Rakta Charitra - 20 books and stories free download online pdf in Gujarati

રક્ત ચરિત્ર - 20

૨૦

"હું થોડા સમય માટે ભટકી ગયો હતો, ભૂલી ગયો હતો કે તું મારો પ્રેમ છે રતન નઈ. મને માફ કરી દે શિવી, મારા રતન તરફના આકર્ષણને કારણે મેં તને ખુબ દુઃખી કરી છે પણ હવે હું તને છોડીને ક્યાય નઈ જઉં." નીરજએ જાણીજોઈને ઊંચા સાદે આ બધું કહ્યું જેથી રતન સાંભળી શકે.
શિવાનીએ ખુશ થઈને નીરજને ગળે લગાવ્યો, નીરજએ શિવાનીને આલિંગન તો આપ્યું પરંતુ તેનું મન રતનમાં અટકેલું હતું. એ જાણતો હતો કે રતન બહાર ઉભી હશે તેથી જાણીજોઈને તેણે ઓરડાની બહાર જાય એટલા ઊંચા અવાજે શિવાનીને ચુંબન આપ્યું.

"હું સાંજ ઉપર નજર રાખી રહ્યો છું, જેવી કંઈક માહિતી મળશે કે હું તમને પહોંચાડી દઈશ." અરુણ ફોનમાં વાત કરી રહ્યો હતો.
"એ છોકરી ધડાધડ મારી યોજનાઓ ઉપર પાણી ફેરવી રઈ છે અને તું હજુ નજર જ રાખી રયો છે, મને માહિતી જોઈએ ખોટી વાતો નઈ." સામે છેડેથી એક સ્ત્રીનો અવાજ આવ્યો.
"તમે તો જાણો જ છો કે સાંજ પર નજર રાખવાનું કામ એટલું સરળ નથી જેટલું લાગે છે, છતાંય હું પુરા પ્રયત્ન કરી રહ્યો છું." અરુણએ વિનંતીના સૂરમાં કહ્યું.

સામે છેડેથી ફોને મુકાઈ ગયો એટલે અરુણએ રાહતનો શ્વાસ લીધો, અને સાંજ આ સમયે ક્યાં હશે એ જાણવાની ફિરાકમાં લાગ્યો.
અરુણના ગયા પછી ધાંભલા પાછળ છુપાઈને ઉભેલી રતન બહાર આવી. ઘરે જઈ રહેલી રતનએ અરુણની વાતો સાંભળી, તેની વાતો થોડી વિચિત્ર લાગી રહી હતી તેથી તેણીએ છુપાઈને અરુણની પુરી વાત સાંભળવાનું નક્કી કર્યું હતું.
"બેનબા પર નજર શુંકામ રાખવી પડે? આ માણસ મને ઠીક નથી લાગતો પણ આ બેનબાનો દોસ્ત છે તો બેનબા મારી વાત નઈ મને. મારે આ માણસ પર નજર રાખવી પડશે અને સાબૂત સાથે વાત કરવી પડશે બેનબા સાથે." રતનએ મનોમન નક્કી કરી લીધું હતું કે અરુણ વિશે એ જાણીને જ રે'શે.

અડધા કલાકથી રગનાથ પીડામાં સિસકારા મારી રહ્યો હતો, તેના પગ પર વહેલું લોહી થીજી ગયું હતું. સાંજ તેની સામે બેસીને તેને કણસતો જોઈ રહી, ના તેણીના ચેહરા પર દુઃખ હતું, ના ડર કે ના ખુશી.
"અરે તું છોકરી છે કે રાક્ષસ, છોકરીયો આવી પથ્થરદિલ ન હોય. મને તો તું માણસના અવતારમાં જન્મેલી ડાયન લાગે છે." રગનાથ બોલ્યો, અને સાંજએ તેના બીજા પગમાં ગોળી મારી.
"મને જરાય પસંદ નથી કોઈ મને આવું બધું બોલે, હું રાક્ષસ જેવી ભયાનક દેખાઉં છું? બોલ?" સાંજએ રગનાથના માથા પર બંદૂક તાણી.
"ના, ના, ના. તું જરાય ભયાનક નથી, તું બહુજ સુંદર છે દીકરા, એકદમ પરી જેવી." રગનાથને મરવાનો ડર લાગી રહ્યો હતો.
"હા એમ, હવે તમારા શરીરમાં છે બે બે ગોળીઓ. ને તમે સીધાવી જશો પરલોક, જો સમયસર સારવાર ન મળી તો. તો સીધા સીધા મારા પ્રશ્નના જવાબ આપો અને મફત સારવાર મેળવો." સાંજ હસી પડી.
"તને રમત સુજે છે આ સમયે, જલ્દી બોલ તારે શું જાણવું છે." રગનાથને અસહ્ય પીડા થઇ રહી હતી.
"મારા બાપુને મારવાની તમારી યોજનામાં તમે કુલ ૭ જાણ હતા, એ સાતમો માણસ કોણ હતો?" સાંજની આંખોમાં મજાકનું સ્થાન ગુસ્સાએ લીધું હતું.
"તું...... તું કંઈ રીતે જાણે છે કે સાત...... હું કાંઈજ નથી જાણતો." રગનાથએ સાંજ સાથે નજરો મેળવવાનું ટાળ્યું.
"સાતમો માણસ કોણ હતો? જવાબ આપીશ કે તને પણ મુળજી જોડે મોકલી દઉં." સાંજએ ઊંચા અવાજે પૂછ્યું.
"હું કંઈ નથી જાણતો, મને ખબર છે કે સાત જાણ હતા પણ હું એ માણસને નથી ઓળખતો. મને મારવો હોય તો મારી નાખ પણ હું કંઈ નથી જાણતો." રગનાથ રીતસરનો રડી પડ્યો હતો.
"જેવી તારી ઈચ્છા." સાંજએ ગન લોડ કરી, રગનાથને લાગ્યું કે સાંજ આ વાત કઢાવવા એને જીવતો રાખશે અને એટલા સમયમાં એ છટકી જશે પણ એની બાજી ઉલટી પડી ગઈ.
પોતાના જીવન માટે આજીજી કરે એ પહેલાંજ સાંજએ રગનાથની ખોપડી ઉડાવી દીધી. રગનાથના લોહીથી ખરડાયેલા ચેહરાને જોઈને સાંજ દાંત ભીંસીને બોલી, "મોત સામે હોય ત્યારે માફી માંગતા અને આજીજી કરતાં માણસો મને પસંદ નથી."

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED