના પડી મારાં શરીરમાં થાક પણ હતો સ્તવન...
સ્તવન વિચારવા વિવશ થયો કે એને તો છેક છેલ્લે સુધી આશાનો સાથ હતો. સ્તુતિ શું કરામત કરી ગઇ ? આશાને નીંદરમાં વળોટીને સ્તુતિ મારી સાથે ?..
આશાએ કહ્યું પાછા શું વિચારમાં પડી ગયાં ? સૂઇ જાઓ સ્તવન હમણાં સવાર પડી જશે. સ્તવન આશાને વળગીને સૂઇ ગયો. થોડીવારમાં તો આશા પણ ઘસઘસાટ ઊંઘી ગઇ. સ્તવનનું મન ચકડોળે ચઢેલું હતું એને નીંદર નહોતી આવી અહીં એકતો માળા નીચે ટીપોય પર છે એ લેવી હતી.... પહેરી લેવી હતી અને સ્તુતિ સાથેનાં સંવાદ યાદ આવી રહેલાં.
સ્તુતિ ખરેખર શું છે ? માનવ છે આત્મા છે કે કોઇ સિદ્ધયોગીની છે એણે કહ્યું એ રાજકુંવરી હતી મણીમાં થયેલાં દર્શનમાં એણે હીરા-મોતી-સોનાનાં ઘરેણાં પહેરેલાં હતાં જાણે સાચેજ કોઇ રાજની રાજકુવરી એણે કહ્યું આપણો જન્મોનો સંબંધ છે. મારી પાસે જન્મોના હિસાબ અને ઇતિહાસ છે તુંજ મારો પતિ હતો અને છે. તું મારો પ્રિયત્મ છે તો મને કેમ કંઇ યાદ નથી આવતું ?
મારે કોઇ પણ રીતે સ્તુતિ પાસેથી બધુ જાણવું પડશે એને કેવી રીતે યાદ છે ? આમ જન્મોનો ઇતિહાસ ? એ રાજકુવરી હતી ? મારી સાથે એવો કેવો પ્રેમસંબંધ જે એને યાદ રહ્યો મને નહીં ? હું આશાથી કેમ આકર્ષાયો ? જન્મોનો પ્રેમ સંબંધ હતો તો સ્તુતિજ કેમ ના મળી ? આશા સાથે ક્યાં ઋણાનુબંધ છે ? સ્તુતિ પાસે રહેલી સૂક્ષ્મશક્તિઓ કેવી રીતે છે ?
સ્તવન મનમાં વિચારી રહેલો મગજ કસી રહેલો એણે એની જાતનેજ પૂછ્યું તો તું સ્તુતિ તરફ કેમ આકર્ષાય છે ? શા માટે ? તેં તો આશાને પસંદ કરી છે પ્રેમ કરે છે. પણ સ્તવનનાં બીજા મને જવાબ આવ્યો. સ્તુતિને પહેલાં જોઇ હતી ત્યાં રેલ્વે સ્ટેશન પર પાણીની બોટલ લેવા ઉતરી હતી હું એને જોઇને આકર્ષાયેલો ટ્રેનની પાછળ પાછળ દોડેલો. એનો વિરહ મને લાગેલો એં પ્રેમનો એહસાસ થયેલો.
ઘણીવાર મારાં મન-શરીરમાં બદલાવ આવા હુમલા થાયં જાણે મને કોઇ માનસિક રોગ હોય મારી સારવાર કરાવી અને જ્યારે સ્તુતિ ઓફીસમાં આવી મારી સામે ઉભી રહી એનાં ગળાનાં નિશાન જોયાં અને હું ભાનભૂલ્યો આકર્ષાયો મેં એને ચુંબન કર્યું મારાં રૂવાં રૂવાં માં પ્રેમ પ્રગટેલો હું રીતસર એની પાછલ પાગલ બનેલો. અઘોરીજીએ પણ કહેલું ગતુજન્મનું ઋણ છે પણ કોઇ એવી વિધી ના કરાવી અને કહેલું સમય આવ્યે બધુ સ્પષ્ટ થશે પછી વિધી કરીશ મારાં જીવનમાં એક તરફ સફળતા છે બીજીતરફ આ ગૂંચવણ છે મને બંન્ને સ્ત્રીઓ પાસેથી ખૂબ પ્રેમ મળે છે પણ મારે આવું જીવન નથી જીવવું આતો તલવારની ઘાર પર ચાલવા જેવું અઘરું અને દુર્ષ્કર કામ છે.
સ્તવને જોયું આશા ઘસઘસાટ સૂઇ ગઇ છે. એ આશાનાં ચહેરાં પર જોઇ રહેલો કેટલો નિર્દોષ અને ખૂબ વિશ્વાસથી જીવતી વ્યક્તિ એણે આશાને ચહેરાને ચૂમી લીધો. એણે હળવેથી આશાનો હાથ પોતાના પરથી ખસેડીને બેડ પર રાખી લીધો. સ્તવન કાળજી રાખી રહેલો કે આશા ઉઠી ના જાય.
રૂમની બારીમાંથી ચંદ્રમાનો પૂર્ણ કળાએ ખીલેલો ચહેરો જોવા મળતો હતો મીઠી શીતળ ચાંદની આશાનાં ચહેરાં પર અને તન પર પડી રહેલી.
આશાએ પહેરેલી કચુકીમાંથી એનાં સંગેમરમર જેવો દેહ સુંદર ઘાટીલા પયોધર દેખાઇ રહેલાં અને સ્તવને ચૂમવાનું મન થઇ ગયું એણે ચંદ્રમાને કહ્યું તમે ત્યાં આભમાં છો અને મારી પત્ની તમારાં જેવુ તેજ અને રૂપ લઇને અહીં સૂતી છે.
સ્તવન આશાની નજીક ગયો અને એનાં હોઠ પર હોઠ મૂકીને ચૂમી લીધાં. એણે પછી ટીપોય પર સરકી ગયેલી માળા લીધી અને મણીમાં જોયા વિનાં સીધી ગળામાં પહેરી લીધી.
સ્તવનની આંખોમાં ઊંઘ વેરાન હતી એને સૂવૂ નહોતું એને હવે સ્તુતિ પાસેથી બધુ જાણી લેવાનીજ અઘીરાઇ હતી એ ક્યો ઇતિહાસ જણાવશે અમારો જન્મોનો સંબંધ કેવી રીતે વર્ણવશે એ બધુ વિચારી રહ્યો.
સ્તવનનાં ગળામાં માળા આવી ગઇ અને એણે એની અસર અને પાવર બતાવવા માંડી પણ સ્તવનનાં મનહૃદયમાં અત્યારે સ્તુતિ છવાયેલી હતી આશા સામેજ સુતી હોવા છતાં એનાં મનમાં સ્તુતિ આવી એણે વિચાર્યુ આશા ઘસઘસાટ ઊંઘે હું સ્તુતિ સાથે વાત કરી લઊં. એમ કહીને એણે પોતાનો મોબાઇલ લીધો અને બહાર ઝરૂખામાં ગયો.
ઝરુખામાં બહાર આવી સ્તવને જોયું તો કેવી સુંદર રાત રેશ્મી રાતનાં મીઠાં સંભારણાં હતાં અને એણે મોબાઇલમાં સ્તુતિનો નંબર ડાયલ કર્યો અને પહેલીજ રીંગે ફોન લાગી ગયો. સામેથી સ્તુતિએ પૂછ્યું સ્તવન કેમ મારાં વિના ચેન નથી ? અને સ્તુતિ....
વધુ આવતા અંકે - પ્રકરણ -69