૨૨
"અરુણને કોઈ પણ ભોગે સંજુથી દૂર રાખવો પડશે, નહીં તો એ મારી ભોળી સાંજને એની મીઠી મીઠી વાતોમાં ફસાવી નાખશે." સુરજનું મન ઈર્ષ્યાથી ભરાઈ ચૂક્યું હતું.
"પણ સાંજ ક્યાં ભોળી છે? બધાયને વહેંચીને ચણા ખાઈ જાય એવી છે." સુરજ મનોમન વિચારીને હસી પડ્યો.
"તમે અરુણ વિશે વિચારી રહ્યા છો સુરજભાઈ?" રતનએ પાછળથી આવીને પૂછ્યું.
"તને કેમની ખબર પડી? તું અહીં શું કરે છે?" સુરજ રતનનો સવાલ સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયો હતો.
"મેં જોયું છે કે અરુણ આખો દિવસ સાંજબેનની આજુબાજુ ફર્યા કરે છે, મને એમના ઈરાદામાં ખોટ લાગે છે." રતન તેની પહેલી ચાલ ચલી ચુકી હતી.
સુરજના મનમાં વિચારોનું ઘોડાપુર ઉમટ્યું, હવે એ કોઈ પણ ભોગે અરુણને સાંજથી દૂર રાખવા સજ્જ થયો હતો.
"સુરજ સાંજને પ્રેમ કરે છે, પણ સાંજના મનમાં શું છે? જો સાંજ પણ સુરજને પ્રેમ કરવા લાગે તો મારું કામ સરળ બની જશે કેમકે પ્રેમમાં પડેલ માણસ ભાન ભૂલી જાય છે, એટલે હવે કાં તો મારે આ બન્નેને નજીક લાવવા પડશે કાં તો સાંજનો કંઈક ઈલાજ કરવો પડશે." અરુણએ મનોમન એક યોજના ઘડી કાઢી હતી.
"સાંજએ મારી આખી યોજના પર પાણી ફેરવી દીધું, રતનની આંખોની સામે નહીં રહું તો મારી યોજના પાર કેમની પડશે." નીરજ મનોમન ધુંધવાયો હતો, એ રતનની આંખો સામે શિવાનીને પ્રેમ આપવા માંગતો હતો, એ ઈચ્છતો હતો કે રતનનું હ્રદય એના જેમજ દુખે.
"શું વિચારે છે નીરજ? પેકિંગ કરીલે આપણે નીકળવાનું છે, મોડું થઇ જશે તો સાંજ ગુસ્સો કરશે." શિવાનીએ પેકિંગ માટે બેગ કાઢી અને જરૂરી સમાન બેગમાં ભરવા લાગી.
"સાંજ મારી માં નથી કે એના ગુસ્સાથી હું ડરું, એ નાની બેન છે મારી સમજી તું." નીરજ ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયો.
ગુસ્સામાં ધુંવાપુવાં થતો એ રસોડામાં આવ્યો ત્યારે રતન રસોડામાં કંઈક કામ કરી રહી હતી, કાંચળીમાંથી દેખાતી તેની સુંદર પીઠ અને કેડના વળાંક પર નીરજની નજર પડી અને પળવાર માટે એ બધુજ ભૂલી ગયો. તેણે આગળ વધીને રતનને પોતાના બાહુપાશમાં લીધી અને બોલ્યો, "તું કેમ મારા પ્રેમને નથી સમજતી રતન?"
"છોડો મને, કોઈ જોઈ જશે." રતનએ પોતાને નીરજની પકડમાંથી છોડાવવાની કોશિશ કરી પણ એ પોતાના મનની લાગણીયો સામે હારી ગઈ.
"તમે મને પ્રેમ કરો છો તો શિવાનીબેન સાથે બહાર કેમ જાઓ છો." નીરજની છાતી પર માથું ઢાળીને ઊંઘેલી રતનએ પૂછ્યું.
"સંજુએ કીધું છે તો જવુંજ પડશે, સંજુ કોઈ કારણ વગર અમને બહાર ના મોકલે એ હું જાણું છું. હું શિવાની સાથે ગમે ત્યાં જઉં હું પ્રેમ તો તનેજ કરીશ રતન, હાલતો હું જઉં છું પણ આપણે મળતા રહીશું." નીરજએ ઉભા થઈને તેના વિખરાયેલા વાળ સરખા કર્યા અને પાછો પોતાના ઓરડા તરફ ગયો.
બપોરના સમયે સુરજ ટિફિન લઈને ફેક્ટરીએ પહોંચી ગયો, એ ઈચ્છતો હતો કે સાંજ એની સાથે થોડો સમય પસાર કરે.
"તું અહીં? તારે આ બધા કામ કરવાની જરૂર નથી સુરજ, હું તને પ્રેમ નથી કરતી તો તું કેમ આ બધું કરે છે." સાંજએ સુરજ સામે જોયા વગર જ કહ્યું.
"હું તો આપણી બાળપણની દોસ્તીના નાતે...... જવા દે.?" સુરજને દુઃખ થયું પણ તેણે ચેહરા પર હાસ્ય જ રાખ્યું.
સાંજએ આખો દિવસ કામમાં જ ધ્યાન આપ્યું, સુરજની હાજરીની જરાય પરવા પણ હોય એવુ તેના ચેહરા પર ક્યાંય દેખાતું જ ન્હોતું. ઘરે જવાના સમયે જયારે સાંજ ફેક્ટરીના રાઉન્ડ પર નીકળી ત્યારે સુરજ પણ ફેક્ટરી જોવાના બહાને તેની સાથે ગયો, બન્ને આખી ફેક્ટરીનો રાઉન્ડ મારી પાછાં સાંજની કેબીનમાં આવ્યાં ત્યાં સુધી બધા કર્મચારીઓ ઘરે જઈ ચુક્યા હતા.
સાંજ ફરીથી કામ પર લાગી ગઈ, એને જોઈને સુરજ બોલ્યો,"આપણે ઘરે નથી જવાનું? "
"તું જઈ શકે છે, હું મોડા આવીશ."સાંજએ ઉપર જોયા વગર જ જવાબ આપ્યો.
"નહીં હું રાહ જોઇશ, આપણે સાથે જ જઈશું." સુરજ બોલ્યો.
"કેમ, તું મારાં વગર એકલો ઘરે ના જઈ શકે?" સાંજ હજુયે કામ કરી રહી હતી.
"જઈ શકું પણ હું દેશપ્રેમી અને જવાબદાર નાગરિક છું, આમ અલગ ગાડીઓમાં જઈને પ્રદુષણમાં વધારો કરવો એ ખોટી બાબત છે." સુરજ બોલ્યો.
તેની વાત સાંભળીને સાંજ ખડખડાટ હસી પડી, "તું સાવ ગાંડો છે."
"હા તારા પ્રેમમાં....." સુરજએ સાંજની આંખોમાં જોઈને કહ્યું.
સાંજ કઈ બોલવા જતી હતી પણ સુરજએ આગળ વધીને તેના હોઠ પર આંગળી મૂકી દીધી, "હું તને પ્રેમ કરવા મજબુર નથી કરતો તો તું પણ મને પ્રેમ ન કરવા મજબુર મત કરને."
સાંજએ સુરજની આંખોમાં એક ખેંચાણ અનુભવ્યું, એ સુરજ તરફ ખેંચાઈ રહી હતી. બન્ને એકબીજાના નજીક આવી રહ્યાં હતાં પણ આ પ્રણયમાં અચાનક ભંગ પડ્યો. ફેક્ટરીમાંથી કંઈક પડવાનો અવાજ આવ્યો, સાંજ સતર્ક થઇ ગઈ.
"બધા કર્મચારીઓ તો ઘરે જતા રહ્યા છે ને?" સુરજએ પૂછ્યું.
"હા, તું અહીંજ રહેજે હું જોઈને આવું છું." સાંજ ઝડપભેર ઓફિસની બહાર નીકળી ગઈ.
બહાર જઉં કે અહીંજ રોકાઉં સુરજની સમજમાં ન્હોતું આવતું, છેવટે તેણે સાંજની પાછળ જવાનો નિર્ણય લીધો અને જેવો તેં કેબીનની બા'ર પગ મુકવા ગયો કે સાંજ તેને અથડાઈ.
સાંજને હાંફ ચડી હતી અને એ પરસેવે રેબઝેબ થઇ ચુકી હતી, સુરજ કઈ પૂછે એને પહેલાજ તેણીએ તેનો હાથ પકડી લીધો અને તેંને ખેંચીને વેરહાઉસમાંથી ભોંયરા જેવી જગ્યામાં લઇ આવી.
"શું થયું છે? તું આટલી હાંફે છે કેમ? કોણ હતું ત્યાં?" સુરજએ પૂછ્યું.
"ફેક્ટરીમાં ઘણાબધા હથિયારધારી માણસો ઘુસી આવ્યા છે, એ બધા નક્કી મને નુકસાન પહોંચાડવા આવ્યા છે, આપણે અહીં છુપાઈ રહેવું પડશે કેમકે એ લોકોને ક્યારેય ખબર ની પડે કે અહીં એક ભોયરુ પણ છે." સાંજ હાંફી રહી હતી.
"મારી ડોન સંજુ કોઈથી ડરે પણ છે આજ ખબર પડી." સુરજ હસી પડ્યો.
"હા, ડરું છું મોતથી. મારાં બાપુની હત્યાનો બદલો લીધાં પહેલાં મરી ન જઉં એ ડર છે મને." સાંજએ જવાબ આપ્યો.
સુરજએ સાંજની આંખોમાં જોયું, એમાં અસહ્ય પીડા અને અસંતોષ હતો. સુરજનું હ્રદય દ્રવી ઉઠ્યું, અને તેણે સાંજને ખેંચીને ગળે લગાવી દીધી.
"આજ રાત્રે આપણું કામ થઇ જશે, મેં આપણા માણસોને ફેક્ટરી મોકલી દીધા છે અને એ લોકો આપણું કામ પતાવીને જ પાછા આવશે." અરુણ ફોન પર વાત કરી રહ્યો હતો.
"જો આજે તું નિષ્ફળ રહ્યો તો તને બીજી તક નઈ મળે એ યાદ રાખજે." સામે છેડેથી ફોન મુકાઈ ગયો.
"નિષ્ફળ તો હું કોઈ કાળે નહીં થાઉ કેમકે આ મારી આખી જિંદગીનો સવાલ છે, સાંજ મારાં જાળમાં ફસાશે અને જરૂર ફસાશે." અરુણના ચેહરા પર અતિ આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો હતો.
ક્રમશ: