રક્ત ચરિત્ર - 19 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 19

૧૯

રગનાથ દારૂ પીધા પછી મોડી રાત્રે પોતાના ફાર્મહાઉસએ પરત ફરી રહ્યો હતો. નાનજીના ફાર્મહાઉસથી એક ગાડી સતત રગનાથની ગાડીનો પીછો કરી રહી હતી, રગનાથ દારૂના નશામાં હતો એટલે એનું ધ્યાન ન ગયું.

ગાડી પાર્ક કરીને એ ઘરમાં પ્રવેશે એના પહેલાજ તેના માથા ઉપર પાછળથી કોઈએ વાર કર્યો. તેણે ચિકાર દારૂ પીધેલો હતો તેથી રગનાથ તેનું સંતુલન ખોઈ બેઠો અને નીચે પછડાયો.
બે હાથ રગનાથ તરફ આગળ વધ્યા, તેના પગ પકડી એને ઘસડીને ગાડી મા નાખ્યો અને ગાડી પવનવેગે ત્યાંથી ઉપડી ગઈ.

વહેલી સવારે જયારે રગનાથની આંખ ખુલી ત્યારે એ એક અંધારિયા ઓરડામાં હતો, જેમાં એક નાનકડી બારી માંથી ઝાંખો ઉજાસ આવતો હતો. તેના હાથપગ બાંધેલા હતા અને તેનું માથું સખત દુઃખી રહ્યું હતું.
"હું ક્યાં છું? રાત્રે કોઈએ મારા પર હુમલો કર્યો હતો કદાચ, કોણ હતું એ? મને મળી જાય તો મારી નાખું." રગનાથએ તેના દાંત ભીંસ્યા.
"કેમ છો રગનાથ કાકા? મજામાં તો છો ને?" સાંજ બંદૂકને ફેરવતા ફેરવતા ઓરડામાં આવી.
"તું મને કાકા કહીને કેમ બોલાવે છે?" રગનાથએ ગુસ્સામાં પૂછ્યું.
"તમે બધું ભૂલી ગયા છો કે શું? યાદ કરો તમે મારા બાપુના દોસ્ત હતા, હું બાળપણમાં તમને કાકા કહેતી અને તમે મારા માટે ચોકલેટ પણ લાવતા." સાંજએ આંખો પટપટાવી.
"આ બધું નાટક છે તારું, તું આમ કાકા કાકા કરીને મને મારી નાખવા માંગે છે."
"જેમ તમે ભાઈ ભાઈ કરીને મારા બાપુને મારી નાખ્યા, એમજને?" સાંજનો ચેહરો ગંભીર થઇ ગયો અને તેણીએ રગનાથના માથા પર બંદૂક તાણી.
"મને બાંધીને ગોળી ચલાવીશ, આજ છે તારી બહાદુરી?" રગનાથએ તેની મગજ ચલાવવાનું ચાલુ કર્યું.
"હું પણ એજ વિચારતી હતી કે તમે હજુ સુધી તમારું મગજ કાં ન વાપર્યું, હવે મગજ ઉપર થોડો વધારે ભાર આપો અને થોડાક વર્ષ પાછળ જાઓ. યાદ આવ્યું કઈ?" સાંજનો અવાજ ભયાનક રીતે કઠોર હતો.
રગનાથ નીચું જોઈ ગયો, સાંજએ બંદૂકના નાળચાથી તેનું મોઢું ઉપર કર્યું અને બોલી," આવીજ એક બંદૂક તે ૧૯ વર્ષ પહેલા એક ૬ વર્ષની છોકરી ઉપર તાણી હતી, એને મારી નાખવા. યાદ આવ્યું કઈ?"
"મને માફ કરી દે બેટા, તું કહેશે એ હું કરીશ. બસ મને છોડી દે સંજુ બેટા અને મને મારા પાપનું પાર્યશ્ચિત કરવાની એક તક આપ." રગનાથએ શક્ય એટલી ભિનાશ અવાજમાં લાવી.
સાંજએ બંદૂક રગનાથના કપાળ પરથી ખસેડી લીધી, પોતે બચી ગયો છે એવુ વિચારી રગનાથએ રાહતનો શ્વાસ લીધો અને અહીંથી નીકળીને સાંજ સાથે શું કરવું એ વિચારવા લાગ્યો.
સાંજએ રગનાથ સામે જોયું, એક સ્મિત આપ્યું અને તેના પગમાં ગોળી મારી દીધી. અચાનક થયેલા હુમલાથી રગનાથ ગભરાઈ ગયો અને લોહી જોઈને તો તેના હોશ ઉડી ગયા, તેની ચીસ ઓરડામાં ગુંજી ઉઠી.

નીરજ ઓરડામાં આવ્યો ત્યારે ઓરડો નવવધુની જેમ શણગારેલો હતો અને શિવાની ઘૂંઘટ ઓઢીને પલંગ પર બેઠી હતી. શિવાનીને જોઈને નીરજ આશ્ચર્યચકિત થઇ ગયો હતો, તેણે બારણું બંધ કર્યું અને શિવાનીની નજીક ગયો.
"શિવી! તું મને આટલો જલ્દી અપનાવીશ એવી આશા નહોતી મને, હું બહુજ ખુશ છું કે તું આપણા સબંધને આગળ વધારવા માંગે છે." નીરજએ શિવાનીનો હાથ પકડવા તેનો હાથ આગળ કર્યો પણ શિવાનીએ તેના હાથ પાછો ખેંચી લીધો.
"કાં તો હું કાં તો રતન, આજેજ તારે આ નિર્ણય કરવો પડશે નીરજ. હું અહીંજ તારી રાહ જોઉં છું, તું શાંતિથી વિચારી લે. જો તું મારી સાથે રહેવાનો હોય તો તું રતન સાથે કોઈ સબંધ નહીં રાખી શકે અને જો તું રતન સાથે રહેવા માંગતો હોય તો આ ઓરડામાં પગ ના મુકતો." શિવાનીએ બારણા તરફ આંગળી ચીંધી.
નીરજ કાંઈજ બોલ્યા વગર ઓરડાની બહાર નીકળી ગયો, તેનું મગજ ફાટી રહ્યું હતું.
"હું રતન અને શિવાનીમાંથી કોઈ એકને કેવી રીતે પસંદ કરી શકું, હું બન્નેયને એકસરખો પ્રેમ કરું છું. હું શું કરું અને ક્યાં જઉં મને કાંઈજ નથી સમજાતું." નીરજ તેનું માથું પકડીને બેસી ગયો.
"તમે શિવાનીબેન પાસે જાઓ નીરજ..." રતનએ નીરજના ખભા પર હાથ મુક્યો.
નીરજએ અવિશ્વાસથી રતન સામે જોયું, રતનએ ઊંડો શ્વાસ લીધો અને બોલી, "તમે પોતાની જાત સાથે જે વાત કરી રહ્યા હતા એ મેં સાંભળી, તમારી પત્નીજ તમારી પસંદ હોવી જોઈએ નીરજ."
"તને મહાન બનવાનો ખુબજ શોખ છે રતન, એટલે હવે એજ થશે જે તું ઈચ્છે છે. હું મારી પત્ની પાસે જઈ રહ્યો છું કેમકે આજે અમારી સુહાગરાત છે." નીરજ ગુસ્સામાં તેના ઓરડા તરફ ગયો, રતન તેની પાછળ દોડી. તે નીરજ સુધી પહોંચે એના પહેલાજ નીરજએ તેના ઓરડાનું બારણું બંધ કરી નાખ્યું.
રતન એ બારણું ખટખટાવવાનો વિચાર કર્યો પણ ઓરડાની અંદરથી આવતા અવાજોએ રતનને બરફની જેમ થીજવી દીધી.
"તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો નીરજ, મારી સાથે. હું ના ક્યારેય આ દગો ભૂલીશ અને ના તમને ભૂલવા દઈશ." રતનની દિલમાં ઈર્ષ્યા અને બદલાની ભાવના જાગી ચુકી હતી.

ક્રમશ: