રક્ત ચરિત્ર - 18 Rinkal Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રક્ત ચરિત્ર - 18

૧૮


રતન તેની સામે જ નીરજને બીજી સ્ત્રી સાથે જોઈને દુઃખી થઇ ગઈ અને ત્યાંથી ભાગી ગઈ, નીરજએ અચાનક તેના દિલની વાત કહી દીધી તેથી શિવાનીને આઘાત લાગ્યો હતો.


ભાનમાં આવતાંજ તેણીએ નીરજને ધક્કો માર્યો,"શિવાની નામ છે મારું, ખબરદાર જો ફરી ક્યારેય મને શિવી કહીને બોલાવી છે તો. અને પ્રેમની પાછળ છુપાયેલી તારી વાસનાને હું બરોબર સમજી ગઈ છું નીરજ એટલે પ્રેમનું નાટક મારા આગળ તો કરતો જ નઈ."


"તું બધું સમજી જ ગઈ છે તો સારુ, મને તું ગમે છે એ વાત ખોટી નથી શિવાની પણ મને રતન પણ ગમે જ છે." નીરજએ શાંતિથી કહ્યું.


"છી...... શું બોલે છે ભાન છે તને?" શિવાનીને ચીતરી ચડી.


"આજેજ ભાનમાં આવ્યો છું, આટલા દિવસથી અસમંજસમાં હતો પણ તે મારી આંખો ઉઘાડી દીધી શિવાની. હું કેમ બબ્બે સ્ત્રીઓ માટે ખેંચાણ અનુભવું છું એ વિચારી વિચારીને મારું મગજ પાકી ગયું હતું પણ તે મારી બધીજ મુંજવણ દૂર કરી દીધી." નીરજ ગાંડાની જેમ હસી રહ્યો હતો.


"મતલબ?" શિવાનીને તેની વાતો વિચિત્ર લાગી રહી હતી.


"મતલબ એજ કે હું તને અને રતન બન્નેને પ્રેમ કરું છું અને બન્ને માંથી એકેયને હું છોડવાનો નથી. અને જો તું એમ વિચારતી હોય કે તું આ બધું જઈને સાંજને કહીશ તો જઈને કઈ દે જા, પણ યાદ રાખજે સાંજ જયારે મને સજા આપશે ત્યારે દુઃખી તું પણ થઈશ અને સાંજ પણ થશે." નીરજએ શિવાની નજીક જઈને કહ્યું.


"એટલે તું મારો પતિ થઈને રતન સાથે સબંધ રાખીશ?"શિવાનીએ નીરજના કોલર પકડીને તેને હલાવી નાખ્યો.


"રતન મારી છે શિવાની અને તું પણ, હું તને રતનથી જરાય ઓછો પ્રેમ નથી કરતો. હું હમેશા તારો રહીશ, આ હવેલીની વહુ તુજ રહીશ, મારાં બાળકોની માં પણ તુજ બનીશ અને મારી પત્ની હોવાનું માન અને મોભો બધું તારું જ રહેશે શિવાની."નીરજએ ધીમેથી શિવાનીના હાથમાંથી તેના કોલર છોડાવ્યા અને તેને આલિંગનમાં લીધી.


"રતન તું ક્યાં જઈ રહી છે? જા જઈને નીરજ અને શિવાનીને પૂછી આવ કે અમારી સાથે મંદિર આવવું છે કે નઈ." દેવજીકાકાએ પૂજાની સામગ્રી ગોઠવતા કહ્યું.


રતનએ હકારમાં માથું હલાવ્યું અને ભારે હૈયે નીરજના ઓરડા તરફ આગળ વધી.


બારણા પાસે આવીને રતનએ બારણા પર ટકોરા માર્યા, ટકોરાના અવાજથી નીરજ અને શિવાની અલગ થયાં.


"દેવજીકાકાએ પૂછવડાવ્યું છે કે તમે બન્ને એમની સાથે મઁદિર જવા માંગો છો?" રતનએ નીરજ સામે જોવાનું ટાળ્યું.


"ના, અમે બન્ને નહીં આવીએ." શિવાનીએ જવાબ આપ્યો, રતન બારણું વાખીને જલ્દીમાં ત્યાંથી નીકળી ગઈ.


"તે ના કેમ પાડી? મંદિર જઈ આવતા તો સારુ હતું ને?" નીરજએ પૂછ્યું.


"મને થોડો સમય જોઈએ છે નીરજ, આપણા સબંધ અને આપણા ભવિષ્ય વિશે વિચારવા માટે. તું થોડી વાર માટે મને એકલી મૂકી દઈશ?" શિવાની પલંગ પર બેસી ગઈ.


નીરજએ હળવું સ્મિત આપ્યું અને બહાર જતો રહ્યો.


"બધા મઁદિર જવા નીકળી ગયાં?" રતનને ઘરમાં એકલી જોઈને નીરજએ પૂછ્યું. રતન કોઈજ જવાબ આપ્યા વગર રસોડા તરફ જતી રહી, નીરજ તેની પાછળ પાછળ ગયો.


"તને શું થયું છે કહીશ મને?" રતનનો હાથ પકડીને નીરજએ તેને રોકી.


"તમે મને પૂછો છો કે શું થયું છે? તમારી પત્નીને જઈને પૂછો જેને તમે ખુબ પ્રેમ કરો છો." રતનએ તેનો હાથ એક ઝટકા સાથે છોડાવ્યો.


"એવુ નથી જેવું તું સમજે છે રતન, હું તને પુરી વાત સમજવું જો......."


"તમે મને સમજાવશો? ગઈકાલે મને પ્રેમ કરતા હતા આજે શિવાનીબેનને પ્રેમ કરો છો આવતીકાલે બીજી કોઈને પ્રેમ કરશો, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી." રતન ત્યાંથી જવા માટે ફરી પણ નીરજએ તેને બાવડેથી પકડી અને બાજુના ઓરડામાં લઇ ગયો.


"હાથ છોડો મારો, મને જવા દો." રતનએ તેનો હાથ છોડાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો.


"હું તને અને શિવાની બન્નેને એકજ જેટલો પ્રેમ કરું છું રતન, હા એ વાત અલગ છે કે તું મને નઈ મારાં પૈસાને પ્રેમ કરે છે. હું તને પ્રેમ કરું છું અને આખી જિંદગી કરતો રહીશ સમજી?" નીરજએ રતનનું બાવડું મજબૂતાઈથી પકડ્યું.


"તમે મને પ્રેમ નથી કરતા નીરજ, તમે જૂઠું બોલો છો. તમે મને પ્રેમ કરતા હોત તો શિવાનીબેનને ચુંબન ના કર્યું હોત." રતનની આંખોમાં આંસુ આવી ગયાં.


નીરજએ રતનની આંખો લૂંછી અને તેના હોઠ ચૂમી લીધા,"હવે તો માનીશને કે હું તને પણ પ્રેમ કરું છું?"


રતનએ આશ્ચર્ય અને આઘાતમિશ્રિત લાગણી થઇ, નીરજના ચુંબનથી એના શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ.


"હું જઉં છું પણ યાદ રાખજે હું હમેશા તારી સાથે છું." નીરજએ રતનના કપાળ પર એક હળવું ચુંબન કર્યું અને ત્યાંથી નીકળી ગયો.


"સાંજએ હજુ સુધી આપણા પર હુમલો કેમ નથી કર્યો?" નાનજીએ પૂછ્યું.


"એ ચાલાક છોકરી છે, એ જાણી જોઈને આટલો બધો સમય લઇ રહી છે જેથી કરીને આપણે એના તરફથી બેફિકર થઇ જઇયે." મોહનલાલએ દાંત ભીંસ્યા.


"ના, ના, ના....... એ પીદ્દી છોકરીમાં એટલું મગજ ના હોય, એના પરિવારમાં હાલ આમેય માથાકૂટ ચાલી રહી છે એટલે હાલપૂરતી એ બદલાની વાત ભૂલી ગઈ હશે." સવાઈલાલએ બેદરકારીથી કહ્યું.


"હા, છોડો એ સાંજને અને સાંજે કંઈક મોજ મજા કરવાનો બંદોબસ્ત કરીએ." રગનાથએ તેના હોઠ પર આંગળીઓ ફેરવી.


"તું કદી નઈ સુધરે દારૂડિયા, સારુ ચાલ રાત્રે મંગાવી દઉં." નાનજી હસી પડ્યો.


"અરુણ તું સુરજ સાથે ઘરે જા હું અને દેવજીકાકા પછી આવીશું ઘરે અને એક પણ સવાલ કરતો નઈ હાલ કે કેમ મોડા આવીશું." સાંજએ કડકાઈથી કહ્યું.


"હીહીહીહી, હું શુકામ જાતે કરીને કુવામાં પડું હે? હું કઈજ નહીં પૂછું, ચાલ સુરજ આપણે ઘરે જઇયે." અરુણ અને સુરજ ઘર તરફ ગયા.


"કાકા મુળજી પછી હવે બીજા ખૂનીનો વારો છે, એમને એમ કે હું બદલો ભૂલી ગઈ હોઈશ આ બધી ભાગદોડમાં પણ ના." સાંજએ તેના દાંત કચકચાવ્યા.


"હા, આટલો સમય જવા દઈને આપણે એમને વિશ્વાસ અપાવી દીધો છે કે આપણે હમણાં આ બાબતે કાંઈજ નથી કરવાનાં." દેવજીકાકા હસી પડ્યા.


"રગનાથ પટેલ, એજ હતો જેણે બીજો ઘા કર્યો હતો મારા બાપુ પર. એ કાલે સાંજે અહીં હોવો જોઈએ કાકા, બંદી બનાવીને લઇ આવો એને." સાંજ ગાડીમાં બેસી અને નીકળી ગઈ.


સાંજના ગયા પછી દેવજીકાકા અને એમના માણસો બીજી ગાડીમાં બેસીને શહેર તરફ નીકળ્યા.

બધાના ગયા પછી ઝાડીઓમાં છુપાયેલો અરુણ બહાર નીકળ્યો,"સાંજ હવે શું કરવાની છે એ મારે કોઈ પણ કિંમ્મતએ જાણવુંજ પડશે, નહીતો હું મુશ્કેલીમાં આવી જઈશ."